સવારની આ 5 ભૂલો તમને કરી શકે છે બીમાર, સ્વસ્થ રહેવા માટે બદલો આ આદતો

Image Credit : Pixabay

કહેવાય છે કે વ્યક્તિના દિવસની શરૂઆત જેટલી વધુ સારી, આખો દિવસ તેટલો જ સારો પસાર થશે

  • Share this:
Morning Habits That Can Effect Your Health : કહેવાય છે કે વ્યક્તિના દિવસની શરૂઆત જેટલી વધુ સારી, આખો દિવસ તેટલો જ સારો પસાર થશે. પરંતુ જો તમે વહેલી સવારે પથારીમાંથી ઉભા થઈને અથવા જાગતાની સાથે જ મોબાઈલ જોવાનું શરૂ કરો, તો પછી આ આદતોની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. જેનાથી તમે અજાણતા માંદા થઇ શકો છો. તમને જણાવી દઈએ કે આ ટેવના કારણે તમે દિવસભર થાક અનુભવશો અને તાજગીના અનુભવથી વંચિત રહેશો. ત્યારે અહીં જાણીશું કે આપણી સવારની કઈ આદતો આપણને બીમાર બનાવી શકે છે.

સવારની આ આદતોને તરત જ બદલો

1. કલાકો સુધી પથારીમાં પડી રહેવું

સવારે ઊંઘ ઉડતાની સાથે જ બને તેટલું વહેલું પથારી છોડી દેવી જોઈએ. પરંતુ ઘણા લોકો આંખો બંધ કરીને પથારીમાં પડયા રહે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો, તો તમે દિવસ દરમિયાન સુસ્તીનો અનુભવ કરશો અને તાજગીથી તમારું મન ઘણું દૂર રહેતું હશે. જેથી સવારે પથારી ત્યાગીને તમારે 1 કલાક યોગ કે વ્યાયામ કરવા જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે.

2. ચા કે કોફીનું સેવન

સવારે ઉઠીને તરત જ ચા અથવા કોફી પીવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આયુર્વેદ અને મેડિકલ સાયન્સ બંને તેને યોગ્ય નથી માનતા. કારણ કે તેનાથી પેટમાં ગેસ અથવા અન્ય સમસ્યાઓ થઇ શકે છે.

આ પણ વાંચો - IPLની નવી ટીમોની કિંમતો જાણીને ઉડી જશે તમારા હોશ, BCCI કમાશે 5800 કરોડ

3. જલ્દી કરો બ્રેકફાસ્ટ

સવારે નાસ્તો કરવામાં મોડું ન કરવું જોઈએ. સવારનો સ્વસ્થ નાસ્તો તમને ઉર્જાવાન બનાવી શકે છે. જો તમે નાશ્તો નથી કરતા તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોઈ શકે છે. સાથે જ તમે બીમારીઓની ઝપેટમાં પણ આવી શકો છો.

4. વ્યાયામ ન કરવો

સવારે ઉઠીને વ્યાયામ કરવો ખુબ જ જરૂરી હોય છે. વ્યાયામ કરવાથી તમને માત્ર દિવસ ભાર એક્ટિવ જ નહીં રહો, પરંતુ મસલ્સ, બોન અને શરીરના ઘણા અંગ મજબૂત રહે છે. સાથે જ ઘણી બીમારીઓ તમારાથી દૂર રહે છે. તેમજ તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

5. અનહેલ્ધી બ્રેકફાસ્ટ કરવો

સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ ખોરાક લેવો ખુબ જ જરૂરી છે. સવારનો નાશ્તો પણ હેવી હોવો ખુબ જરૂરી છે. બ્રેકફાસ્ટમાં દલિયા, ડ્રાયફ્રૂટ્સ, ફળોનો રસ, સ્પ્રાઉટ્સ, રોટલી, લીલા શાકભાજી વગેરેનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી દિવસભર તમે એક્ટિવ રહી શકશો.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે, તેનો અમલ કરતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરવો. Gujarati news18 તેની પુષ્ટિ કરતુ નથી.)
First published: