Home /News /lifestyle /

મોટાભાગના પુરુષ પોતાની મહિલા પાર્ટનર સામે બોલે છે આ 8 જૂઠ્ઠાણાં, ફટાફટ જોઇ લો યાદી

મોટાભાગના પુરુષ પોતાની મહિલા પાર્ટનર સામે બોલે છે આ 8 જૂઠ્ઠાણાં, ફટાફટ જોઇ લો યાદી

પ્રતીકાત્મક તસવીર

relationship: અનેક વાર લોકો સત્ય છુપાવવા માટે પણ ખોટું બોલે છે. અનેક મામલામાં લોકો ભૂલ છુપાવવા માટે પણ સામેવાળી વ્યક્તિને ખોટું કહે છે. અનેક મામલામાં લોકો પોતાની ભૂલ છુપાવવા માટે ખોટું બોલે છે. કેટલાક લોકો કારણ વગર ખોટું બોલે છે.

કહેવામાં આવે છે કે, કોઈપણ સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. કોઈપણ રિલેશનશીપમાં જુઠ્ઠાણાને સ્થાન આપવામાં આવે તો તે રિલેશન વધુ સમય સુધી ટકી શકતું નથી. મહિલાઓ, પુરુષ અને બાળકો તમામ લોકો ખોટુ બોલે છે. ખોટુ બોલવું તે એક હ્યુમન નેચર હોય છે. કોઈપણ મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ખોટું બોલવું તે જ એક રસ્તો હોય છે. તેનો અર્થ એ નથી કે, માત્ર મુશ્કેલભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ ખોટું બોલવામાં આવે.

અનેક વાર લોકો સત્ય છુપાવવા માટે પણ ખોટું બોલે છે. અનેક મામલામાં લોકો ભૂલ છુપાવવા માટે પણ સામેવાળી વ્યક્તિને ખોટું કહે છે. અનેક મામલામાં લોકો પોતાની ભૂલ છુપાવવા માટે ખોટું બોલે છે. કેટલાક લોકો કારણ વગર ખોટું બોલે છે. રિલેશનશીપમાં ખોટું બોલવા અંગે વાત કરવામાં આવે તો લોકો કોઈપણ પ્રકારની કચકચ, લડાઈ અને પાર્ટનર હર્ટ ન થાય તે માટે અથવા પાર્ટનરને ખુશ રાખવા માટે ખોટુ બોલતા હોય છે. અહીં અમે તમને એવા કોમન જુઠ્ઠાણા વિશે જણાવી રહ્યા છીએ, જે પુરુષ પોતાની પત્ની, ગર્લફ્રેન્ડ અથવા મિત્રને કહેતા હોય છે.

હું સિંગલ છું


રિલેશનશીપમાં હોવા છતાં પુરુષ અન્ય મહિલા તરફ આકર્ષિત થતા હોય છે. આ કારણોસર પુરુષ ખોટું બોલે છે કે તે સિંગલ છે. પુરુષ આ પ્રકારનું ખોટું એટલા માટે બોલે છે, જેથી તે મહિલા તેની સાથે વાત કરવાનું બંધ કરી ના દે.

હું એને નહોતો જોતો


અનેક એવા મામલા સામે આવે છે, જેમાં પુરુષ પોતાની મહિલા પાર્ટનર સાથે હોય છે. ત્યારે અચાનક સામેથી કોઈ બીજી મહિલા પસાર થાય તો પુરુષ તે મહિલાને જોવા લાગે છે. આ પ્રકારે કરવાથી જો મહિલા પાર્ટનર પુરુષને ટોકે તો પુરુષ હંમેશા એવું કહે છે કે, ‘હું તે મહિલાને નહોતો જોતો.’ આ પ્રકારે કહીને તે કંઈક વિચારવા લાગે છે.

હું સ્મોકિંગ નથી કરતો અથવા મેં સિગરેટ પીવાનું છોડી દીધું છે


રિલેશનશીપમાં મહિલાઓ પુરુષને સ્મોક કરવા માટે ના પાડે છે. આ કારણોસર પુરુષ પોતાની પાર્ટનરને મળે તે પહેલા સ્મોક કરી લે છે. જો પુરુષમાંથી સિગરેટની સ્મેલ આવે તો પુરુષ એવું ખોટું બોલે છે કે, તેની સામે કોઈ વ્યક્તિ સિગરેટ પી રહી હતી. આ કારણોસર સિગરેટના ધુમાડાની સ્મેલ તેના કપડા પર લાગી ગઈ છે.

હું માત્ર તારા વિશે જ વિચારું છું


ઘણી વાર પુરુષ તેના પાર્ટનરનું દિલ જીતવા માટે અને દુખી ન થાય તે માટે ખોટું બોલે છે અને કહે છે કે, ‘હું માત્ર તારા વિશે જ વિચારું છું.’

'Not to Do' લિસ્ટ: સવારમાં ઉઠતાની સાથે ક્યારેય ન કરો આ 6 કામ

હું તારા વગર એક દિવસ પણ નહીં રહી શકું


તમે ઘણીવાર ફિલ્મોમાં જોયું હશે કે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને કહે છે કે, હું તારા વગર નહીં રહી શકું. આટલું કહ્યા બાદ ફોન કટ કરીને તે તરત જ પાર્ટી કરવા લાગે છે અથવા પાર્ટી વિશે પ્લાનિંગ કરવા લાગે છે. આ પ્રકારે ખોટું બોલીને પુરુષ પોતાના પાર્ટનરનો ભરોસો જીતવાની કોશિશ કરે છે.

પૈસા અંગે ખોટું બોલવું


લગ્ન પહેલા યુવતીને ઈમ્પ્રેસ કરવા માટે પુરુષ ખોટું બોલે છે કે, તેની પાસે ખૂબ જ પૈસા છે. પરિણીત પુરુષની પાસે પૈસા હોવા છતાં પણ તે તેની પત્નીને ખોટું કહે છે કે, તેની પાસે પૈસા નથી.

ઝઘડો થયા પછી તમારો પાર્ટનર માફી નથી માંગતો?

લગ્ન પહેલા સેક્સ નહીં


કોઈપણ યુવતીનું દિલ જીતવા માટે પુરુષ ખોટું બોલે છે કે, તે લગ્ન પહેલા ક્યારેય પણ ઈંટિમેટ નહીં થાય. યુવતી હા પાડે અને રિલેશનશીપમાં આવે ત્યારે આખી ગેમ ચેન્જ થઈ જાય છે.

તું પહેલી એવી છે જેની સાથે મને પ્રેમ થયો


પુરુષ હંમેશા પોતાની પ્રેમિકા અને પત્નીને ખોટું કહે છે. તે પોતાની પ્રેમિકા અથવા પત્નીને કહે છે કે, ‘મને પહેલી વાર પ્રેમ થયો અને એ પણ તારી સાથે.’ અનેક વાર પુરુષ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ વિશે પોતાની પ્રેમિકાને એટલા માટે જણાવતા નથી, જેથી તેની પ્રેમિકાને ઈનસિક્યોરિટી ફીલ ન થાય.
First published:

Tags: Lifestyle, Love

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन