આ ફૂડનું ચોમાસામાં બિલકુલ પણ ન કરો સેવન, પાચન પ્રક્રિયા રહેશે તંદુરસ્ત

(તસવીર - shutterstock.com))

Monsoon diet- વરસાદની ઋતુમાં જઠરાગ્નિ નબળી પડી જવાને કારણે પાચન સંબંધિત સમસ્યા (Digestive System) ઉત્પન્ન થાય છે

  • Share this:
વરસાદની ઋતુમાં જઠરાગ્નિ નબળી પડી જવાને કારણે પાચન સંબંધિત સમસ્યા (Digestive System) ઉત્પન્ન થાય છે. દૈનિક જાગરણમાં પ્રસારિત થયેલ રિપોર્ટ અનુસાર ફ્લોરેસ હોસ્પિટલના સીનિયર ફિઝિશ્યન ડૉ. એમ.કે.સિંહે જણાવ્યું કે, અન્ય ઋતુની તુલનાએ ચોમાસામાં પાચન સંબંધિત સમસ્યા અધિક જોવા મળે છે. અપચાથી લઈને ગેસ્ટ્રોએંટ્રાઈટિસ સમસ્યા થવાનું જોખમ રહે છે. રિપોર્ટમાં ડૉ. એમ.કે.સિંહે જણાવ્યું કે, પાચનતંત્ર સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. પાચનતંત્ર યોગ્ય ના હોવાના કરણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

પાચનતંત્ર સાથે જોડાયેલ સમસ્યા

ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાના કારણે પાચન પ્રક્રિયા પર વિપરિત અસર પડે છે. આ કારણોસર ગેસ, કબજિયાત, ડાયેરિયા, ગેસ્ટ્રોએંટ્રાઈટિસ, ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યા થાય છે.

ફૂડ પોઈઝનિંગ

ચોમાસામાં ભોજનના કારણે ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ રહે છે. બેક્ટેરિયા, વાયરસ માઈક્રોબ્સ, વિષાક્ત પદાર્થોયુક્ત ભોજન કરવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. અત્યારે સાફ-સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને નિયમિતરૂપે હાથ ધોતા રહેવું જોઈએ. ફળ અને શાકભાજીને યોગ્ય રીતે સાફ કરીને જ તેનો ઉપયોગ કરો. બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ઘરે બનેલ ભોજનનું જ સેવન કરવું જોઈએ.

ડાયેરિયા

વિભિન્ન પ્રકારના બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઈટ્સના કારણે ડાયેરિયા થાય છે. ચોમાસામાં આ પ્રકારના બેક્ટિરિયા અધિક એક્ટીવ રહે છે. દૂષિત ભોજન અને દૂષિત પાણીનું સેવન કરવાથી ડાયેરિયા થાય છે. જો ડાયેરિયાની ગંભીર અસર થાય તો, ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે. જેના કારણે સ્વાસ્થ્યની અધિક સમસ્યા થાય છે. નાના બાળકો, કુપોષિત લોકો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ડાયેરિયા થવાનું જોખમ અધિક રહે છે.

કબજિયાત

ચોમાસામાં લોકો તળેલું અને મસાલેદાર ભોજન કરવાનું અધિક પસંદ કરે છે. ચા, કોફી અને અન્ય વસ્તુઓનું સેવન કરવાની ઈચ્છા થાય છે. આ તમામ વસ્તુઓને કારણે પાચન પ્રક્રિયા પર અસર થાય છે. આ ઋતુમાં ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ અને ફિઝિકલી એક્ટિવ રહેવું જોઈએ, જેનાથી કબજિયાતની સમસ્યાથી બચી શકાય છે.

આ પણ વાંચો - Health Tips: આ 5 વસ્તુઓનું કરો ઘી સાથે સેવન, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદા

અપચો

ચોમાસામાં અધિક કેલરીયુક્ત ભોજનનું સેવન કરવામાં આવે છે, પરંતુ શરીર અધિક કેલરીયુક્ત ભોજનને પચાવી શકતું નથી. આ કારણોસર અપચા (Indigestion) ની સમસ્યા થાય છે. ભોજન યોગ્ય રીતે ના પચવાને કારણે પેટ ફૂલાય છે અને બેચેની વર્તાય છે. આ કારણોસર જરૂરિયાત અનુસાર કેલરીયુક્ત અને પોષણયુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ.

પાચન પ્રક્રિયાને તંદુરસ્ત રાખો આ ઉપાય કરો


ઘરે બનાવેલ ભોજનનું સેવન કરવું જોઈએ.
ખુલ્લામાં વેચાતુ ભોજન અને સ્ટ્રીટ ફૂડનું સેવન ના કરવું જોઈએ.
ફળ અને શાકભાજીને યોગ્ય રીતે સાફ કરીને તેનું સેવન કરવું.
ઉકાળેલું પાણી જ પીવો.
નિયમિત કસરત કરો.
સવારે હુંફાળું લીબું પાણી પીવો.
ભોજનમાં લસણ, આદુ, જીરૂ, હળદર અને ધાણાજીરૂ જરૂરથી ઉમેરો, તેનાથી અપચો થવાની સમસ્યા થતી નથી.
ભોજન કર્યા બાદ થોડી વાર જરૂરથી ચાલવું જોઈએ.
જંકફૂડ અને તળેલું ભોજન ના કરવું.
કેફીન યુક્ત પદાર્થોનું સીમિત માત્રામાં સેવન કરવું.
First published: