Home /News /lifestyle /Monsoon Health Tips: લાઈફસ્ટાઈલમાં કરો આ બદલાવ અને ચોમાસામાં પણ રહો સ્વસ્થ અને તંદુરસ્ત
Monsoon Health Tips: લાઈફસ્ટાઈલમાં કરો આ બદલાવ અને ચોમાસામાં પણ રહો સ્વસ્થ અને તંદુરસ્ત
ચોમાસામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત ના હોય તે વ્યક્તિને ખૂબ જ જલ્દી ઈન્ફેક્શન લાગી જાય છે. આ કારણોસર દૈનિક આહારમાં ફળ, શાકભાજી અને અનાજ સહિત સંતુલિત આહાર શામેલ કરો. ગ્રીન ટીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
ચોમાસું આવતા જ ગરમીથી રાહત મળે છે, પરંતુ વરસાદની સાથે સાથે બીમાર પડવાનું અને સંક્રમણ થવાનું જોખમ પણ વધે છે. શિયાળો અને ઉનાળાની સરખામણીએ ચોમાસામાં વાયરસ અને બેક્ટેરિયાના સંપર્કમાં આવવાનું જોખમ બમણું થઈ જાય છે.
વાતાવરણ ભેજયુક્ત થઈ જવાને કારણે હાનિકારક બેક્ટેરિયામાં વૃદ્ધિ થાય છે. જેના કારણે આરોગ્ય સંબંધિત અનેક મુશ્કેલીઓ થવા લાગે છે. જ્યાં સુધી સામાન્ય બિમારીના કોઈ વધુ લક્ષણ જોવા ના મળે અથવા આરોગ્ય પર ગંભીર અસર જોવા ના મળે ત્યાં સુધી બિમારી વિશે જાણી શકાતું નથી. આ કારણોસર ચોમાસામાં પ્રાથમિક નિદાન તથા સ્વચ્છતાના ઉપાયો અપનાવીને સુરક્ષિત રહી શકાય છે.
રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવો (Strengthen your immunity)
જો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત ના હોય તે વ્યક્તિને ખૂબ જ જલ્દી ઈન્ફેક્શન લાગી જાય છે. આ કારણોસર દૈનિક આહારમાં ફળ, શાકભાજી અને અનાજ સહિત સંતુલિત આહાર શામેલ કરો. ગ્રીન ટીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ચોમાસામાં વાયરલ તાવ, બેક્ટેરિયરલ તથા અન્ય પેરેસિટીક ઈન્ફેક્શન થવાના કેસ સામે આવે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો ચોમાસામાં થતી આ પ્રકારની બિમારીઓથી બચી શકાય છે.
સ્વચ્છતાનું ધ્યાન રાખો. ત્વચા ડ્રાય રહે તેવા પ્રયાસ કરો અને સ્વચ્છતા પ્રત્યે સજાગ રહો. જો ત્વચા ભીની હોય તો સરળતાથી બેક્ટેરિયા તમારા શરીર પર હુમલો કરી શકે છે, જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
હાઈડ્રેટ રહો (Stay hydrated)
ચોમાસા દરમિયાન તરસ ઓછી લાગે છે જેના કારણે વ્યક્તિ પાણી પીવાનું ઓછું કરી છે. કોઈપણ ઋતુ હોય શરીર હાઈડ્રેટ રહે તે જરૂરી છે. પેટ સંબંધિત બિમારીઓના જોખમને ઓછું કરવા માટે ખૂબ જ વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. સવારે આદુવાળી ચા, કેમોમાઈલ ચાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
સ્ટ્રીટ ફૂડનું સેવન ના કરવું (Avoid having street food)
રસ્તા પર વેચાતા શાકભાજી અને ફળોથી દૂર રહેવું જોઈએ. સામાન્ય રીતે રસ્તાઓ પર પાણી અને કીચડ હોય છે. જે અનેક પ્રકારના બેક્ટેરિયા માટે ઈન્ક્યૂબેટર બનાવે છે. રસ્તાઓ પર ખુલ્લા પડેલા ખાદ્ય પદાર્થમાં સંક્રામક બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. આ કારણોસર તે ખાદ્ય પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર