ચોખાની ખીર કરતાં આ વખતે ખાઈ જૂઓ મગ દાળની ખીર : #Recipe

News18 Gujarati
Updated: April 22, 2019, 2:25 PM IST
ચોખાની ખીર કરતાં આ વખતે ખાઈ જૂઓ મગ દાળની ખીર : #Recipe
News18 Gujarati
Updated: April 22, 2019, 2:25 PM IST
ચોખાની ખીર તો આપણે બધા ઘરે બનાવતા જ હોઈએ છે અને બધાએ ખાધી જ હશે. પરંતુ આજે તમારા માટે મગ દાળની ખીરની રેસિપી જણાવી રહ્યા છીએ. મગ દાળ પ્રોટીન અને મિનરલથી ભરપૂર હોય છે એવામાં જ્યારે તમે તેને દૂધની સાથે મિક્સ કરીને ખીર બનાવો છો તો તેની પોષ્ટિકતા બેગણી વધી જાય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત...

સામગ્રી:

1/2 ચોખા

1/2 કપ મગની દાળ
2 કપ દૂધ
1/2 કપ ગોળ
Loading...

ચપટી ઈલાયચી પાવડર
2 ચમચી ઘી
3 કપ પાણી
કેસર ગરમ દૂધમાં નાંખેલું
1 ચમચી કાજુ 1 ચમચી બદામ 1 ચમચી કિશમિશ

રીત- એક પેનમાં ઘી નાંખીને ગરમ કરો. પછી તેમાં કાજુ-બદામ નાંખીને શેકી ગેસ બંધ કરીને તેમાં કિશમિશ નાંખીને બધુ સારી રીતે મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો. હવે આજ પેનમાં મગની દાળ અને ચોખા નાંખો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. જો તેને શેકવા ના હોય તો તેની જગ્યાએ દાળ-ચોખાને પાણીની સાથે કુકરમાં નાંખીને ધીમી આંચ પર ૨-૩ સીટી વગાડો. જ્યારે તે ચડી જાય તો તેને નીકાળીને અલગ રાખી દો.હવે એક બીજા પેનમાં ઘી નાંખીને તેમાં ચડેલા ચોખા અને મગની દાળ નાંખો. તેમાં ગોળ નાંખીને ધીમી આંચ પર તેને ઘોળવા દો. જ્યારે ગોળ સારી રીતે મિક્સ થઈ જાય અને મિશ્રણ જાડું થઈ જાય તો તેમાં ઈલાયચી પાવડર અને કેસર નાંખો. તેને 2 મિનીટ સુધી થવા દો અને પછી આંચને બંધ કરી દો.હવે આ મિશ્રણમાં શેકેલા કાજુ, કિશમિશ અને બદામ નાંખો. હવે તેમાં ઉકાળીને ઠંડુ કરેલું દૂધ નાંખો અને હવે તે તમારી સ્વાદિષ્ટ હેલ્દી ખીર એકદમ તૈયાર છે. તેને ફ્રીઝમાં રાખીને ઠંડી કરીને ખાઓ"
First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...