Monkeypox in children: બાળકોને મંકીપોક્સ સહિત આ બિમારીઓ થવાનું જોખમ, બાળકોની રાખો ખાસ સારસંભાળ
Monkeypox in children: બાળકોને મંકીપોક્સ સહિત આ બિમારીઓ થવાનું જોખમ, બાળકોની રાખો ખાસ સારસંભાળ
બાળકોને મંકીપોક્સ સહિત આ બિમારીઓ થવાનું જોખમ
બાળકોમાં આ બિમારી ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આફ્રિકાના કેટલાક ભાગોમાં મંકીપોક્સના 15,000થી વધુ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં મંકીપોક્સ (cases of monkeypox)ના આ સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં અત્યાર સુઘીમાં મંકીપોક્સના ત્રણ કેસ સામે આવ્યા છે.
સમગ્ર દુનિયા વૈશ્વિક મહામારી કોવિડ-19માંથી બહાર આવી રહી હતી. ત્યારે હવે ફરી એક બિમારી પગપેસારો કરી લીધો છે. બાળકોમાં આ બિમારી ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આફ્રિકાના કેટલાક ભાગોમાં મંકીપોક્સના 15,000થી વધુ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં મંકીપોક્સ (cases of monkeypox)ના આ સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં અત્યાર સુઘીમાં મંકીપોક્સના ત્રણ કેસ સામે આવ્યા છે.
આરોગ્ય નિષ્ણાંતોએ શુક્રવારે જાણકારી આપી છે કે, અમેરિકામાં (monkeypox in the US) બે બાળકો મંકીપોક્સના શિકાર થયા છે. આ બાળકોમાં મંકીપોક્સનો શિકાર થતા બાળકોમાં અન્ય બિમારી થવાનું જોખમ જોવા મળી રહ્યું છે.
નાની ઉંમરના લોકોમાં કોરોના (Covid-19) અને મંકીપોક્સની સાથે સાથે અન્ય બિમારીઓ થવાનું જોખમ છે. આ અન્ય બિમારીઓમાં ઇંસેફેલાઈટિસ, ડેંગ્યુ અને સ્વાઈન ફ્લૂ સહિતની બિમારીઓ શામેલ છે.
મંકીપોક્સ (MONKEYPOX)
આરોગ્ય નિષ્ણાંતોએ શુક્રવારે જાણકારી આપી છે કે, અમેરિકામાં બે બાળકો મંકીપોક્સના શિકાર થયા છે. એક બાળક કેલિફોર્નિયામાં રહે છે તથા અન્ય એક બાળક અમેરિકામાં રહેતો નથી. તેમ છતાં વોશિંગ્ટનમાં પણ એક બાળકને મંકીપોક્સ હોવાનું સામે આવ્યું છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી, ટુવાલ અને પથારીથી ફેલાઈ શકે છે.
આફ્રિકામાં બાળકોમાં મંકીપોક્સનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. ડોકટરોએ જણાવ્યું છે કે, બાળકોમાં મંકીપોક્સના ગંભીર કેસ અને મોત થવાનું સૌથી પ્રમાણ જોવા મળી રહ્યું છે.
ડેંગ્યુ (DENGUE)
પુણેમાં બાળકોનાં હેમોફેગોસાઈટિક લિમ્ફોહિસ્ટિયોસાઈટોસિસ (HLH) સિંડ્રોમથી થતા ડેંગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. ડોકટર અનુસાર આ મહિનાની શરૂઆતમાં પુણેની મોટી હોસ્પિટલમાં ડેંગ્યુના કારણે થતા HLH ના ત્રણથી ચાર દર્દીઓની (બાળકો અને એડલ્ટ) સારવાર કરવામાં આવી રહી છે.
આ પ્રકારે કર્ણાટક અને તેલંગાણામાં પણ બાળકોમાં ડેંગ્યુના કેસ જોવા મળી રહ્યા છે.
જાપાનીઝ ઈંસેફેલાઈટિસ (JAPANESE ENCEPHALITIS)
એ અધિકૃત જાહેરાતમાં શુક્રવારે જણાવવામાં આવ્યું છે કે, આસામમાં જાપાનીઝ ઈંસેફેલાઈટિસના કેસ જોવા મળી રહ્યા છે. જેનાથી દર મહિને મૃતકોની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. આ રોગ મુખ્યરૂપે બાળકો પર અસર કરે છે. મોટાભાગના એડલ્ટને આ બિમારીનું સંક્રમણ થયા બાદ પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિ બનેલી હોય છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિ આ બિમારીથી સંક્રમિત થઈ શકે છે.
WHO અનુસાર આ બિમારીનું સંક્રમણ થાય તો સામાન્ય તાવ અને માથાનો દુખાવો સહિત અન્ય લક્ષણો જોવા મળે છે. 250માંથી એક વ્યક્તિને થયેલ આ બિમારી ગંભીર સ્વરૂપ લે છે અને 4થી 14 દિવસમાં તેની સારવાર કરવામાં આવે છે.
બાળકોને ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ દુખાવો તથા ઉલ્ટી થાય છે. આ લક્ષણો પ્રાથમિક લક્ષણો ગણવામાં આવે છે. આ બિમારીના ગંભીર લક્ષણોમાં સખત તાવ, માથાનો દુખાવો, ગરદન અકડાઈ જવી, કોમામાં જતા રહેવું, સ્પાસ્ટિક પેરાલિસિસ શામેલ છે. આ બિમારીને કારણે મૃત્યુ થવાનો દર 30 ટકા સુધી રહેલો છે.
સ્વાઈન ફ્લૂ (SWINE FLU)
અગાઉ જૂનમાં મહારાષ્ટ્રમાં H1N1 (સ્વાઈન ફ્લૂ)ના કેસમાં વધારો થયો હતો. કોલ્હાપુરમાં સ્વાઈન ફ્લૂને કારણે ત્રણ, પુણે અને થાણેમાં બે-બે તથા 22 જૂન સુધીમાં સ્વાઈન ફ્લૂને કારણે 142 લોકોના મોત થયા હતા. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ બિમારી થવાનું વધુ જોખમ રહેલું છે, બે વર્ષ સુધીના બાળકો આ બિમારીની ચપેટમાં જલ્દી આવી જાય છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર ડોકટરોએ જણાવ્યું છે કેસ બાળકોને સ્વાઈન ફ્લૂ થવાનું વધુ જોખમ રહેલું છે. ભારતી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.લાલવાણીએ જણાવ્યું કે, ‘આ એક એવી બિમારી છે, જેમાં ફ્લૂ, ડેંગ્યુ અને હાથ, પગ તથા મોઢાની બિમારી જોવા મળે છે. આ એક એવી બિમારી છે જેમાં મોઢામાં ચાંદા પડે છે તથા હાથ પગ પર ફોલ્લીઓ થાય છે.’
ટોમેટો ફીવર (TOMATO FEVER)
કેરળમાં ટોમેટો ફીવરનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. આ બિમારી 5 વર્ષથી ઓછા બાળકને થાય છે.
ગયા સપ્તાહ સુધીમાં કોલ્લમ જિલ્લાના એક નાના ગામમાં આ વાયરસ જોવા મળ્યો હતો. આ વાયરસ ધીરે ધીરે ફેલાઈ શકે છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ટોમેટો ફીવરના 80 કેસ સામે આવ્યા છે, હવે આ સંખ્યા 100 સુધી પહોંચી શકે છે.
બાળકોને પાણીથી થતી બિમારીઓનું જોખમ વધુ હોય છે. આ કારણોસર નિષ્ણાંતો અનુસાર બાળકોને હાઈડ્રેટેડ રાખવા જરૂરી છે. ચોમાસામાં તળેલા અને મસાલેદાર ભોજનનું સેવન ના કરવું જોઈએ, વિટામીન સી યુક્ત તથા પોષકતત્વોથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ.
બાળકોમાં મંકીપોક્સ, Monkeypox in children, બાળકોને કઈ બિમાકી થઈ શકે, What can children be exposed to?, બાળકોને બિમારીથી કેવી રીતે બચાવવા, How to protect children from illness,
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર