10 મિનિટથી વધારે ફોન પર વાત કરવાથી ખતરો, જીવ ગુમાવવા પાછળનું મોટું કારણ

News18 Gujarati
Updated: October 5, 2019, 4:09 PM IST
10 મિનિટથી વધારે ફોન પર વાત કરવાથી ખતરો, જીવ ગુમાવવા પાછળનું મોટું કારણ
ફોનમાંથી નીકળતા હાનિકારક કિરણો આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે. સતત મોબાઈલ ફોન પર વાત કરવાથી તેની કરાબ અસર સીધી આપણા મગજ પર પડે છે.

ફોનમાંથી નીકળતા હાનિકારક કિરણો આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે. સતત મોબાઈલ ફોન પર વાત કરવાથી તેની કરાબ અસર સીધી આપણા મગજ પર પડે છે.

  • Share this:
દુનિયામાં ઘણા અલગ અલગ પ્રકારના લોકો હોય છે. અને દરેક લોકોની આદતોમાં પણ ઘણું અંતર હોય છે. પરંતુ આજની આ ઝડપી લાઈફ સ્ટાઈલ અને ટેક્નોલોજીમાં આવતું સતત પરિવર્તનના લોકોને ધીમે આળસુ અને બીમાર બનાવી રહ્યું છે.. હવે તમે વિચારવા લાગ્યા હશો કે ટેક્નોલોજી અને બીમારીને શું લેવા-દેવા? આવો આ વાતને વિસ્તારથી સમજાવીએ..

આજના યુગમાં એક એવી ચીજ ટ્રેન્ડ કરી રહી છે, જેની લોકોને પોતાના શ્વાસ કરતા પણ વધારે જરૂર પડે છે. હવે તમે પાછા વિચારમાં પડી ગયા હશો કે, એવી તો પાછી કઈ ચીજ છે જે આપણા જીવનમાં આટલી અને પોતાના શ્વાસ કરતા પણ વધારે મહત્વની બની ગઈ છે? ચાલો તમને આ સવાલના જવાબ માટે એક હીન્ટ જ આપી દઈએ... આ એક એવી ચીજ છે, જે આજ-કાલ યુવાનો કે વડીલ તો ઠીક પણ બાળકોના જન્મ બાદ ગણતરીના મહિનાઓમાં તેમના માટે પણ શ્વાસથી પણ વધારે જરૂરી બની જાય છે.. આવ્યું સમજમાં કે અમે શેની વાત કરી રહ્યા છે?

ચાલો જણાવી જ દઈએ કે અમે કઈ ચીજની વાત કરી રહ્યા છે. આ એક એવી ચીજ છે, જેના માધ્યમથી આપણે દુનિયામાં અગત્યના મહત્તમ એવા કામો એક જગ્યા બેઠાં બેઠાં જ કરી શકીએ છીએ, જેનું નામ છે 'મોબાઈલ'..

ઘણાં લોકો એવા હોય છે જે ઘરમાં કે રૂબરુ ખૂબ જ ઓછું બોલતા હોય, પણ ફોન પર આખો દિવસ વાત કર્યા જ કરતા હોય, ઘણાં લોકો એવા હોય કે જેમને આખો દિવસ ક્યાંકને ક્યાંક ચેટિંગ ચાલતું રહેતું હોય છે. ઘણાં લોકો તો પોતાના ઑફિસના તમામ કામો પણ મોબાઈલથી જ કરતા જોવા મળે છે.. આમ જોઈએ તો મોબાઈલ અને ઈન્ટરનેટ આપણા જીવનના ઘણાં કામો સરળતાથી પતાવી તો આપે છે પણ સાથે આપણા સ્વાસ્થ્યને ખરાબ કરવા પાછળનું પણ મુખ્ય કારણ બની શકે છે..

શું આપ જાણો છો 10 મિનિટથી વધારે ફોન પર વાત કરવાથી શું થઈ શકે છે?

10 મિનિટથી વધારે ફોન પર વાત કરવાથી આપણા મગજ પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. ફોનમાંથી નીકળતા હાનિકારક કિરણો આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે. સતત મોબાઈલ ફોન પર વાત કરવાથી તેની કરાબ અસર સીધી આપણા મગજ પર પડે છે. 10 મિનિટથી વધારે ફોન પર વાત કરવાથી મગજના સેલ્સ પર ખરાબ પ્રભાવ પડે છે, અને મગજની ગતિવિધિઓમાં ખૂબ જ અડચણો આવવાની શરૂ થઈ જાય છે. અને તેના કારણે મગજનું કેન્સર થવાનો ખતર વધી જાય છે. અને ઘણી વખત તો બ્રેઈન ટ્યૂમર જેવા ગંભીર રોગો પણ થઈ શકે છે.તો હવેથી મોબાઈલ ફોનનો ઉપયોગ બને એટલો ઓછો કરશો, અને રાત્રે સૂતી વખતે બની શકે તો પોતાનો મોબાઈલ ફોન તમારાથી દૂર કોઈ ટેબલ પર જ રાખશો. જેથી મોબાઈલના નુક્સાનકારક કિરણોથી આપણા જીવને સુરક્ષિત રાખી શકાય, જે આપણા સ્વસ્થ જીવન માટે સારી વાત છે.

આ પણ વાંચો - સંભોગ પૂર્વે મણાતા ઑરલ સેક્સમાં આ ચીજ મોં માં જવાથી કેન્સર થઈ શકે

આ પણ વાંચો - 10 મિનિટથી વધારે ફોન પર વાત કરવાથી ખતરો, જીવ ગુમાવવા પાછળનું મોટું કારણ જાણી લો
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर