Home /News /lifestyle /ટૂથપેસ્ટ અને નેઇલ પોલીશથી કરી શકાય છે સ્માર્ટફોનનાં તૂટેલા સ્ક્રીનનો ઈલાજ! સ્ક્રેચ પડ્યા હોય તો થઈ જશે દૂર

ટૂથપેસ્ટ અને નેઇલ પોલીશથી કરી શકાય છે સ્માર્ટફોનનાં તૂટેલા સ્ક્રીનનો ઈલાજ! સ્ક્રેચ પડ્યા હોય તો થઈ જશે દૂર

mobile phone screen

ફોન જેટલો મોંઘો, તેટલો જ તેના રિપેરિંગમાં ખર્ચ પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ સરખા કરી દેવાની માટેની એક ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ.

આજનો સમય ટેક્નોલોજીની સાથે સાથે દેખા-દેખીનો વધારે છે, યંગ સ્ટર્સ અને બાળકોમાં પણ સ્માર્ટફોનને લઇને વધુ ઘેલુ છે. આજ દેખાદેખીમાં લોકો મોંઘા ફોન ખરીદે તો છે, પણ તેને સાચવવા અઘરુ કામ છે. તેમા પણ જો ક્યારેય ફોન આપણા હાથમાંથી છટકી જાય અથવા ઉંચી જગ્યાએથી નીચે પડી જાય, તો તેને રીપેર કરાવવામાં મસમોટો ખર્ચ થાય છે. કારણ કે, ફોન જેટલો મોંઘો છે, તેટલો જ તેના રિપેરિંગમાં ખર્ચ પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સ્ક્રીન પર પડેલા સ્ક્રેચ સરખા કરી દેવાની માટેની એક ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ.તમે તમારા ફોનની સ્ક્રીનને ઠીક કરવા માટે બહાર જવાની જરુર નથી. બાથરુમમાં જ આનો ઇલાજ છે. તમને થશે કે, બાથરૂમમાં એવી કઈ વસ્તુ છે જે ફોનની સ્ક્રીનમાંથી સ્ક્રેચના નિશાન દૂર કરી શકે છે, તો ચાલો હવે તમને જણાવીએ કે તે વસ્તુ કઈ છે.

ટૂથપેસ્ટ સાથે ક્રેક અને સ્ક્રેચ સરખા કરો

જો તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર કોઈ ક્રેક હોય તો હવે તમે તેને તમારા બાથરૂમમાં રાખેલી ટૂથપેસ્ટથી ઠીક કરી શકો છો. આ માટે, તમારે તેને તમારા ફોનના ડિસ્પ્લે પર ક્રેક પર મૂકવાનું છે, તેને થોડું ઘસવું અને પછી તેને થોડીવાર માટે છોડી દેવાનું છે. હવે, થોડા સમય પછી, જ્યારે તમે કોટનથી ટૂથપેસ્ટ સાફ કરશો, ત્યારે તમારા ફોનની સ્ક્રેચ અને ક્રેક ઘણી હદ સુધી ઠીક થઈ જશે.

તમે નેઇલ પોલીશનો પણ ઉપયોગ કરી શકો છો

આ સિવાય તમે નેલ પોલીશ વડે તમારા ફોનમાં પડેલી સ્ક્રેચ - ક્રેકને પણ ઠીક કરી શકો છો. આ માટે તમારે પહેલા સ્ક્રીનના સ્ક્રેચ પર નેલ પોલીશ લગાવવી પડશે. હવે તેને થોડી વાર સુકાવા દો અને પછી નેલ પોલીશને ધારદાર રેઝર બ્લેડથી સ્ક્રેપ કરીને કાઢી નાખો. આ પછી, આ પ્રક્રિયાને ફરીથી અનુસરો. થોડા સમય પછી તમે જોશો કે, તમારા ફોનની ક્રેક ઠીક થઈ ગઈ હશે. તમે તમારા સ્માર્ટફોનની તિરાડોને ઠીક કરી શકો છો અને તમારે તેના માટે વધારાના પૈસા ખર્ચવા પડશે નહીં.

આ પણ વાંચો: દીવાલથી કેટલુ દૂર રાખવુ જોઈએ ફ્રિજ? 99 ટકા લોકોને ખબર જ નથી! એટલે જ મોટુ જબ્બર બિલ ફાટે છે

ફોન રિપેરનું જોખમ

ટૂથપેસ્ટ અથવા નેલ પોલીશ તમારા ફોનની તૂટેલી સ્ક્રીનને સંપૂર્ણપણે ઠીક કરી શકતા નથી. તે માત્ર નાના સ્ક્રેચને રિપેર કરવામાં મદદ કરે છે, આવી સ્થિતિમાં આ વસ્તુઓથી ફોનને ઘણી વખત રિપેર કરવાથી ફોનને નુકસાન થઈ શકે છે.



થઇ શકે છે સ્ક્રીન ડેમેજ

ફોનની સ્ક્રીનને કોઈપણ પ્રવાહીના સંપર્કમાં આવવાથી બચાવવી જરૂરી છે. કારણ કે ટૂથપેસ્ટ અને નેઇલ પોલીશ બંને પ્રવાહી છે. આ ફોનની સ્ક્રીન અને મધરબોર્ડ જેવા અન્ય ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.
First published:

Tags: Mobile phone, Smart phone, Smartphone screen