FSSAIની આ ટેકનીક અજમાવી તમે પણ 2 મિનિટમાં જાણો કુકિંગ ઓઇલમાં ભેળસેળ છે કે નહીં

કુકિંગ ઓઈલમાં ભેળસેળ છે કે નહીં આ રીતે કરો ચેક

તેલની ક્વોલિટીને ખરાબ કરવા માટે નફોખોરો તેમાં મેટલિન યેલો જેવા કોઇ રંગ કે પછી trio-ortho-cresyl-Phosphate(TOCP) જેવા કેમિકલ કંપાઉન્ડનો ઉપયોગ કરે છે, જે જીવલેણ છે

  • Share this:
આજકાલ લગભગ દરેક ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે અને આ ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તેમાં પણ સૌથી વધુ મિલાવટ ખાદ્યતેલો (cooking oil)માં કરવામાં આવી રહી છે. તેલ એ રોજીંદા ખોરાકમાં લેવાતી સૌથી પ્રમુખ વસ્તુ છે, જેના નિયમિત સેવનથી માણસની ઉંમર ઘટે છે. તેલની ક્વોલિટીને ખરાબ કરવા માટે નફોખોરો તેમાં મેટલિન યેલો જેવા કોઇ રંગ કે પછી trio-ortho-cresyl-Phosphate(TOCP) જેવા કેમિકલ કંપાઉન્ડનો ઉપયોગ કરે છે, જે જીવલેણ છે. પરંતુ હવે તે ઘરે બેઠા જાણી શકો છો કે તમારા કૂકિંગ ઓઇલ (cooking oil)માં ભેળસેળ છે કે નહીં. ફૂડ સેફ્ટિ એન્ટ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI)એ હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર બે વીડિયો શેર કર્યા છે. જેમાં તેલની ક્વોલિટી તપાસવાની શાનદાર રીત જણાવી છે. તેના દ્વારા કોઇ પણ વ્યક્તિ ગણતરીની ક્ષણોમાં તેલની ગુણવત્તા જાણી ભેળસેળ યુક્ત તેલ ખાવાથી બચી શકે છે.

આ રીતે જાણો તેલની ક્વોલિટી

FSSAIના જણાવ્યા અનુસાર, એક ટેસ્ટ ટ્યૂબમાં લગભગ 1ml તેલ નાખો અને લગભગ 4ml પાણી ભેળવી તેને સારી રીતે મિક્સ કરો. હવે અન્ય ટ્યૂબમાં 2ml આ મિક્સ્ચર નાખો અને 2ml કોન્સેંટ્રેટિડ હાઇડ્રોક્લોરિક એસિડ ભેળવો.

તમે જોશો કે શુદ્ધ તેલની ઉપરના લેયરનો કલર જરા પણ નહીં બદલે. જ્યારે કે ભેળસેળ યુક્ત તેલની ઉપરના લેયરનો રંગ બદલી જશે. આ રીતે તમે શુદ્ધ અને ભેળસેળ યુક્ત તેલ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકશો.

TOCP વાળા ભેળસેળ યુક્ત તેલની ઓળખ કઇ રીતે કરવી?

FSSAIએ TOCP દ્વારા તૈયાર કરવામાં આવતા ભેળસેળ યુક્ત તેલને તપાસવા માટેનો એક ઉપાય પણ શેર કર્યો છે. તેલમાં કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ કરાયો છે કે નહીં. તેને સમજવા માટે એક સૌથી પહેલા બે અલગ-અલગ ગ્લાસમાં લગભગ 2ml તેલ લો. ત્યાર બાદ બંને ગ્લાસમાં માખણનો એક ટુકડો નાખો.

માખણ ઉમેર્યા બાદ થોડા સમય પછી તમને શુદ્ધ તેલના રંગમાં કોઇ જ પરીવર્તન દેખાશે નહીં. પરંતુ મિલાવટી તેલની ઉપરના લેયરનો રંગ બદલીને લાલ પડી જશે. બજારથી તેલ ખરીદ્યા બાદ તેને ખાતા પહેલા તમે આ રીતે ઘરે બેઠા જ ક્વોલિટી ચેક કરી શકો છો.
Published by:kiran mehta
First published: