Home /News /lifestyle /

Monsoon Do's and Don'ts: માણો ચોમાસાનો ભરપૂર આનંદ, પણ ક્યારેય ન કરશો આ ભૂલો

Monsoon Do's and Don'ts: માણો ચોમાસાનો ભરપૂર આનંદ, પણ ક્યારેય ન કરશો આ ભૂલો

Monsoon Tips

Monsoon Season Health and Beauty Tips: ચોસામાનો ભરપૂર આનંદ (Joy of Monsoon) લેવાની સાથે સ્વાસ્થ્ય (Health)નું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. ડાયટથી લઇને સ્વચ્છતા સુધી દરેક નાની વાત આપણા સ્વાસ્થ્યને ચોમાસા દરમિયાન અસર કરે છે. તેથી આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એવી વાતો વિશે જેનું તમારા આ ઋતુ (Do's & Dont's in Monsoon) દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઇએ.

વધુ જુઓ ...
  Monsoon Season Safety Tips: ઠંડા પવન અને હવામાન સાથે ચોમાસું ઘણી બધી અન્ય સમસ્યાઓ (Problems in Monsoon) પણ સાથે લઇને આવે છે. પાણીજન્ય રોગો, વાયરસ અને ગંદકી પણ અકડાવી શકે છે. તે જ કારણ છે કે ચોસામાનો ભરપૂર આનંદ (Joy of Monsoon) લેવાની સાથે સ્વાસ્થ્ય (Health)નું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. ડાયટથી લઇને સ્વચ્છતા સુધી દરેક નાની વાત આપણા સ્વાસ્થ્યને ચોમાસા દરમિયાન અસર કરે છે. તેથી આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એવી વાતો વિશે જેનું તમારા આ ઋતુ (Do's & Dont's in Monsoon) દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઇએ.

  ખોરાક અને ડાયટ


  શું કરવું?
  - ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગોથી બચવા ઉકાળેલું પાણી પીવું.
  - દિવસ દરમિયાન 9-10 ગ્લાસ પાણી અવશ્ય પીવો.
  - બહારનું કે તળેલી વાનગીઓની જગ્યાએ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનો આગ્રહ રાખવો.
  - બાફેલા કે ગ્રીલ કરેલા શાકભાજી ખાવા.
  - ચોમાસા દરમિયાન ઇન્ફેક્શનથી બચવા ફુદિનાના પાન, તુલસી, આદું અને લસણને તમારા ખોરાકમાં સામેલ કરો.

  આ પણ વાંચો: આપણે ઈચ્છીએ કે મચ્છરોનો થાય ખાતમો પરંતુ વૈજ્ઞાનિકો મચ્છરોને બચાવવા કરી રહ્યા છે મથામણ, જાણો કેમ?

  શું ન કરશો?
  - બહારનો ખોરાક કે તળેલા વાનગીઓ ખાવાનું ટાળો. આ ઉપરાંત બહારના પીણા કે જ્યુસ પણ પીવાથી બચવું જોઇએ.
  - જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જઈ રહ્યા છો તો કાચા સલાડ, દહીં અને માંસાહારી વાનગીઓ ખાવાનું ટાળો.
  - ફળોને કાપીને સ્ટોર ન કરવા કે તે ફળો ન ખાવા.

  ટ્રાવેલિંગ


  શું કરવું?
  - બહાર જતી સમયે છત્રી અથવા રેઇનકોટ, વોટરપ્રૂફ બેગ્સ અવશ્ય સાથે રાખો.
  - તમારી કારનું ઇન્સ્યોરન્સ, ખાદ્યચીજો, ફર્સ્ટ-એડ બોક્સ અને મચ્છર દાની સાથે રાખો.
  શું ન કરવું?
  - વધારે ભારે કે સરળતાથી સુકાય નહીં તેવા કપડા ન પહેરવા.
  - લેધર કે શુડ શૂઝ ન પહેરવા.
  - વધારે ઝડપથી કે ઓવરસ્પીડમાં ડ્રાઇવિંગ ન કરવું.
  - બીચ પર જતા પહેલા ત્યાંના ચોમાસાની સ્થિતિ અને દરિયાની સપાટી વિશે ખાસ તપાસ કરવી.

  હેર કેર


  શું કરવું?
  - તમારા વાળને સરખી રીતે સુકવો. વાળને નિયમિત ધોવાનો આગ્રહ રાખવો.
  - ચોમાસા દરમિયાન માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો. કન્ડિશનરનો ઉપયોગ કરવો.
  - હોમમેડ હેર પેક લગાવી શકો છો.
  શું ન કરવું?
  - વાળ પલળી ગયા પછી હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો.
  - ચોમાસા દરમિયાન હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો. ઉપરાંત વધારે સ્ટ્રોંગ શેમ્પૂનો ઉપયોગ ન કરવો.
  - ભીના વાળને બાંધશો નહીં.

  આ પણ વાંચો: Tips and Tricks: કબૂતરના ચરકથી બાલ્કની થાય છે ગંદી? અજમાવો આ ટ્રિક, ચપટીમાં થઈ જશે સાફ

  ત્વચા


  શું કરવુ?
  - ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણીએ ન્હાવાનો આગ્રહ રાખવો.
  - ન્હાયા બાદ મોઇશ્ચરાઝીંગ લોશન જરૂર લગાવવું.
  - તમારા ચહેરાને દિવસમાં 2-3 વાર ફેશવોશથી જરૂર ધોવો.
  - યોગા અને મેડિટેશન કરો, જેથી તમામ પ્રકારનો તણાવ કે ચિંતાથી દૂર રહી શકો.
  - સૂતા પહેલા તમારા ચહેરા પરથી મેકઅપ રીમૂવ કરવાનું ન ભૂલશો.
  - ચોમાસામાં વોટરપ્રૂફ અને જેલ બેઝ્ડ કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો.
  શું ન કરવું ?
  - વરસાદમાં વધુ ભીંજાવાનું ટાળશો. કોફી અને શરાબનું સેવન ન કરવું.

  આહાર


  શું કરવું ?
  - તમારા પગને સૂકા રાખવા. જો તમારા પગ વધુ પલળ્યા હોય તો શેક કરો.
  - તમારા નખને નિયમિત કાપવો અને ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરો.
  - હંમેશા ઓપન શૂઝ પહેરો. જેથી સરળતાથી સુકાઇ શકે.

  શું ન કરવું?
  - શરીરમાં કોઇ પણ ઇજા કે ઘાવ થાય તો તેને નજરઅંદાન ન કરવા.
  - ચોમાસા દરમિયાન મોજા પહેરવાનું ટાળવું.
  Published by:Rahul Vegda
  First published:

  આગામી સમાચાર