દિવસમાં ક્યા સમયે સૌથી વધારે એક્ટિવ રહે છે ડેન્ગ્યૂ મચ્છર? આ લક્ષણો જોવા મળે તો રહેજો સતર્ક

દિવસમાં ત્રણ કલાક ડેન્ગ્યૂ મચ્છર સૌથી વધારે સક્રિય રહે છે. તસવીર- Shutterstock

Dengue Mosquito's Most Active Time: દિનપ્રતિ દિન ડેન્ગ્યૂ (Dengue)ના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એવા સમયે ડેન્ગ્યૂ મચ્છરથી બચાવ કરવાનો છે જ્યારે તે સૌથી વધારે એક્ટિવ (Active) હોય છે. આ ત્રણ કલાકમાં વ્યક્તિને ડેન્ગ્યૂ મચ્છર સૌથી વધારે નુકશાન મહોચાડી શકે છે.

  • Share this:
    Dengue Mosquito’s Most Active Time: ગત કેટલાક દિવસોમાં ડન્ગ્યૂ (Dengue) મચ્છરનો આતંક સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. અત્યારે દેશમાં ડેન્ગ્યૂના કેસોમાં પણ સતત વધારો આવી રહ્યો છે. એવામાં આ મચ્છરથી (Mosquitoes) બચવા માટેના ઉપાયો અમે તમને જણાવીએ છે, ત્યારે મહત્વનું છે કે તમે જાણતા જ હશો કે ડેન્ગ્યૂ મચ્છર દિવસ દરમિયાન સૌથી વધારે એક્ટિવ (Active) રહે છે. પરંતુ તમે કદાચ એ વાત નહિં જાણતા હોય ડેન્ગ્યૂના એડીજી મચ્છર (ADG Mosquitoes) દિવસમાં 3 કલાક સૌથી વધારે એક્ટિવ રહે છે, અમે તમને જણાવીએ કે દિવસના ક્યા ત્રણ કલાકમાં ડેન્ગ્યૂ મચ્છર સૌથી વધારે એક્ટિવ રહે છે.

    આ 3 કલાકમાં ડેન્ગ્યુના મચ્છર રહે છે સૌથી વધુ સક્રિય

    તમે સાંભળ્યું જ હશે કે, ડેન્ગ્યુ ADG મચ્છર દિવસ દરમિયાન કરડે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, તેઓ ઘણીવાર રાત્રે પણ સક્રિય હોય છે, પરંતુ ખાસ કરીને જ્યાં કૃત્રિમ પ્રકાશનો વધુ પ્રકાશ હોય છે. પરંતુ આ મચ્છરો સૂર્યોદયના 2 કલાક પછી અને સૂર્યાસ્તના 1 કલાક પહેલા સૌથી વધુ સક્રિય હોય છે. આ સમય સૌથી ખતરનાક છે અને આ સમયે સૌથી વધુ સજાગ રહેવાની જરૂર છે. એવું માનવામાં આવે છે કે, જો તમે આ ત્રણ કલાક દરમિયાન પોતાને મચ્છરોથી સુરક્ષિત રાખો છો, તો ડેન્ગ્યુ થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.

    આ પણ વાંચો: લ્યો બોલો! હવે બેક્ટેરિયાથી થશે સ્કિન ઈન્ફેક્શનનો થશે ઈલાજ, ઉંદરો પર થયું સફળ પરિક્ષણ

    અલગ-અલગ સ્ટ્રેનના ચાર પ્રકારે થઈ શકે છે ડેન્ગ્યૂ

    ડેન્ગ્યુ એ ફલૂ જેવો રોગ છે, જે ડેન્ગ્યુ ચેપ DEN-1, DEN-2, DEN-3 અને DEN-4 વાયરસ દ્વારા ફેલાય છે. એટલે કે, જ્યારે વાઈરસવાળો ADG મચ્છર વ્યક્તિને કરડે છે ત્યારે ડેન્ગ્યૂ થાય છે અને આ ચાર વાયરસને સેરોટાઈપ કહેવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે, તેઓ તમામ ચાર વિવિધ પ્રકારના એન્ટિબોડીઝને અસર કરે છે. આનો અર્થ એ છે કે, તમે વિવિધ જાતોના મચ્છરો દ્વારા ચાર વખત સુધી ડેન્ગ્યુના શિકાર બની શકો છો.

    આ પણ વાંચો: Jeera Water Benefits: ફટાફટ વજન ઘટાડવાથી લઇને ડાયાબિટીસ સુધોનો રામબાણ ઇલાજ છે જીરાનું પાણી

    આ પ્રકારના હોઈ શકે છે લક્ષણો

    સામાન્ય રીતે ડેન્ગ્યુના લક્ષણો ચેપ લાગ્યાના ચારથી છ દિવસ પછી દેખાવા લાગે છે. પરંતુ કેટલીકવાર તેમાં બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આ લક્ષણોમાં થાક, ઉંચો તાવ, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ઉલટી અને ત્વચા પર ચકામા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. જો તમને એક અઠવાડિયાથી વધુ સમયથી આ સમસ્યાઓ છે અને કોઈપણ રીતે રાહત નથી મળી રહી, તો તમારે ડૉક્ટર પાસે જઈને ડેન્ગ્યુની તપાસ કરાવવી જોઈએ.

    લાઇફ સ્ટાઇલ અંગેની વધુ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    Published by:kuldipsinh barot
    First published: