દરરોજ સવારે 4 ગ્લાસ પાણી પીવાની ટેવ, આપશે 6 મોટી બીમારીઓથી મુક્તિ

 • Share this:
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: દરરોજ સવારે ખાલી પેટે પાણી પીવાની આદત હમેશાં સ્વસ્થ રાખે છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે ખાલી પેટે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે. આ વોટર ટ્રિટમેન્ટથી જાણો કેટલા દિવસમાં કયો રોગ મટશે

  જો એકસાથે પાણી ન પીવાય તો પણ ધીરે-ધીરે પાડો ટેવ
  રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રિટમેન્ટ થેરેપી કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી કંઈપણ ખાવું પીવું ન જોઈએ.   શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાની થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું  પછી અન્ય બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે-ધીરે તમને આદત પડી જશે. જ્યારે તમે આ થેરેપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બેથી ત્રણવાર પેશાબ માટે  જવું પડશે. પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેનાથી ટેવાઈ જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે.

  કેટલા દિવસમાં કઈ બીમારીમાં ફાયદો થશે?

  હાઈ બ્લડપ્રેશર- 30 દિવસ
  ગેસ- 10 દિવસ
  ડાયાબિટીસ- 30 દિવસ
  કબજિયાત- 10 દિવસ
  કેન્સર- 180 દિવસ
  ટીબી- 90 દિવસ  અન્ય મહત્વનાં ફાયદા

  રોગ પ્રતિકારક ક્ષમતા વધશે
  શરીરને બેલેન્સ રાખવા માટે પાણી ખુબ જ આવશ્યક તત્વ છે. પાણીથી તમારૂં શરીર રોગની સામે લડવા માટે શક્તિશાળી બનતું હોય છે. આથી રોજ સવારે ઉઠીને ખુબ જ પાણી પીવું જોઈએ.

  પેટ સાફ આવે
  જ્યારે તમે બહુ બધું પાણી પીશો ત્યારે તમને કુદરતી રીતે જ ટોયલેટ જવાની ઈચ્છા થશે. જો તમે આવી રીતે રોજ પાણી પીશો તો તમારા પેટની સિસ્ટમ ગંદકીને બહાર નિકાળશે અને તમારા પેટને સાફ કરશે. આથી જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો ચોક્કસ આ રીતે પાણી પીવું જોઈએ.

  શરીરમાંથી ગંદકી બહાર કાઢશે
  પાણી શરીરમાંથી દરેક પ્રકારની ગંદકીને બહાર કાઢી દે છે. જ્યારે તમે ખુબ જ વધુ માત્રામાં પાણી પીને પેશાબ કરો છો, ત્યારે તમારા શરીરમાંથી મોટા પ્રમાણમાં  ટોક્સિન કચરો નીકળી જાય છે. આથી જ ડોક્ટરો પણ હંમેશા મોટા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપતા હોય છે.

  માથાના દુઃખાવાથી છુટકારો
  કેટલીક વખત આપણા શરીરમાં અંદર પાણીની અછતના કારણે આપણને માથાનો દુઃખાવો થઈ જતો હોય છે. આથી પ્રયત્ન કરવું કે સવારમાં પેટ ભરીને પાણી પીવું.

  મેટાબોલિઝમ વધારશે
  પાણી પીવાથી તમારા શરીરની પાચનશક્તિ 24 ટકા વધી જતી હોય છે. આનો સીધો અર્થ એવો થાય છે કે, તમે ભોજનને ઝડપથી પચાવી શકો છો અને આની સાથે તમે તમારૂં વજન પણ થોડું ઘટાડી શકો છો.

  વજન ઘટાડશે
  જો તમે વેટ લોસ ડાયટ કરી રહ્યા છો તો તમારે ખાલી પેટે ચોક્કસથી પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આનાથી શરીરમાંથી ખરાબ ટ્રાન્સ ફેટ બહાર નીકળી જાય છે અને શરીરના ફેટ મેટાબોલિઝમ વધે છે.

  ચહેરો ચમકદાર બને છે
  સવારે ખાલી પેટે પાણી પીવાથી ચહેરા પર નીકળનારા ખીલ સાફ થઈ જતા હોય છે. એકવાર જો તમારૂં પેટ સાફ રહેવા લાગશે તો આ બિમારી આપોઆપ ઠીક થઈ જતી હોય છે.
  Published by:Margi Pandya
  First published: