Home /News /lifestyle /National Girl Child Day 2023: આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ, જાણો ક્યારે અને કેવી રીતે શરૂઆત થઇ હતી
National Girl Child Day 2023: આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ, જાણો ક્યારે અને કેવી રીતે શરૂઆત થઇ હતી
બેટી બચાવો, બેટી પઢાવો..
National Girl Child Day 2023: દર વર્ષે 24 જાન્યુઆરીના રાષ્ટ્રીય બાલિકા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ઉદેશ્ય એ છે કે બાલિકાઓ/છોકરીઓને અસમાનતાઓ અને એના અધિકારો વિશે જાગરુક કરવાનો છે. તો જાણો કેવી રીતે આ દિવસની શરૂઆત થઇ હતી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 24 જાન્યુઆરી 1966ના રોજ ઇન્દિરા ગાંધીએ મહિલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી હતી. આ માટે 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2008માં મહિલા કલ્યાણ તેમજ બાળ વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવી હતી કારણકે ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયુ હતુ કે એક મહિલા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી બદલાવા હતો.
જાણો 24 જાન્યુઆરીએ કેમ બાલિકા દિવસ મનાવવામાં આવે છે?
દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ બાલિકા દિવસ મનાવવાનું સૌથી મોટુ કારણ ભારતના પહેલાં પ્રધાનમંત્રી બનનારા ઇન્દિરા ગાંધી હતા.
રાષ્ટ્રીય બાલિકા દિવસનો ઉદેશ્ય
આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદેશ્ય દેશની છોકરીઓને એમના અધિકારીઓ પ્રત્યે જાગરુક કરવાનો છે. આપણાં સમાજમાં છોકરીઓ કરતા છોકરાઓને વઘારે મહત્વ આપવામાં આવે છે. સામાન્ય રીતે એમને ભણવા મળતુ હતુ નહીં, આ સાથે જ સમય પહેલાં લગ્ન કરાવવામાં આવતા હતા અને પછી બાળકોની જવાબદારીઓ. એમને એમના સમ્માન અને અધિકાર માટે પણ લડવુ પડે છે, જેના કારણે આ દિવસે છોકરીઓની સાથે સમાજને શિક્ષિત અને જાગરુક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસે દર વર્ષે રાજ્ય સરકાર એમના વિસ્તારમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે.
આજે દેશની બાલિકાઓ દરેક ફિલ્ડમાં એમનું નામ રોશન કરી રહી છે. ભારતીય સમાજમાં આજથી નહીં, પરંતુ ઘણાં સમય પહેલાંથી લૈંગિક અસમાનતાના સ્તર પર છોકરીઓની હાલતમાં સુધારો કરવાનો ઉદેશ્યથી અનેક પ્રકારના મહત્વપૂર્ણ કદમ ઉઠાવે છે.
બેટી બચાવો, બેટી પઢાવો..અભિયાન, સુકન્યા સમુદ્ધિ યોજના, બાલિકાઓ માટે મફત તેમજ કોલેજ જેવી અનેક પ્રકારની સંસ્થાઓમાં બાલિકા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આમ, આ દિવસનું આપણાં દેશમાં અનેક રીતે મહત્વ રહેલું છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર