Home /News /lifestyle /દરેક પેરેન્ટ્સ બાળકોને રમાડો આ 5 ગેમ્સ, બ્રેન પાવરથી લઇને કોન્ફિડન્સમાં થશે ડબલ વધારો

દરેક પેરેન્ટ્સ બાળકોને રમાડો આ 5 ગેમ્સ, બ્રેન પાવરથી લઇને કોન્ફિડન્સમાં થશે ડબલ વધારો

આ ગેમ્સ બાળકો માટે બેસ્ટ છે.

Mind games: આજની જનરેશન બહુ ફાસ્ટ થઇ ગઇ છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આમ આજે અમે કેટલીક ગેમ્સ વિશે વાત કરી છે, જે તમે તમારા બાળકોને રમાડો છો તો સૌથી બેસ્ટ છે. આ ગેમ્સ કોન્ફિડન્સ લેવલ વધારવાનું કામ કરે છે.

Brain games: ફિઝિકલ હેલ્થ સારી કરવા માટે આપણે જીમ, એરોબિક્સ તેમજ બીજી અનેક પ્રકારની એક્સેસાઇઝ કરતા હોઇએ છીએ. જ્યારે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવા માત્રને માત્ર આપણે ગેજેટ્સનો ઉપયોગ કરીએ છીએ. આમ વાત કરવામાં આવે તો આજનાં આ સમયમાં મોટાભાગનાં બાળકોને સ્માર્ટફોનની લત લાગી હોય છે. સ્માર્ટફોનમાં ગેમ્સથી લઇને અનેક નવી-નવી વસ્તુઓ બાળકો શોધી કાઢતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આનાથી બાળકોનો કોન્ફિડન્સ લેવલમાં વધારો થતો નથી. આ માટે તમે એવી ગેમ્સ રમાડો જેનાથી બ્રેન પાવર અને કોન્ફિડન્સ લેવલમાં ડબલ વધારો થાય. તો જાણો આ વિશે તમે પણ..

આ પણ વાંચો:આ રીતે ઘરે બેઠા પાન કાર્ડ એપ્લાય કરો

સુડોકુ


નાની સ્કેવર શેપની ગેમ બાળકોની યાદશક્તિમાં ડબલ વઘારો કરે છે. તમને ખ્યાલ હશે સુડોકુ વિશે. આ નંબર 1 પઝલ ગેમ છે. આ ગેમ દરેક પેરેન્ટ્સે બાળકોને રમાડવી જોઇએ. આ ગેસ રમવાથી બાળકોનો કોન્ફિડન્સ પાવર જોરદાર વધે છે. સામાન્ય રીતે આ ગેમ તમને ન્યૂઝ પેપરમાં જોવા મળતી હશે. પેન-પેપરની મદદથી પણ તમે રમી શકો છો.

લુમોસિટી


માઇન્ડ એક્સેસાઇઝમાં મહત્વનો રોલ નિભાવતી લુમોસિટી એક પાવરફૂલ અને રસપ્રદ ગેમ છે. ઓનલાઇન રમાતી આ ગેમ તમારા બ્રેન પાવરમાં ડબલ વધારો કરે છે. આમાં તમે એકાઉન્ટ ઓપન કર્યા પછી દરરોજ રમવા માટે મેમ્બરશિપ પણ લઇ શકો છો. લુમોસિટી એક એપ પણ છે. આ ગેમ રમવાથી મગજની પૂરેપુરી એક્સેસાઇઝ થાય છે અને સાથે મેન્ટલ ફિટનેસ બની રહે છે. 13 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ આ ગેમ રમવી જોઇએ. એક અહેવાલમાં જાણવા મળ્યુ છે કે અઠવાડિયામાં પાંચ વાર 15 મિનિટ આ ગેમ રમવાથી મગજ રિલેક્સ ફિલ કરે છે.

આ પણ વાંચો:તમને પણ લેપટોપ ખોળામાં લઇને બેસવાની આદત છે?

સ્કિલ્સ ગેમ


તમે ક્યારે આ ગેમ રમ્યા છો? જો ના તો તમારે રમવી જોઇએ. સ્કિલ્સ મગજને જોરદાર પાવરફૂલ બનાવવાનું કામ કરે છે. આ ગેમ તમે દુનિયામાં કોઇ પણ ખુણામાં બેઠા-બેઠા રમી શકો છો. આ ગેમ તમારા મગજને રિચાર્જ કરવાનું કામ કરે છે. આ ગેમનો પ્રભાવ એકાગ્રતા શક્તિથી લઇને લર્નિંગ પાવર..એમ દરેક વસ્તુ પર દેખાય છે.


રિવર્સી ગેમ


આ એક કી બોર્ડ ગેમ છે. ઓનલાઇન એપના માધ્યમથી તમે આ ગેમમાં બે પ્લેયર રમી શકો છો. આ ગેમ પણ રમવાની મજા આવે છે.

ક્રોસવર્ડ ગેમ


બાળકો સામાન્ય રીતે ક્રોસવર્ડ ગેમ્સ રમતા જોવા મળે છે. આ ગેમ રમવાની ડબલ મજા આવે છે. આમ તમને જણાવી દઇએ કે આ ગેમ તમે બાળકોને જ્યારે ફોનમાં રમવા આપો ત્યારે ખાસ કરીને 35 થી 40 મિનિટ કરતા વઘારે આપશો નહીં.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Child, Life Style News, Smartphones

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો