Home /News /lifestyle /

શાકભાજી વગર જ લૉકડાઉનમાં ઘરે બનાવો ચટાકેદાર અને સરળ 'ખસ્તા કચોરી'

શાકભાજી વગર જ લૉકડાઉનમાં ઘરે બનાવો ચટાકેદાર અને સરળ 'ખસ્તા કચોરી'

ખસ્તા કચોરી

અત્યારે પરિવારનાં તમામ લોકો આખો દિવસ ઘરમાં જ હોય છે એટલે તેમની નાની મોટી ભૂખને સંતોષવી મુશ્કેલ બની જાય છે.

    દેશમાં કોરોના વાયરસને કારણે 3 મે સુધી હલે લૉકડાઉન લંબાઇ ગયું છે. અત્યારે પરિવારનાં તમામ લોકો આખો દિવસ ઘરમાં જ હોય છે એટલે તેમની નાની મોટી ભૂખને સંતોષવી મુશ્કેલ બની જાય છે. તો આજે આપણે ખસતા કચોરી બનાવતા શીખીએ જેને તમે ચારથી પાંચ દિવસ ફ્રિઝમાં સાચવી શકો છો.

    સામગ્રી
    250 ગ્રામ મગની દાળ
    500 ગ્રામ મેંદો અથવા ઘઉંનો લોટ
    મીઠું, ઘી – પ્રમાણસર

    સુકો મસાલો – તજ, લવિંગ, એલચી, મરી, વરિયાળી, ધાણાજીરું અને 2 સૂકાં લાલ મરચાંને થોડા તેલમાં શેકી, ખાંડી કે મિક્સરમાં ક્રશ કરીને આનો મસાલો બનાવવો. તેમાં 1 ચમચી આમચૂર પાઉડર, 1 ચમચી શેકેલા તલ અને 1 ચમચી શેકેલી ખસખસ નાંખવી.

    લીલો મસાલો – 25 ગ્રામ કોપરાનું ખમણ, 3 લીલા મરચાં, કટકો આદું અને થોડા લીલા ધાણા નાંખી બધું ભેગું કરી વાટવું.

    રીત

    • મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈને વાટવી.

    • એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, મગની દાળ વઘારવી. તેમાં મીઠું,

    • ખાંડ, લીલો મસાલો અને સુકો મસાલો નાંખી થોડી વાર હલાવીને ઉતારી લેવું.

    • મેંદામાં મીઠું અને ગરમ ઘીનું મોણ નાંખી કણક બાંધવી. તમે મોણ લો છો તેનાથી વધારે ઘી લેવું. 1 કલાક ઢાંકીને રહેવા દેવો.

    • જે બાદ 1 ચમચો ઘી લઈ કેળવો અને પછી હાથથી પૂરી બનાવી લેવી. તેમાં પૂરણ ભરી, ગોળાકાર કરવું. પછી દાબી ચપટી કચોરી બનાવવી.

    • પેણીમાં ઘી મૂકી વધારે ગરમ કરી સાધારણ ઠંડું કરવું. પછી ઘીમાં પાંચ કચોરી મૂકી, વધારે તાપ ઉપર પેણી મૂકવી. કચોરી ફૂલે એટલે તાપ ધીમો કરી ઉથલાવવી. બદામી રંગની તળવી.


    આ પણ વાંચો - કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા PM મોદીએ આયુષ મંત્રાલયના આ ઉપાયો સૂચવ્યા

    નોંધ -  પીરસતી વખતે ડિશમાં બે કચોરી મૂકી, તેમાં કાણું પાડી ઉપર વટાણાનો રગડો બનાવી મુકવો. ઉપર આંબલીની ચટણી તથા લીલી ચટણી નાંખવી. તમને ગમે તો તમે ઝીણી સેવ, ડુંગળી પણ ઉપર ભભરાવી શકો છો.

    આ પણ જુઓ - 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lifestyle, Lockdown, આરોગ્ય, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन