મિક્સ વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ #Recipe

  • Share this:
    વાતાવરણમાં થોડીક પણ ઠંડક થાય અથવા તો કંઈક ચીઝી ખાવાનું મન થાય ત્યારે ચીઝ સેન્ડવીચ એ સૌ કોઈની પહેલી પસંદ બને છે. તો ચાલો આજે આ ચીઝ સેન્ડવીચને હેલ્ધી રીતે બનાવીએ. તો લઈ લો નોટ અને પેન, અને નોંધી લો તેની રિસીપિ. જાણો કેવી રીતે બનાવશો મિક્સ વેજીટેબલ- ચીઝ સેન્ડવીચ...

    મિક્સ વેજીટેબલ- ચીઝ સેન્ડવીચ સામગ્રી :

    1 ટામેટું
    1 કપ કેપ્સિકમ
    1 કાકડી
    1 ગાજર
    1 ડુંગળી
    6 બ્રાઉન બ્રેડ
    1 કપ ગ્રીન ચટણી
    3 ચીઝ સ્લાઈસ
    1/2 ચમચી મરી પાવડર
    મીઠું
    કેચપ
    2 ચમચી બટર

    મિક્સ વેજીટેબલ- ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત :
    સૌ પ્રથમ ઉપર જણાવેલ શાકને સરખું ધોઈની ઝીણું સમારી એક બાઉલમાં લઈ લો. પછી તેમાં મીઠું, મરી અને ગ્રીન ચટણી ઉમેરી મિક્સ કરી લો. પછી બ્રેડની સ્લાઈસ પર બટર લગાવી તેની ઉપર બનાવેલું શાકનું સ્ટફિંગ પાથરી તેની ઉપર ચીઝની સ્લાઈસ મૂકી ત્યાર બાદ બીજી બ્રેડથી કવર કરો. પછી એક પેન લઈ તેમાં બટર મૂકી સેન્ડવીચને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તેને કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.

    લીંબુના રસથી આ રીતે બનાવો નેચરલ મચ્છર મારવાનો સ્પ્રે
    Published by:Bansari Shah
    First published: