Home /News /lifestyle /બાળકોમાં લાગેલી મોબાઈલની લતને આવી રીતે છોડાવો, આ 5 ટિપ્સ આપને ખૂબ કામમાં આવશે
બાળકોમાં લાગેલી મોબાઈલની લતને આવી રીતે છોડાવો, આ 5 ટિપ્સ આપને ખૂબ કામમાં આવશે
mobile phone addiction
હાલના સમયમાં ગેમ રવાથી લઈને અભ્યાસ કરવા માટે બાળકો મોટા ભાગે ફોન તરફ વળી જતાં હોય છે. તો વળી બાળકોને ફોનથી દૂર રાખવા માટે પેરેન્ટ્સ પણ તમામ રીતો અમનાવતા હોય છે. આખરે માતા-પિતા પણ બાળકોની જિદ આગળ હાર માની જતાં હોય છે.
Mobile Phone Addiction Habits in Children: નાના બાળકોના શાનદાર વિકાસ માટે તેમનું રમવા-કુદવા જેવી ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જ જરુરી હોય છે. જો કે, આજકાલ મોટાભાગના બાળકોમાં ફોનની આદત એવી લાગી હોય છે કે, તેને છોડાવવી ખૂબ જ અઘરુ થઈ પડે છે. તેના કારણે બાળકોના મેન્ટલ ગ્રોથ પર પણ અસર પડે છે. ત્યારે આવા સમયે જો આપ ઈચ્છો તો સરળ રીતથી બાળકોને ફોનથી દૂર કરી શકો છો.
હાલના સમયમાં ગેમ રવાથી લઈને અભ્યાસ કરવા માટે બાળકો મોટા ભાગે ફોન તરફ વળી જતાં હોય છે. તો વળી બાળકોને ફોનથી દૂર રાખવા માટે પેરેન્ટ્સ પણ તમામ રીતો અમનાવતા હોય છે. આખરે માતા-પિતા પણ બાળકોની જિદ આગળ હાર માની જતાં હોય છે. અમે આપને જણાવી દઈએ કે, બાળકોની ફોનની આદત છોડાવવી હોય તો, અમુક સરળ ટિપ્સ છે. જેની મદદથી આપ બાળકોને ફોનથી દૂર રાખી શકો છો.
બાળકોને ફોનથી દૂર રાખવા માટે પેરેન્ટ્સ ખુદ પણ મોબાઈલથી દૂર રહે. હકીકતમાં જોઈએ તો, બાળકો સારી અને ખરાબ આદત માતા-પિતામાંથી જ શિખે છે. ત્યારે આવા સમયે બાળકોની સામે મોબાઈલ ફોન ઓછો વાપરવો જોઈએ અને બાળકોને પણ તેનાથી દૂર રહેવાની સલાહ આપવી જોઈએ.
પ્રેમથી સમજાવો
મોટા ભાગે બાળકો ગેમ રમવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ત્યારે આવા સમયે બાળકોને ગેમ રમતા જોઈને પેરેન્ટ્સ તેને ફટકાર લગાવતા હોય છે. આવા સમયે બાળકોને ગેમ રમતી વખતે ટોકો નહીં અને ફોન બાજૂમાં મુક્યા બાદ બાળકોને પ્રેમથી સમજાવાની કોશિશ કરો.
બાળકોને બતાવો નુકસાન
ફોનની લતનો શિકાર થનારા મોટા ભાગના બાળકો મોબાઈલના નુકસાનથી અજાણ્યા રહે છે. ત્યારે આવા સમયે બાળકોને હદથી વધારે ફોન ઉપયોગ કરવાની સાઈડ ઈફેક્ટ બતાવો. સાથે જ સમજાવો કે, ફોન યુઝ કરવાથી તેમની આંખો, સ્કીન અને હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે.
બાળકોને વ્યસ્ત રાખો
પેરેન્ટ્સની ના પાડ્યા બાદ જો બાળક ફોનથી દૂર નથી રહેતા, તો આવા સમયે આપ બાળકોને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખી શકો છો. તો વળી બાળકોને તેમની ફેવરિટ એક્ટિવિટી અથવા હોબી ફોલો કરવાની સલાહ આપીને તેને ફોનથી દૂર રાખી શકો છો.
બાળકોને ફોન ન આપો
કેટલીય વાર બાળકોને રોતા જોઈને અથવા ખાવાનું ન ખાવાની જીદ પર પેરેન્ટ્સ તેમને ફોન પકડાવી દેતા હોય છે. ત્યારે આવા સમયે બાળકો નાનપણથી જ ફોનના આદિ થઈ જતાં હોય છે. એટલા માટે બાળકોને ફોન આપીને પોતાની વાત ન મનાવો.
(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, તેની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતો સાથે વાત કરી લો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર