Home /News /lifestyle /ચોમાસામાં ત્વચાની સમસ્યાથી રાહત આપશે મુલતાની માટી, આવી રીતે બનાવો ફેસપેક

ચોમાસામાં ત્વચાની સમસ્યાથી રાહત આપશે મુલતાની માટી, આવી રીતે બનાવો ફેસપેક

મુલતાની માટી એક નેચરલ ઈનગ્રેડિએન્ટ છે, જેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ અને રેડિએન્ટ રહે છે.

મુલતાની માટી એક નેચરલ ઈનગ્રેડિએન્ટ છે, જેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ અને રેડિએન્ટ રહે છે.

    Multani Mitti Face Pack For Monsoon : વરસાદની ઋતુ (Monsoon) શરૂ થતા મોઢા પર ખીલની સમસ્યા થવા લાગે છે. ચહેરા પર બ્લેકહેડ્સ અને વાઈટડેડ્સની સમસ્યા પણ સતાવે છે. આ પ્રકારની સમસ્યા થતા આપણે પરેશાન થઈએ છીએ. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મુલતાની માટી (Multani Mitti)નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. મુલતાની માટી એક નેચરલ ઈનગ્રેડિએન્ટ છે, જેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ અને રેડિએન્ટ રહે છે. ચહેરા પર પોર્સમાંથી નીકળતા એકસ્ટ્રા ઓઈલ અને ગંદગીને બહાર કાઢવાનું કામ મુલ્તાની માટી કરે છે. મુલ્તાની માટી નેચરલ હોવાથી તે તમારી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી. મુલતાની માટીનું ફેસ માસ્ક (Face Mask) બનાવીને તેનો ઉપયોગ કરવાથી ચોમાસામાં થતી ત્વચાની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

    મુલતાની માટીનો આ રીતે કરો ઉપયોગ

    બટાકાનો રસ અને મુલતાની માટી

    મુલતાની માટી એક નેચરલ સોર્સ છે, તેની સાથે બટાકાનો રસ પણ પ્રાકૃતિક રૂપે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. તે માટે બટાકાને છીણી લો અને છીણેલ બટાકાને કપડામાં લઈને તેનું બધુ જ પાણી નીચોવી લો. હવે બટાકાના રસમાં એક ચમચી મુલતાની માટી મિશ્ર કરો. જો તમારી ત્વચા ડ્રાય છે તો તમે તેમાં વિટામીન ઈની કેપ્સૂલ નાખી શકો છો. આ પેસ્ટને તમારા ચહેરા અને ડોક પર સરખી રીતે એપ્લાય કરો અને 8 થી 10 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ટોનર અને મોઈશ્ચરાઈઝર લગાવો.

    નાગકેસર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, જાણો તેના અન્ય ફાયદા

    એલોવેરા અને મુલતાની માટી

    જો તમારી ત્વચા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તો તમે એલોવેરા સાથે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા અને મુલતાની માટીનો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે. એક વાટકીમાં એલોવેરા જેલ લો અને તેમાં મુલતાની માટી તથા ગુલાબજળ મિશ્ર કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવી લો અને આંખો પર કાકડીના ટુકડા મુકો. આ પેસ્ટ 15 મિનિટ સુધી લગાવીને રાખો. 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો અને ત્યાર બાદ મોઈશ્ચરાઈઝર લગાવો.

    ચોમાસામાં મધના સેવનથી થાય છે અકલ્પનિય ફાયદા, આવી રીતે કરો ઉપયોગ

    મુલતાની માટી, હળદર અને દહીં

    ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે 2 ટેબલસ્પૂન મુલતાની માટી, 1 ટેબલસ્પૂન દહીં અને એક ચપટી હળદરને મિશ્ર કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખો. ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવો.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: Beauty, Beauty Tips, Face pack, Lifestyle