ન્યૂઝ18ગુજરાતી : વિશ્વભરમાં કોરોના વાયરની મહામારીનો ખતરો વધતો જ જાય છે. ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થશે, કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે, ચોમાસાની અને ઠંડીની સિઝનમાં કોરોના વાયરસનો ખતરો વધી જાય તેમ છે. આવી મિક્સ મોસમમાં તરત જ બીમાર થઇ જવાય છે. વાતાવરણમાં ફેરફાર થવાનાં કારણે હાલ બધી જ ઋતુઓ ભેગી જોવા મળે છે. જેના કારણે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે.
બદલાતી અને મિક્સ ઋતુનાં કારણે લોકોને શરદી ઉધરસનો ચેપ પણ ઝડપથી લાગે છે. ખાંસીમાં છાતી, માથુ, પડખા, પાંસળા તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય, ગળું અને મોં સૂકાય છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને તેનાથી દર્દીને અત્યંત તકલીફ થાય છે. આવી પરિસ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તો જાણી લો કઈ રીતે આમાંથી બચી શકાય છે.
ઘરગથ્થુ ઉપચારો
- 10-15 તુલસીના પાન , 8-10 કાળી મરીને પાણીમાં ઉકાળીને તેવું પાણી પીવાથી ખાંસી, શરદી અને તાવ ઠીક થઈ જાય છે.
- પાકેલા સફરજનનો રસ કાઢી અને તેમાં સાકર ઉમેરી દરરોજ તેને પીવાથી રાહત મળશે.
- તુલસીનાં પાન, મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને હુંફાળું હોય ત્યારે પી લેવું. ખાંસીથી કાયમી રાહત મળશે.
- આમળાને સુકાવીને ચૂરણ બનાવીને તેમાં સમાન માત્રામાં સાકરનો પાવડર મિક્સ કરી લો. આ ચૂર્ણની એક ચમચી રોજ સવારે પાણી સાથે લેવી.
- મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી લેશો તો ખાંસીથી ઝડપથી છુટકારો મળશે.
- દર ત્રણ કલાકે એક ચમચી માખણમાં વાટેલી સાકર ઉમેરી તેને ચાટી જવું. નાનાં બાળકો માટે આ ઉપાય અકસીર છે.