Home /News /lifestyle /Milk: તમે સફેદ પાવડરવાળું ભેળસેળિયું દૂધ તો નથી પી રહ્યા ને? આ રીતે કરો અસલી-નકલીની ઓળખ

Milk: તમે સફેદ પાવડરવાળું ભેળસેળિયું દૂધ તો નથી પી રહ્યા ને? આ રીતે કરો અસલી-નકલીની ઓળખ

આ દિવસોમાં ભેળસેળયુક્ત દૂધમાં માલ્ટોડેક્સ્ટ્રિનની ભેળસેળ ખૂબ વધી રહી છે.

આજના સમયમાં દુધમાં પાણી નાંખીને ભેળસેળ કરવામાં આવે છે. પાણીની સાથે સાથે ભેળસેળમાં કેમિકલનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. દૂધના વેપારીઓ વારંવાર દૂધનું પ્રમાણ વધારવા માટે આવી ભેળસેળ કરતા રહે છે. દુધમાં યુરિયા, ડિટર્જન્ટ, ફોર્મેલિન, કોસ્ટિક સોડા, બોરિક એસિડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, ખાંડ અને મેલામાઇન જેવા રસાયણો દૂધમાં ઉમેરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વધુ જુઓ ...
Health tips: આપણા શરીરને સ્વસ્થ અને મજબુત બનાવવા માટે બાળપણથી જ દૂઘ પીવાની સલાહ અપાય છે. દૂધમાં ભરપૂર પોષક તત્વો હોય છે, જે હાડકાને મજબૂત કરે છે. દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકાય છે.

પરંતૂ આજના સમયમાં દુધમાં પાણી નાંખીને ભેળસેળ કરવામાં આવે છે. પાણીની સાથે સાથે ભેળસેળમાં કેમિકલનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. દૂધના વેપારીઓ વારંવાર દૂધનું પ્રમાણ વધારવા માટે આવી ભેળસેળ કરતા રહે છે. દુધમાં યુરિયા, ડિટર્જન્ટ, ફોર્મેલિન, કોસ્ટિક સોડા, બોરિક એસિડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, ખાંડ અને મેલામાઇન જેવા રસાયણો દૂધમાં ઉમેરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ પણ વાંચો: Health Tips: અડધી રાતે કેમ લાગે છે તરસ? ઉંઘમાં ગળુ સુકાતુ હોય તો ચેતજો, આ બીમારીના છે સંકેત

દૂધની શુદ્ધતાની ચકાસણી કરવી જરૂરી છે, જેથી જાણી શકાય કે તમે ભેળસેળવાળું દૂધ તો નથી પી રહ્યા ને? આ દિવસોમાં ભેળસેળયુક્ત દૂધમાં માલ્ટોડેક્સ્ટ્રિનની ભેળસેળ ખૂબ વધી રહી છે. આવી સ્થિતિમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSI) એ જણાવ્યું છે કે, કયા પ્રકારના દૂધમાં આ સફેદ પાવડર જોવા મળે છે અને કઇ રીતે આ પાવડરની ઓળખ કરી શકાય છે.

માલ્ટોડેક્સ્ટ્રિન શું છે?


માલ્ટોડેક્સ્ટ્રિનનો ઉપયોગ કેન્ડી, સોફ્ટ ડ્રિંક્સ, કેક, પેસ્ટ્રી જેવી વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. દૂધમાં ભેળસેળ કરતી વખતે ઘણી વસ્તુ એડ કરવામાં આવે છે, ત્યારે દૂધને બગાડતા અટકાવવા અને તેની જાડાઈ અને સ્વાદ સુધારવા માટે માલ્ટોડેક્સટ્રિન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્ટાર્ચ ભેળવવામાં આવે છે.

માલ્ટોડેક્સ્ટ્રિન કેવી રીતે બનાવવામાં આવે છે?


માલ્ટોડેક્સ્ટ્રિન મકાઈ, ઘઉં, બટાકા અને ચોખામાંથી બનાવવામાં આવે છે. પાવડર સ્વરૂપે આવતું આ કેમિકલ સ્ટાર્ચમાંથી તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: Hair Care: એલોવેરા ભીના વાળમાં લગાવવાથી ફાયદો થશે કે સૂકા? આ છે ઉપયોગ કરવાની પરફેક્ટ રીત

દૂધમાં ભેળસેળ થઇ છે એ કઇ રીતે ઓળખવી?


FSSAI મુજબ દુધમાં ભેળસેળ થઇ છે તેને ઓળખવા માટે એક ટ્યુબમાં 5 મિલી જેટલું દૂધ લઇ લો. જે બાદ તેમાં 2 મિલી આયોડિન રીએજન્ટ મિક્સ કરો.

દૂધ મિક્સ કરતી વખતે તેનો રંગ તપાસતા રહો


જ્યારે દૂધમાં માલ્ટોડેક્સ્ટ્રિનની ભેળસેળ કરવામાં આવે છે, ત્યારે દૂધનો રંગ બદલાઇને એકદમ જાડો બદામી, ચોકલેટ રંગનો થઈ જાય છે.બીજી તરફ, જો દૂધમાં કોઈ ભેળસેળ ન હોય, તો તે આછા ભૂરા રંગના દેખાય છે. જેનાથી દુધમાં ભેળસેળ થઇ છે કે નહીં તે તમે ઘરે બેસીને ચેક કરી શકો છો.

દૂધમાં થઇ રહેલી અન્ય મિલાવટને આ રીતે ઓળખો....


પાણીની ભેળસેળ


દૂધમાં પાણીની ભેળસેળ સ્વાસ્થ્યને સીધું નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તે પૌષ્ટિક તત્વોની ઉણપ તરફ દોરી જાય છે. દૂધમાં પાણીની ભેળસેળ ચકાસવા માટે, દૂધને સમતલ સપાટી પર મૂકીને નમાવો. જો દૂધ ઝડપથી પડી જાય તો તેનો અર્થ એ છે કે, તેમાં પાણીની ભેળસેળ છે. જો દૂધ થોભીને પડતું રહે તો પાણીમાં ભેળસેળ ઓછી થઇ છે.

નકલી દૂધની ઓળખ


નકલી દૂધ તેના ખરાબ સ્વાદને કારણે ઓળખી શકાય છે. કૃત્રિમ દૂધ આંગળીઓ પર ઘસવામાં આવે ત્યારે સાબુ જેવું સરળ લાગે છે. આ દુધને જ્યારે ગરમ થાય છે ત્યારે પીળું થઈ જાય છે.

દૂધ ગરમ કરીને શુદ્ધતા તપાસો


તમારા ઘરમાં રોજ દૂધ આવતું જ હશે. તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે ભેળસેળવાળું છે, તે જાણવા જાણવા માટે દૂધને ઉકળવા દો, જ્યાં સુધી તે ખોવાનું રૂપ ન લે. જો જાડા દૂધના કણો જાડા, સૂકા અને સખત છે, તો દૂધ ભેળસેળયુક્ત છે. જો દુધ નરમ અને ઘી જેવું છે તો દૂધની ક્વોલિટી સારી છે.


દૂધમાં સ્ટાર્ચ ટેસ્ટ


દૂધમાં સ્ટાર્ચની ભેળસેળ છે કે નહીં તે તપાસવા માટે 5 મિલી દૂધમાં બે ચમચી મીઠું અથવા આયોડિન ઉમેરો. જો દૂધનો રંગ બદલાઇને બ્લૂ થઈ જાય તો દૂધમાં સ્ટાર્ચની ભેળસેળ થઇ છે.
First published:

Tags: Health care, Health care tips, Health Tips, Life18, Milk, Milk price

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો