શરીર ઘટાડવાનું વિચારી રહ્યા છો? તો આજથી જ શરૂ કરો 'મગ અને પનીરનો સૂપ'

 • Share this:
  મગ અને પનીરનો સૂપ બનાવવા માટેની સામગ્રી :
  1/3 કપ આખા મગ
  1 ચમચી જીરું
  1/2 ચમચી રાઈ
  1/4 ચમચી હીંગ
  1 લીલું મરચું
  2 ચમચી લો ફેટ પનીર
  4-5 પાન મીઠો લીમડો
  1 ચમચી લીંબુનો રસ
  2 ચમચી તેલ
  મીઠું
  કોથમીર

  બનાવવા માટેની રીત : સૌ પ્રથમ મગને સરખી રીતે ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેમાંથી પાણી કાઢી 3 કપ પાણી ઉમેરી પ્રેશર કુકરમાં મગ રંધાઈ જાય ત્યાં સુધી રાંધી બાજુ પર મુકો. ત્યારબાદ એક નોન-સ્ટીક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાઈ નાખી તતડવા લાગે ત્યારે તેમાં હીંગ, લીલાં મરચા અને લીમડો નાખી સાંતળી લો. પછી તેમાં મગ, લીંબુનો રસ, ખમણેલું પનીર, મીઠું અને 1 કપ પાણી નાખી ધીમા તાપે 5 મિનીટ ઉકાળી લો. છેલ્લે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.

  જો તમને ગળપણ પસંદ હોય તો ચપટી ખાંડ ઉમેરી શકો છો. પણ જો તમે હેલ્થ માટે પી રહ્યા હોય તો બને એટલી ખાંડ નાખવાની ટાળજો.
  Published by:Bansari Shah
  First published: