ચોમાસામાં સિઝનલ બીમારીઓનો ખતરો, તંદુરસ્ત રહેવા આટલી બાબતોને નજરઅંદાજ ના કરશો

ચોમાસામાં સિઝનલ બીમારીઓનો ખતરો, તંદુરસ્ત રહેવા આટલી બાબતોને નજરઅંદાજ ના કરશો Image Credit : Shutterstock

ચોમાસામાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને અનેક સિઝનલ બીમારીઓ પણ ભરડો લેવા લાગે છે. અનેક લોકો તેનો શિકાર બને છે. આવી સ્થિતિમાં પોતાને અને પરિવારના સભ્યોને તંદુરસ્ત રાખવાની જવાબદારી વધી જાય છે

  • Share this:
Monsoon Health Care Tips : ચોમાસુ આવે એટલે રંગત લાવે. ખાવા, પીવા અને કુદરતનું વહાલ માણવા મળે. જોકે, ચોમાસામાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને અનેક સિઝનલ બીમારીઓ પણ ભરડો લેવા લાગે છે. અનેક લોકો તેનો શિકાર બને છે. આવી સ્થિતિમાં પોતાને અને પરિવારના સભ્યોને તંદુરસ્ત રાખવાની જવાબદારી વધી જાય છે. એક તરફ કોરોના મહામારી દેશભરમાં હાહાકાર મચાવી રહી છે, બીજી તરફ જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ડેન્ગ્યૂ જેવી બીમારીની ઝપટે ચડી જાવ તો તે મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેથી ચોમાસામાં તમારા ખાનપાન અને જીવનશૈલીની કાળજી લેવી જોઈએ. ફાર્મસી ડોટ ઇનના મત મુજબ ચોમાસામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઈ જાય છે. જેથી થોડી બેદરકારીથી બેક્ટેરિયાનો શિકાર બની શકીએ છીએ. ત્યારે ચાલો રોગોથી બચવા શું કરી શકાય તે જાણીએ.

વિટામિન સી યુક્ત ખોરાક

ચોમાસામાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. જે કારણે વાયરલ તાવ, એલર્જી સહિતની તકલીફોનું કારણ બને છે. જેથી ચોમાસામાંમાં આપણે વિટામિન સીથી ભરપૂર સ્પ્રાઉટ, લીલા શાકભાજી, નારંગી સહિતનો ખોરાક ખાવો જોઈએ.

જંકફૂડથી દૂર રહો

ચોમાસામાં શક્ય એટલું ઘરનું ભોજન લો. જંક ફૂડ અથવા સ્ટ્રીટ ફૂડ પર ઘણા પ્રકારના ખતરનાક સુક્ષ્મસજીવો અસ્તિત્વમાં આવે છે. જેના ઝેરથી શરીર બીમાર થઈ શકે છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં 2-4 સપ્તાહની અંદર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર - ટાસ્ક ફોર્સ

ઇમ્યુનિટી વધારો

રોગપ્રતિકારક શક્તિ વધારતા ભોજન લો. તાજા ફળ, શાકભાજી સહિતનું સેવન કરો.

ભોજનમાં દહીં જેવા પદાર્થો સામેલ કરો

તમારા ભોજનમાં દહી જેવા ખોરાકનો સમાવેશ કરો. તેમાં હાજર પ્રોબાયોટીક્સ પેટના સારા બેક્ટેરિયાને સ્વસ્થ બનાવે છે. જે આપણને અનેક રોગોથી સુરક્ષિત રાખે છે. દક્ષિણ ભારતીય ઇડલી, ડોસા અને ખીરાયુક્ત ખોરાક પ્રોબાયોટીક્સનો સ્રોત છે. જે શરીર માટે સારા રહે છે.

આથોવાળો ખોરાક

આથો આવે તે પ્રક્રિયા ખોરાકના પોષક તત્વોમાં વધુ વધારો કરે છે. જેથી આવા ખોરાકનો તમારા ભોજનમાં સમાવેશ કરવો વધુ સારું છે.

સ્વચ્છતા ખૂબ જરૂરી

આમ તો કોરોના વાયરસે લોકોને સ્વચ્છતાનો મતલબ સમજવી જ દીધો છે. આપણી આદતો બદલાઈ છે. ચોમાસામાં પણ હાઇજિન ખૂબ જરૂરી છે.

મચ્છરોથી દૂર રહો

મચ્છરોથી શક્ય હોય તેટલા દૂર રહો. મચ્છર દાનીનો ઉપયોગ કરો. મચ્છરોની ઉત્પત્તિ ના થાય તેની કાળજી રાખો. તૂટેલા વાસણ, કુંડા, કુલર જેવી વસ્તુઓમાં મચ્છરની ઉત્પત્તિ થાય નહીં તેની દરકાર કરો. ધ્યાન રખવાથી તમે ડેન્ગ્યૂ, મેલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીથી બચી શકો છો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યૂઝ18 તેની પૃષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: