આપણે અનેક અલગ અલગ સ્વાદ વાળી ખીચડીઓ ખાધી હશે. પરંતુ આજે અમે આપને જણાવી રહ્યા છીએ એક એવી ખીચડીની રેસિપી કે જે ખાઈને તમને બીજી કોઈ ખીચડી નહીં ભાવે.. તો ચાલો નોંધી લો તેની રેસિપી...
સૌ પ્રથમ દાળ અને ચોખાને સરખી રીતે પાણીથી 3 થી 4 વખત ધોઈને સાફ કરી તેને અડધી કલાક અથવા 15થી 20 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી લઈ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં જીરૂ, સૂકા ખડા મસાલા,સૂકા લાલ મરચાં અને મીઠા લીમડોનો વઘાર કરો. પછી તેમાં ઝીણાં સમારેલા લીલાં મરચાં, ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણાં સમારેલા ટામેટા ઉમેરી 2 મિનિટ સાંતળી લો. પછી તેમાં હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી 2 મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં આ ત્રણેય દાળ-ચોખાને મિક્સ કરી, તેમાં દાળ ત્રણ આંગળી ડૂબે એટલું પાણી ઉમેરો. તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી દો. ત્યારબાદ કુકરને બંધ કરી કૂકરમાં 3થી 4 સીટી વગાડી ખીચડીને બરાબર પાકવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરીને કૂકર ખૂલે એટલે ખીચડીને બરાબર હલાવી લો. આ મસાલેદાર ખીચડીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી પાપડ, છાશ અને અથાણા સાથે જ ગરમા ગરમ સર્વ કરો.