Home /News /lifestyle /દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી હેલ્થને થાય છે આ 3 ગજબના ફાયદાઓ, આજથી પીવાનું શરૂ કરી દો
દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી હેલ્થને થાય છે આ 3 ગજબના ફાયદાઓ, આજથી પીવાનું શરૂ કરી દો
આયરનની ઉણપ પૂરી થાય છે.
Mixing dates and milk benefits: ખજૂર અને દૂધ બન્ને વસ્તુ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ઠંડીમાં તમે સવારમાં ખજૂર અને દૂધ મિક્સ કરીને પીઓ છો તો અનેક ગંભીર બીમારીઓમાંથી તમને છૂટકારો મળે છે. ખજૂર શરીરમાં આયરન અને લોહીની ઉણપ પૂરી કરે છે.
લાઇફ સ્ટાઇ ડેસ્ક: દૂધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમનો સ્ત્રોત સારો હોય છે. આ સાથે જ ઠંડીમાં ખજૂર ખાવાથી પણ સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થાય છે. આમ, તમને જણાવી દઇએ કે ઠંડીમાં ખજૂર અને દૂધ મિક્સ કરીને પીવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. દૂધ અને ખજૂર હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ખાસ કરીને આ બન્ને વસ્તુ ઠંડીમાં ખાવામાં આવે છે તો હેલ્થ માટે બેસ્ટ સાબિત થાય છે. આ સાથે જ તમે અનેક પ્રકારની બીમારીઓમાંથી છૂટકારો મેળવી શકો છો. આ બન્ને વસ્તુ એનર્જી બનાવી રાખે છે. તો જાણી લો તમે પણ દૂધ અને ખજૂર મિક્સ કરીને પીવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે...
ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે આપણી બોડી સુસ્ત થઇ જાય છે. ખાસ કરીને ઠંડીમાં કામ કરવાની આળસ વધારે આવે છે. એવામાં તમે એક્ટિવ રહેવા માટે દૂધ અને ખજૂર મિક્સ કરીને પીઓ છો તો શરીરમાં એનર્જી રહે છે અને તમારી આળસ દૂર થઇ જાય છે. આ ખજૂર અને દૂધ તમારે સવારમાં પીવાનું રહેશે.
ઘણાં લોકોની શરીરમાં આયરનની ઉણપ હોય છે. આયરનની ઉણપ હોવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. જે લોકોમાં આયરનની ઉણપ હોય છે એમને એનિમીયાની ફરિયાદ વઘારે રહેતી હોય છે. જે લોકો એનિમીયાથી પીડિત હોય છે એમને ગરમ દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાનું શરૂ કરી દેવુ જોઇએ. ખજૂરમાં સારી માત્રામાં આયરન હોય છે જે શરીરમાં રહેલી આ ઉણપને પૂરી કરવાની તાકાત ઘરાવે છે. ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પણ પૂરી થાય છે.
ત્વચાની મુશ્કેલીઓ દૂર થાય
ઠંડીની સિઝનમાં સ્કિન સાથે જોડાયેલી સમસ્યા થવી એ એક સામાન્ય બાબત છે. સ્કિનની ચમક ઠંડીમાં જાળવી રાખવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. ઠંડીમાં તમારી સ્કિન ફાટી જાય છે, ડ્રાય થઇ જાય છે અને સાથે બીજી સમસ્યા થાય છે તો તમે ખજૂર અને દૂધમાં મિક્સ કરીને પીઓ. ખજૂર અને દૂધ મિક્સ કરીને પીવાથી સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર