Home /News /lifestyle /

Monkeypox: માણસમાંથી શ્વાનમાં મંકીપોક્સ વાયરસના ચેપનો પ્રથમ કિસ્સો, વિશ્વમાં ફફડાટ, WHO એ કહી આ મહત્વની વાત

Monkeypox: માણસમાંથી શ્વાનમાં મંકીપોક્સ વાયરસના ચેપનો પ્રથમ કિસ્સો, વિશ્વમાં ફફડાટ, WHO એ કહી આ મહત્વની વાત

માણસમાંથી કુતરામાં મંકીપોક્સ વાયરસના ચેપનો પ્રથમકિસ્સો (પ્રતિકાત્મક્ત ફોટો Canva)

Monkeypox in Dogs: તાજેતરમાં માણસમાંથી પ્રાણીમાં મંકીપોક્સ વાયરસનો ચેપનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત થનારા પ્રથમ કૂતરા વિશે જાણકારી મળ્યા બાદ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પાલતુ પ્રાણીઓની જાળવણી સંબંધિત માર્ગદર્શિકામાં ફેરફાર કર્યા છે.

વધુ જુઓ ...
  Monkeypox in Dogs: તાજેતરમાં માણસમાંથી પ્રાણીમાં મંકીપોક્સ વાયરસનો ચેપનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત થનારા પ્રથમ કૂતરા વિશે જાણકારી મળ્યા બાદ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પાલતુ પ્રાણીઓની જાળવણી સંબંધિત માર્ગદર્શિકામાં ફેરફાર કર્યા છે.

  તાજેતરમાં જ મેડિકલ જર્નલ ધ લેન્સેટ મેડિકલ જર્નલમાં કૂતરામાં મંકીપોક્સ ચેપના પ્રથમ કેસ અંગેનો અહેવાલ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટ અનુસાર ફ્રાંસમાં એક કૂતરાને મંકીપોક્સ વાયરસનો ચેપ લાગવાની પુષ્ટિ થઈ હતી. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ વિશ્વમાં ફફડાટ જોવા મળ્યો હતો. અલબત આ બાબતે વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે, માણસમાંથી શ્વાનમાં મંકીપોક્સ વાયરસનો ચેપનો કિસ્સો નવો તો છે પણ તેમાં કઈ આશ્ચર્ય નથી.

  CNNના અહેવાલ મુજબ મંકીપોક્સનું માનવમાંથી કૂતરામાં સંક્રમણ લાગવાનો પ્રથમ સંભવિત કેસ જોખમ સમાન હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા ડો. રોઝમંડ લેવીસનું માનવું છે.

  આ પણ વાંચો: Self care: જમ્યા બાદ શું ના કરવું જોઈએ? આ 8 બાબતોનું રાખો ખાસ ધ્યાન

  ક્યાં અને કેવી રીતે નોંધાયો કેસ?


  અહીં ઉલ્લેખનિય છે કે, સજાતીય સંબંધમાં રહેતા બે પુરુષોને જૂનની શરૂઆતમાં પેરિસની હોસ્પિટલમાં મંકીપોક્સ હોવાનું નિદાન થયું હતું. આ દરમિયાન ધ લેન્સેટ જર્નલમાં ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, તેમના લક્ષણો શરૂ થયાના 12 દિવસ પછી તેમના 4 વર્ષીય ઇટાલિયન ગ્રેહાઉન્ડ (કુતરા) પણ લક્ષણો દેખાવાનું શરૂ થયું હતું. કૂતરામાં જખમ જોવા મળ્યા હતા અને માલિક જેવા જ પ્રકારના મંકીપોક્સ પોઝિટિવ આવ્યો હતો.

  રિપોર્ટ અનુસાર, વાયરસનો ભોગ બનેલા બંને દર્દીઓએ જણાવ્યું હતું કે, તેઓ તેમના કૂતરાને તેમની સાથે પથારીમાં સૂવા દેતા હતા અને કૂતરાના લક્ષણો શરૂ થાય તે પહેલાં તેઓ તેને અન્ય પ્રાણીઓ અથવા માણસોથી દૂર રાખતા હતા.

  રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, અમારી જાણકારી મુજબ, બંને દર્દીઓમાં લક્ષણોની શરૂઆતની ગતિ અને ત્યારબાદ તેમના કૂતરામાં મંકીપોક્સ વાયરસ જોવા મળવો તે માનવથી કૂતરામાં ચેપનું સૂચન કરે છે. અભ્યાસના લેખકોએ સૂચવ્યું હતું કે, આ અભ્યાસમાં પાલતુ પ્રાણીઓને મંકીપોક્સ હોય તો તેમને તેમના માલિકોથી અલગ રાખવાની જરૂર છે કે કેમ? તે અંગે તાત્કાલિક ચર્ચા થવી જોઈએ અને વધુ સંસોધન થવું જોઈએ.

  આ પણ વાંચો: જો સવારે ચા સાથે આ વસ્તુ ખાતા હોવ તો થઈ જાઓ સાવધાન! નહીં થશે ગંભીર નુકસાન

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે?


  ડો. રોઝમંડ લેવિસે જણાવ્યું હતું કે અગાઉ પહેલા આ વાયરસના પ્રાણીમાંથી માનવમાં સંક્રમણની વાત સામે આવી હતી. તે સમયે અમેરિકામાં લોકોને પાલતુ પ્રેઇરી કૂતરાઓ દ્વારા વાયરસનો ચેપ લાગ્યો હતો.

  લેવિસે સોમવારે વોશિંગ્ટન પોસ્ટ લાઇવને જણાવ્યું હતું કે, માનવથી પ્રાણીમાં ટ્રાન્સમિશનનો આ પહેલો કિસ્સો છે. આવું ભૂતકાળમાં ક્યારેય સામે આવ્યું નથી અને કુતરાને ચેપ લાગ્યો હોય તેવું પણ નોંધાયું નથી. આ નવી જાણકારી છે. પણ આશ્ચર્યજનક નથી. આમે આવી બાબત પર નજર રાખી રહ્યા હતા. WHOમાં નિષ્ણાતો આ મુદ્દાને હલ કરવા માટે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ એનિમલ હેલ્થ અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન સહિતના પાર્ટનર સાથે કામ ચાલી રહ્યું છે.

  તેમણે કહ્યું હતું કે, ચેપગ્રસ્ત થઈ શકે તેવા પરિવારના સભ્યોથી પાલતુ પ્રાણીઓને અલગ રાખવાનું અત્યાર સુધી સૂચવતા આવ્યા છીએ. આ સાવચેતીનો અભિગમ હતો, આવું પહેલા ક્યારેય બન્યું ન હોવાની અમારી પાસે કોઈ માહિતી નહોતી. પરંતુ અમારું સૂચન વાજબી હતું. હવે આવી ઘટના સામે આવી છે.

  ચેપગ્રસ્ત કૂતરો મનુષ્યમાં ફરી વાયરસને ફેલાવી શકે?


  લેવીસે વધુમાં કહ્યું કે, ચેપગ્રસ્ત કૂતરો મનુષ્યમાં ફરી વાયરસને ફેલાવી શકે કે નહીં તે બાબતે અમે સ્પષ્ટ નથી. પરંતુ કેટલીક વાર પુરાવા ન હોય તો પણ લોકોને જોખમના સ્તરની જાણ થાય તે માટે મેસેજ આપવાનો રહે છે. તેમણે જણાવ્યું હતું કે, આ દાખલો છે, જેમાં મોટાભાગના પાલતુ પ્રાણીઓ પર ખતરો નથી, પણ ચેપગ્રસ્ત વ્યક્તિના ઘરે રહેલા પર જોખમ હોવાનું જણાય છે.

  કઈ પ્રજાતિના પ્રાણીઓને મંકીપોક્સનો ચેપ લાગી શકે?


  આ દરમિયાન સીડીસીનું કહેવું છે કે, ચેપગ્રસ્ત લોકોએ પ્રાણીઓથી દૂર રહેવું જોઈએ યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ તાજેતરમાં પ્રાણીઓમાં મંકીપોક્સ બાબતે પોતાના પેજને અપડેટ કર્યું છે અને કૂતરાઓને વાયરસનો ચેપ લાગી શકે તેવું સ્વીકાર્યું છે.

  એજન્સીએ જણાવ્યું છે કે, કઈ પ્રજાતિના પ્રાણીઓને મંકીપોક્સનો ચેપ લાગી શકે છે? તે બાબત અમે હજી પણ સમજી રહ્યા છીએ. સરિસૃપ, ઉભયજીવી અથવા પક્ષીઓને મંકીપોક્સ થઈ શકે છે કે કેમ તે જાણતા નથી, અલબત આ પ્રાણીઓને અન્ય ઓર્થોપોક્સવાયરસનો ચેપ લાગ્યો ન હોવાથી તેમને ચેપની શક્યતા નથી.

  ચેપગ્રસ્ત લોકો પ્રાણીઓમાં કેવી રીતે સંક્રમણ ફેલાવી શકે?


  સીડીસી એ પણ નોંધ્યું છે કે ચેપગ્રસ્ત પ્રાણીઓ લોકોમાં વાયરસ ફેલાવી શકે છે. બીજી તરફ ચેપગ્રસ્ત લોકો પ્રાણીઓમાં પંપાળવું, આલિંગન, ચુંબન, ચાટવું, સૂવા સહિતનું કરીને મંકીપોક્સ વાયરસ ફેલાવી શકે છે. જેથી સીડીસી દ્વારા ચેપ લાગ્યો હોય તેવા લોકોને પ્રાણીઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

  આ પણ વાંચો: Health: તહેવારની સિઝનમાં ફૂડ પોઇઝનિંગનું વધી જશે જોખમ, જાણો શું કરવું શું ન કરવું?

  સીડીસીએ જણાવ્યું હતું કે, આ વાયરસના સંક્રમણના લક્ષણો ધરાવતા લોકો સાથે નજીકના સંપર્કમાં આવેલા પાળતુ પ્રાણીને 21 દિવસ સુધી ઘરે અને અન્ય પ્રાણીઓ કે લોકોથી દૂર રાખવા જોઈએ. ચેપગ્રસ્ત લોકોએ પાલતુ પ્રાણીની નજીક ન જવું જોઈએ. જો ચેપગ્રસ્ત વ્યક્તિ અને પાલતુ પ્રાણીના લક્ષણો શરૂ થયા પછી નજીકનો સંપર્ક ન હોય, તો જ્યાં સુધી વાયરસથી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી પાલતુ પ્રાણીની સંભાળ રાખવા બીજે ક્યાંક રહેતા વ્યક્તિને કહેવું જોઈએ.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, Monkeypox, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन