ખતરનાક છે આ વાયરસ, સ્માર્ટફોનને કરી દે છે લોક, માંગે છે ખંડણી

રૈન્સમવેયર 'ડબલલોકર' એન્ડ્રોયડ યૂઝર્સ પાસે 24 કલાકની અંદર રૂ. 4000ની ખંડણી માંગે છે...

રૈન્સમવેયર 'ડબલલોકર' એન્ડ્રોયડ યૂઝર્સ પાસે 24 કલાકની અંદર રૂ. 4000ની ખંડણી માંગે છે...

  • Share this:
જો તમે એન્ડ્રોયડ યૂઝર્સ છો તો સામવધાન! હાલમાં એન્ડ્રોયડ સ્માર્ટફોન પર એક નવા રૈન્સમવેયર 'ડબલલોકર'નો ખતરો મંડરાયેલો છે. રૈન્સમવેયર 'ડબલલોકર' યૂઝર્સના સ્માર્ટફોનનો પિન ચેન્જ કરી, ડેટા ચોરી, ખંડણી માંગે છે.

કેવી રીતે થાય છે એટેક
રૈન્સમવેયર 'ડબલલોકર' સૌપ્રથમ સ્માર્ટફોનને લોક કરી દે છે. ત્યારબાદ તે ફોનનો પિન ચેન્જ કરી દે છે, તે પછી તમારા ફોનમાંથી તમામ ડેટા ચોરી કરી લઈ, તમને ફોન કરી ખંડણી માંગે છે.

કેટલી માંગે છે ખંડણી
રૈન્સમવેયર 'ડબલલોકર' એન્ડ્રોયડ યૂઝર્સ પાસે 24 કલાકની અંદર રૂ. 4000ની ખંડણી માંગે છે. જો ખંડણી ન આપો તો, તમારા ડેટાને કરપ્ટ કરવાની ધમકી આપે છે. જામવા મળે છે કે, આ એક એવું રૈન્સમવેયર છે જે પૈસા આપ્યા વગર યૂઝર્સને કોઈ પણ હાલતમાં પોતાનો ડેટા પાછો નથી આપતું.
First published: