હાલ કોરોના વાયરસને કારણે રાજ્યમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અનેક વિસ્તારોમાં લૉકડાઉનમાં છૂટછાટ મળવાને કારણે લોકોએ પોતાના ધંધા, રોજગાર શરૂ કરી દીધા છે. જેના કારણે લોકો ઘરની બહાર જઇ રહ્યાં છે. ત્યારે આપણે આ કોરોના વાયરસથી આપણી જાતને કઇ રીતે બચાવીએ તેની પર વધારે ધ્યાન આપવાની જરૂર પડી છે. આયુષ મંત્રાલયે આ મહામારી સામે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાની કેટલીક ટિપ્સ આપી છે તે જોઇએ.
- સુંઠ અડધી ચમચી, તુલસી પત્ર-10, મરી-2, હળદર અડધી ચમચી 1 ગ્લાસ પાણીમાં નાખી અડધુ ઉકાળ્યા પછી ગાળી લઇ તેનો ઉકાળો પીવો.
- દિવસ દરમ્યાન હુંફાળુ પાણી પીવામાં ઉપયોગ કરવો.
- આપણે સુર્યોદય પહેલા જાગી જવું.
- ઘરમાં કરી શકાય તેવી હળવી કસરત જેવી કે જોગીંગની સાથે કપાલભાતિ તથા અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામનો અભ્યાસ કરવો.
- નિયમિત અને પ્રમાણસર ઉંધ લેવી. રાત્રે ઉજાગરા કરવા નહી અને દિવસે ઉંઘવુ નહી.
- ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો.
- ગરમ પાણીમાં હળદર-મીઠુ નાખી કોગળા કરવા.
- ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો. ફ્રીજનું ઠંડુ પાણી પીવુ નહી.
- પચવામાં હલકો, સુપાચ્ય ભોજન લેવુ. પચવામાં ભારે, તળેલા, મીઠાઇ, આથાવાળા, વાસી, ફ્રીજમાં રાખેલ તથા જંક ફુડ જેવા ખોરાકનો ઉપયોગ કરવો નહી.
- લાંબા સમય સુધી ભુખ્યા રેહવુ નહી.
- ઘર, સંસ્થાઓમાં ગુગળ, લીમડાના પાન, સરસવ, અડાયા છાણા અને ગાયનુ ઘી નાખી ધુપ કરવો
- સીન્થેટીક સ્પ્રે વિગેરેનો ઉપયોગ ટાળવો.
આ પણ વાંચો - કોરોના સામેના જંગમાં સુરક્ષા કવચનું કામ કરશે આ ‘સોશિયલ ડિસ્ટન્સિંગ એલાર્મ’
આ પણ જુઓ -