Monsoon Healthy Food Tips: ચોમાસામાં આ જ્યૂસનું નિયમિત સેવન કરો, બીમારીઓ રહેશે દૂર

કાચા ટામેટા કે તેના જ્યૂસનું સેવન કરવાથી રોગ પ્રતિકારણ ક્ષમતાને મજબૂત કરવામાં મદદ મળે છે. (તસવીર- Shutterstock)

Monsoon Immunity Booster Juice: આ જ્યૂસના સેવનથી શરદી-ખાંસી જેવી સમસ્યાથી રાહત મળે છે અને ચોમાસામાં થતી વાયરલ બીમારીથી બચી શકાય છે

  • Share this:
Monsoon Immunity Booster Juice: ચોમાસા (Monsoon)ની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. ચોમાસામાં અનેક પ્રકારની વાયરલ બીમારીઓનું (Viral Diseases) સંક્રમણ થાય છે. જેમાં તાવ અને ત્વચાની એલર્જી પણ શામેલ છે. કોરોનાની બીજી લહેરનું ભયંકર રૂપ જોયા બાદ લોકોમાં કોરોનાનો ખૂબ જ ડર જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ ઈમ્યૂન સિસ્ટમ (Immune System) મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહી છે. ડૉકટર્સ અનુસાર ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોવાથી કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત ના હોવાના કારણે વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓના ચપેટમાં આવી જાય છે.

અનેક લોકો સર્દી અને ખાંસીનો સામનો કરે છે. આ પ્રકારના લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, આ કારણોસર અનેક બીમારીઓનું સંક્રમણ થઈ જાય છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સ્વાસ્થ્યપ્રદ ભોજનની જરૂરિયાત હોય છે. આયુર્વેદિક મસાલા અને જ્યૂસની મદદથી ઈમ્યુનિટી મજજબૂત થાય છે. અહીંયા એક ખાસ પ્રકારના જ્યૂસ વિશેની જાણકારી આપવામાં આવી છે. આ જ્યૂસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તમે જ્યૂસનું નિયમિત સેવન કરી શકો છો. આ જ્યૂસનું સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાથી રાહત મળે છે અને ચોમાસામાં થતી વાયરલ બીમારીથી બચી શકાય છે.

આ પણ વાંચો, ચરબી ઘટાડવી હોય તો ખાઓ મખાના, ઝડપથી ઘટશે વજન: અહીં જાણો તેના ફાયદા

ટામેટાનું જ્યૂસ

રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ટામેટાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. ટામેટામાં વિટામીન સી ની અધિક માત્રા રહેલી છે. વિટામીન સી શરીરમાં એન્ટી ઓક્સીડેન્ટનું કામ કરે છે. એન્ટી ઓક્સીડેન્ટથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કાચા ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ટામેટાનું જ્યૂસ કેવી રીતે બનાવવું તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

સામગ્રી
>> 1 કપ પાણી
>> 1 ચપટી મીઠું
>> 2 ટામેટા

આ પણ વાંચો, Healthy Food: મેથીના દાણા તમને મોટી બીમારીઓથી રાખશે દૂર, જાણો તેના ફાયદાઓ

ટામેટાનું જ્યૂસ બનાવવાની રેસિપી

સૌથી પહેલા ટામેટાને ધોઈને સાફ કરી લો. ટામેટાના નાના-નાના ટુકડા કરીને જ્યૂસરમાં નાખી દો. હવે જ્યૂસરના જારમાં એક કપ પાણી નાખીને 4-5 મિનિટ સુધી ચલાવો. એક ગ્લાસમાં ટામેટાનું જ્યૂસ કાઢીને તેમાં મીઠું નાખો. હવે તમે આ જ્યૂસનું સેવન કરી શકો છો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:Mrunal Bhojak
First published: