જો રોજ ખાઈ રહ્યા છો આટલા ઈંડા, તો જલ્દી થઈ શકે છે તમારું મૃત્યુ : રિસર્ચ

News18 Gujarati
Updated: June 12, 2019, 5:39 PM IST
જો રોજ ખાઈ રહ્યા છો આટલા ઈંડા, તો જલ્દી થઈ શકે છે તમારું મૃત્યુ : રિસર્ચ
News18 Gujarati
Updated: June 12, 2019, 5:39 PM IST
'संडे हो या मंडे रोज खाएं अंडे'... આ એક જાહેરાતની પંચલાઇન છે. ક્યાંક આ વસ્તુ ઘણી સાચી પણ છે .. ઈંડામાં પ્રોટીનની માત્રા ઘણી વઘુ હોય છે, જે શરીર માટે પણ ફાયદાકારક છે. પરંતુ દરેક ચીજ ફાયદા અને ગેરફાયદા ધરાવે છે. 1 ઈંડામાં 13 ગ્રામ પ્રોટીનનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં, અમેરિકન મેડિકલ એસોસિએશન જર્નલમાં એક સંશોધનપત્ર પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે મુજબ દરરોજ 2 કરતાં વધુ ઈંડા લેતા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે હૃદયના રોગો થવાની સંભાવના વધુ છે.

અમેરિકાના મૈસાચ્યુસેટ્સ લોવેલ યુનિવર્સિટીના પ્રોફેસર કૈથરિન ટકરે જાણકારી આપી કે સંશોધકોએ છેલ્લા 31 વર્ષ દરમિયાન આશરે 30,000 લોકોના ખાનપાન, આરોગ્ય અને જીવનશૈલીનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. આમાંથી, તેમણે શોધ્યું કે વધુ પડતા ઈંડા ખાવાથી, તેમાં રહેલા ખરાબ કોલેસ્ટેરોલથી ઘણા રોગો થાય છે.

આ સંદર્ભમાં યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે અહેવાલ આપ્યો છે કે, મોટા ઇંડામાં 200 મિલીગ્રામ કોલેસ્ટેરોલ હોય છે. જો કોઈ વ્યક્તિ એક દિવસમાં 300 mg થી વધુ કોલેસ્ટેરોલનો ઉપયોગ કરે છે, તો હૃદય રોગની સંભાવના 17 ટકા વધી જાય છે. તે જ સમયે, 18% કિસ્સાઓમાં તેમની મૃત્યુનું કારણ પણ બની શકે છે.

ઈંડા ખાવાથી આ સમસ્યાઓ થઈ શકે છે:

હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને ડાયાબિટીસથી પીડાતા દર્દીઓને ઇંડાની જરદી (ઇંડાનો પીળો ભાગ) ખાવો જોઈએ નહીં. હકીકતમાં, તેમાં કોલેસ્ટેરોલનું ઉચ્ચ સ્તર જોવા મળે છે, જે આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તે નપુંસકતા, પગમાં દુખાવો અને પેરાલિસિસની સમસ્યાઓ પણ થઈ શકે છે.

જમતાં જમતાં પાણી પીવાની ભૂલ ના કરશો, ભવિષ્યમાં થઈ શકે છે આ ગંભીર રોગ!
પાણીમાં ચપટી હીંગ નાખીને પીવાથી મળતા ચમત્કારિક ફાયદા, નહીં આવે આ 9 બીમારીઓ

1 કપ ચોખામાંથી ફટાફટ બનાવો 100 પાપડ, 2 વર્ષ સુધી તાજાં રહેશે
First published: June 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...