ચોમાસામાં અવશ્ય ફ્રીઝમાં રાખો ફણગાવેલા મગ, બની જશે આ ટેસ્ટી વાનગી

વરસાદ આવે ત્યારે ઝટપટ બનાવી નાખો ફણગાવેલા મગની કટલેટ..

વરસાદ આવે ત્યારે ઝટપટ બનાવી નાખો ફણગાવેલા મગની કટલેટ..

 • Share this:
  વરસાદી મોસમ વરસાદની સાથે જાણે તીખું-તળેલું ખાવાની ઈચ્છાઓ સાથે જ લઈને આવતી હોય તેવું આપણને લાગે. પરંતુ આવી સીઝનમાં સોથી વધુ પેટની તકલીફ, અપચો અને કબજિયાતની ઈચ્છાઓ થાય છે. તેથી ખાવાની ઈચ્છાને તો નથી મારી શકવાના, પણ તેને બનાવવાની રીતમાં હેલ્ધી ફેરફાર ચોક્કસથી કરી શકાય છે. તો આવો જાણીએ વરસાદ આવે ત્યારે શું બનાવી શકાય!

  ફણગાવેલા મગની કટલેટ બનાવવા માટેની સામગ્રી :

  2 બટાકા
  1 ડુંગળી
  1 વાટકી ફણગાવેલા મગ
  1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
  1 ચમચી લસણ ની પેસ્ટ
  1 વાટકી ફ્રેશ બ્રેડક્રમસ
  ચપટી ગરમ મસાલો
  ચપટી હળદર
  મીઠું
  2 ચમચી કોથમીર
  1/4 ચમચી આમચૂર પાવડર
  તેલ

  ફણગાવેલા મગની કટલેટ બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલ લઈ તેમાં ઉપર જણાવેલ બધી જ સામગ્રી લઈ મિક્સ કરી લો. પછી તેમાંથી કટલેટ બનાવવા માટે મનગમતો આકાર આપી કટલેટ વાળી લો. પછી એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરી કટલેટને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન કલરની થાય તેમ તળી લો. જો તમારે તળેલી કટલેટ ન ખાવી હોય તો તેને કોર્નફ્લોર કે ચોખાના લોટમાં રગદાળી નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય તેમ શેલો ફ્રાય પણ કરી શકો છો. તો તૈયાર છે ફણગાયેલા મગની ગરમા ગરમ કટલેટ.. આ કટલેટને લીલી ચટણી સાથે સર્વ કરો.

  વધેલા ભાતમાંથી આટલી વસ્તુઓ ઉમેરીને બનાવો સ્વાદિષ્ટ ફરસાણ
  Published by:Bansari Shah
  First published: