Home /News /lifestyle /Skin Care: મિલ્ક પાવડરથી આ રીતે દૂર કરો ટેનિંગ, ફેસ મસ્ત થઇ જશે
Skin Care: મિલ્ક પાવડરથી આ રીતે દૂર કરો ટેનિંગ, ફેસ મસ્ત થઇ જશે
મિલ્ક પાવડરથી ફેસ પર ગ્લો આવે છે.
Skin care: અનેક લોકોના ફેસ પર ટેનિંગની સમસ્યા થતી હોય છે. ટેનિંગ તમારા ચહેરાને ગંદો કરવાનું કામ કરે છે. આમ તમે આ રીતે મિલ્ક પાવડરનો યુઝ કરો છો તો સ્કિન મસ્ત થાય છે અને સાથે ટેનિંગની સમસ્યા દૂર થઇ જાય છે.
Skin care: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને સ્કિન અને હેલ્થના ઇસ્યુ વધારે થતા હોય છે. આ ફાસ્ટ લાઇફમાં સ્કિનનું પ્રોપર રીતે ધ્યાન ના રાખી શકવાને કારણે ટેનિંગ, ખીલ જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. આમ, તમે આ રીતે મિલ્ક પાવડરનો યુઝ કરો છો તો ટેનિંગની સમસ્યા દૂર થઇ જાય છે અને સાથે સ્કિન મસ્ત થાય છે. તો તમે પણ આજથી આ રીતે મિલ્ક પાવડરનો ઉપયોગ કરો અને દૂર કરો સ્કિનને લગતી અનેક સમસ્યાઓ.
બે ચમચી મિલ્ક પાવડરમાં અડધી ચમચી કોફી પાવડર મિક્સ કરીને લેપ તૈયાર કરી લો. હવે આને 5 થી 7 મિનિટ માટે ચહેરા પર હળવા હાથે મસાજ કરો. મસાજ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે તમારે વજન વધારે આપવાનું નથી. વજન વધારે આપવાથી ખીલ જેવી સમસ્યા ઉપસી આવે છે. આ માટે હંમેશા હળવા હાથે મસાજ કરો.
આ પેસ્ટ લગાવવાથી સ્કિન પરનું એકસ્ટ્રા ઓઇલ દૂર થઇ જાય છે આ સાથે જ કોફી અસરકારક છે. કોફી પાવડર સ્કિન અને વાળ માટે અનેક રીતે ગુણકારી છે. તમને જણાવી દઇએ કે મિલ્ક પાવડર ચહેરા પર નિખાર લાવવાનું કામ કરે છે.
મિલ્ક પાવડર અને દહીંની પેસ્ટ
તમે મિલ્ક પાવડરમાં દહીં નાખીને આ પેસ્ટ પણ બનાવી શકો છો. તમારા ઘરમાં કોફી નથી તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે મિલ્ક પાવડર લો અને એમાં દહીં મિક્સ કરો. પછી તમે આને ફેસ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી સ્કિન મસ્ત રહે છે અને સાથે ગ્લો પણ આવે છે.
જાણો આ ફાયદા
આ પેસ્ટ તમારા ફેસ પરની ટેનિંગની સમસ્યા દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ ચહેરા પરની ડલનેસ ઓછી કરે છે. આ ફેસ પેક કોઇ પણ પ્રકારના સ્કિન ટોન માટે સૌથી બેસ્ટ છે. આ ફેસ પેક તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો. આ પેસ્ટ તમે કોઇ પણ સિઝનમાં યુઝ કરી શકો છો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર