Monkeypox Symptoms: કઈ રીતે મંકીપોક્સની કરશો ઓળખ? આ રોગથી બચવાના આ રહ્યા ઉપાય
Monkeypox Symptoms: કઈ રીતે મંકીપોક્સની કરશો ઓળખ? આ રોગથી બચવાના આ રહ્યા ઉપાય
કઈ રીતે મંકીપોક્સની કરશો ઓળખ?
Symptoms of monkeypox: મંકીપોક્સ એક ચેપી રોગ છે જે ચેપગ્રસ્ત સ્થળોની મુલાકાત લેવાથી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. દર્દીઓના તબીબી રેકોર્ડના વિશ્લેષણ મુજબ જે શહેરી વિસ્તારના રહેવાસીઓ હતા, મંકીપોક્સ ચેપ ધરાવતા 98 ટકા લોકો ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો હતા.
આપણે જોઈએ છીએ કે હાલમાં દુનિયાભરમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. જેની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે (Cases of monkeypox India). 14 જુલાઈના રોજ કેરળમાં મંકીપોક્સથી સંક્રમિત પ્રથમ દર્દી મળી આવ્યો હતો (first case of monkeypox in India). જે બાદ ગાઝિયાબાદમાં પાંચ વર્ષની બાળકીના સેમ્પલને શંકાના આધારે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં રવિવારે મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. લગભગ ત્રણ દિવસ પહેલા ચેપગ્રસ્તમાં મંકીપોક્સના લક્ષણો દેખાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ વ્યક્તિનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, જોકે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેપગ્રસ્ત વ્યક્તિ તાજેતરમાં મનાલીમાં એક પાર્ટીમાં ગયો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં મંકીપોક્સના ચાર કેસ નોંધાયા છે.
પ્રશ્ન એ છે કે મંકીપોક્સના લક્ષણો કેવી રીતે ઓળખવા? (How to recognize the symptoms of monkeypox?) મંકીપોક્સથી બચવાના ઉપાયો શું છે? (how to prevent monkeypox) મંકીપોક્સના લક્ષણો જાણીને (symptoms of monkeypox), તમે સમયસર સારવાર મેળવી શકો છો, તેમજ મંકીપોક્સથી બચવાના ઉપાયો અપનાવીને તેના ફેલાવાને અટકાવી શકો છો. ચાલો જાણીએ મંકીપોક્સના લક્ષણો, સારવાર અને નિવારણ.
અમર ઉજાલા ડોટ કોમમાં છપાયેલા એક લેખ અનુસાર, લગભગ 13 ટકા દર્દીઓને મંકીપોક્સના કારણે દાખલ કરવા પડ્યા હતા. આ લોકોમાં ફોલ્લીઓ, તાવ, સુસ્તી, માયાલ્જીયા માથાનો દુખાવો અને લીંફ નોટ્સ જેવા લક્ષણો નોંધવામાં આવ્યા છે. તેના લક્ષણો 2 થી 4 અઠવાડિયા સુધી રહી શકે છે. મંકીપોક્સના લક્ષણો જીવલેણ નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
સંક્રમિત વ્યક્તિમાં મંકીપોક્સ ઓળખવા માટેઆટલી વસ્તુઓ જો ધ્યાનમાં આવે તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો. જે વ્યક્તિને ખૂબ તાવ, માથાનો દુખાવો, લસિકા ગાંઠોનો સોજો, સ્નાયુઓમાં દુખાવો અને નબળાઇ રહેતી હોય. મંકીપોક્સના મુખ્ય લક્ષણોમાંનું એક ચહેરા અને હાથપગ પર મોટી ફોલ્લીઓ છે. ચેપથી લક્ષણોની શરૂઆત થી ઇંક્યુબેશન પિરિયડ 6 થી 13 દિવસનો હોય છે.
મંકીપોક્સ એક ચેપી રોગ છે જે ચેપગ્રસ્ત સ્થળોની મુલાકાત લેવાથી અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જો કે, મનાલી જનાર વ્યક્તિની વિદેશ યાત્રાનો કોઈ રેકોર્ડ નથી. સીડીસીના રિપોર્ટ અનુસાર, તે પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. તે ચેપગ્રસ્ત પ્રાણીને કરડવાથી, સ્પર્શ કરવાથી શરીરમાંથી મુક્ત થતા ચેપગ્રસ્ત પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે.
દર્દીઓના તબીબી રેકોર્ડના વિશ્લેષણ મુજબ જે શહેરી વિસ્તારના રહેવાસીઓ હતા, મંકીપોક્સ ચેપ ધરાવતા 98 ટકા લોકો ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષો હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 95 ટકા લોકો જાતીય સંબંધો દરમિયાન એકબીજાથી ચેપગ્રસ્ત થયા છે.
આ રીતે બચો મંકીપોક્સથી
મંકીપોક્સથી બચવા માટે, સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સને બરાબર અનુસરો.
વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સથી બચવા માટે શીતળાનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને વેક્સિન જરૂરથી લો.
જો કોઈ વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો દેખાય છે, તો ગભરાશો નહીં, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
મધ્ય અને પશ્ચિમ આફ્રિકાથી પાછા ફરેલા લોકો સાથે સંપર્ક ટાળો.
સ્વચ્છતાનું ધ્યાન રાખો. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં હોય ત્યારે સાબુથી હાથ ધોવા.
સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર