india most expensive saree: ભારતની વાત કંઇક અલગ જ હોય છે. ખાસ કરીને ભારતમાં સાડીનું અનેરું મહત્વ રહેલું છે. અનેક લોકો સાડી પહેરવાનું પસંદ કરતા હોય છે. જો કે સાડી એક એવું વસ્ત્ર છે જે પહેર્યા પછી તમારા લુકમાં ચાર ચાંદ લાગી જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય સંસ્કૃતિને કોઇ પણ ભૂલી શકે એમ નથી. હવે તો વિદેશના લોકો પણ આપણી સંસ્કૃતિને ફોલો કરી રહ્યા છે. અનેક લોકો માત્ર વાતો જ નહીં, પરંતુ આપણી આ સંસ્કૃતિને નિભાવી પણ લેતા હોય છે. આવી જ એક વાત કરવામાં આવે તો ભારતીય લોકોમાં સાડીનું ખૂબ મહત્વ રહેલું છે. આજનાં આ સમયમાં પણ અનેક છોકરીઓ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે. સાડી એક એવું વસ્ત્ર છે જે તમારા લુકમાં ચાર ચાંદ લગાવે છે. બજારમાં અનેક પ્રકારની સાડી મળે છે એમાં હેન્ડલુમ સાડીની વાત કંઇક અલગ જ હોય છે.
તમે પણ રાજ્યની અલગ અને અનોખી બનાવટ સાડી પહેરવાના શોખીન છો તો તમારા વોર્ડરોબમાં મોંઘી સાડીઓને અચુક સામેલ કરવી જોઇએ. તો જાણો તમે પણ ભારતની ત્રણ સૌથી મોંઘી સાડીઓ વિશે.
વારાણસીની કરહુઆ કટવર્ક સાડી વિશે બહુ ઓછા લોકો જાણે છે. મોટાભાગના લોકો બનારસી સિલ્ક સાડી વિશે જાણતા હોય છે. પરંતુ બનારસી સાડીમાં તમને કંઇક અલગ જ કટવર્ક જોવા મળે છે. આ સાડી ફિગરેટિવ પેટર્નમાં કરહુઆ ટેકનીક પર બનાવવામાં આવે છે. આ સાડીને તૈયાર કરવામાં બહુ વધારે સમય લાગે છે. આ સાડીની કિંમત પણ બહુ વધારે હોય છે. આ એક મોંઘી સાડી હોય છે.
આ સાડી સ્પેશયલ ઓર્ડરથી બનાવવામાં આવે છે. આ સાડી તમે પણ બનાવવા ઇચ્છો છો તો સામાન્ય કટવર્ક લગભગ 5000 રૂપિયામાં થાય છે અને પછી એની કિંમત વધતી જાય છે.
આ સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે આની ફેશન ક્યારે પણ જૂની થતી નથી. 100 વર્ષો સુધી એ નવીને નવી જ રહે છે. ઉત્તર ગુજરાતના પાટણમાં આ સાડી બનાવવામાં આવે છે. આ સાડીને પટોળા સાડી તરીકે ઓળખવામાં આવે છે.
પાટણનું પટોળુ બનાવવામાં ખૂબ સમય લાગે છે. આ પટોળુ તમારે ઓર્ડરથી બનાવવું પડે છે. આ સાડીને તૈયાર કરવા માટે 4 થી 5 મહિનાનો સમય લાગી શકે છે. આ સાડી એક લાખ રૂપિયામાં સુધીમાં તમને સારી મળે છે. જો કે આનાથી ઓછી કિંમતમાં પણ તમે બનાવડાવી શકો છો.
મૂંગા સિલ્ક સાડી
અસમ એની ખૂબસુરત જગ્યાઓની સાથે-સાથે મૂંગા સિલ્ક સાડી માટે ફેમસ છે. આ સાડી ખાસ રીતે અસામી મોટિફ્સથી સજાવવામાં આવે છે. આ સાડી વર્ષો સુધી તમને નવીને નવી જ લાગે છે. આ સાડી બજારમાં તમને બે હજારથી લઇને 2 લાખથી પણ ઉપર કિંમતે મળે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર