વઘાર કર્યા વગર જ બનતા મગની દાળના ઢોકળાં, શરીર ઉતારવા માટે ઉપયોગી વાનગી

News18 Gujarati
Updated: September 7, 2019, 10:45 AM IST
વઘાર કર્યા વગર જ બનતા મગની દાળના ઢોકળાં, શરીર ઉતારવા માટે ઉપયોગી વાનગી
તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો, કારણ કે તેમાં તેલું પ્રમાણ નથી હોતું.

તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો, કારણ કે તેમાં તેલું પ્રમાણ નથી હોતું.

  • Share this:
ગુજરાતીઓની થાળીમાં છપ્પન ભોગ ભલે પીરસ્યા હોય, પણ ફરસાણ વગર તો મજા જ ના આવે. ત્યારે  મગની ફોતરાંવાળી દાળના પોચાં ઢોકળાં, જે શરીર ઉતારવા માટે ઉપયોગી વાનગી છે. આ તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો, કારણ કે તેમાં તેલું પ્રમાણ નથી હોતું.

મગની ફોતરાંવાળી દાળના પોચાં ઢોકળાં બનાવવા માટે જોઈશે નીચે મુજબની સામગ્રી:

સામગ્રી:

1 કપ મગની ફોતરાંવાળી દાળ
3 લીલાં મરચા
1" આદુ નો ટુકડો1/2 ચમચી હીંગ
સ્વાદ પ્રમાણે મીઠું
1 કપ કોથમીર
જીરૂ
1 ચમચી તેલ
1 ચમચી ઈનો

મગની ફોતરાંવાળી દાળના પોચાં ઢોકળાં બનાવવાની રીત: સૌ પ્રથમ મગની ફોતરાંવાળી દાળ લઈ તેને સરખી રીતે 2-3 વખત ધોઈને આખી રાત અથવા લગભગ 6 કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેમાંથી ફોતરાં અને વધારાનું પાણી કાઢી નીતારી લો. ત્યારબાદ આ દાળને મિક્સર જારમાં લઈ તેમાં આદુનો ટૂકડો ઉમેરી આ દાળને વાટી લો. પછી તેમાં હીંગ અને મીઠું નાખી બરાબર હલાવી લો. છેલ્લે તેમાં ઈનો ઉમેરી એક જ દિશામાં હલાવી લો. હવે એક થાળી લઈ તેમાં તેલ લગાવી બનાવેલું ખીરૂં રેડો. થાળીને સહેજ થપથપાવી લો, જેથી ખીરું બરાબર આખી થાળી માં સેટ થઈ જાય. તેના ઉપર થોડી કોથમીર અને જીરૂ ભભરાવો. પછી તેને 15 થી 20 મિનિટ માટેજરૂર મુજબ સ્ટીમ કરવા મુકો. સ્ટીમ થઈ જાય એટલે ઠંડા કરી ઢોકળાના ટુકડા કરી ગરમા ગરમ પીરસો. આ ઢોકળાં તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો
First published: September 7, 2019, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading