Home /News /lifestyle /

શું તમને પણ રાત્રે સૂતા પહેલા છે દૂધ પીવાની ટેવ? તો આ વાંચી લો નહીં તો થશે મોટું નુકસાન

શું તમને પણ રાત્રે સૂતા પહેલા છે દૂધ પીવાની ટેવ? તો આ વાંચી લો નહીં તો થશે મોટું નુકસાન

પ્રતીકાત્મક તસવીર

health tips: દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી (calcium and vitamin D) હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.

દૂધ (Milk) ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય દૂધને ઉત્તમ માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી (calcium and vitamin D) હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આ જ કારણ છે કે, લોકોએ તેમના આહારમાં દૂધને અચૂક સામેલ કરતા હોય છે. કેટલાક લોકોને સવારે ઘરની બહાર નીકળતા પહેલા દૂધ પીવું ગમે છે તો કેટલાક રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરે છે. આજે તમને અમે રાત્રે સૂતા પહેલા દૂધ પીવાના શું ગેરલાભ (disadvantages milk at night) છે તેના વિશે જણાવીશું.

દૂધમાં પ્રોટિન અને લેક્ટોઝ હોય છે

દૂધમાં લેક્ટોઝ (lactose) અને પ્રોટીન (protein) હોય છે, જેના કારણે સૂતા પહેલા તેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી ઊંઘમાં ખલેલ થાય છે અને કેટલીકવાર લોકોને અનિદ્રાની સમસ્યા પણ થવા લાગે છે.

ડિટેક્સિફિકેશન ધીમું થઈ જાય છે

આપણું લીવર રાત્રીના સમયે શરીરમાં ડિટોક્સિફિકેશનનું કામ શરૂ કરે છે, જે દૂધથી અવરોધાય છે. એટલે કે જે લોકો રાત્રે દૂધ પીવે છે તેમનામાં લીવરની કામગીરી ખૂબ જ ધીમી પડી જાય છે.

આ પણ વાંચો - કોરોના મહામારીના કારણે બાળકોને લાગ્યો ડિજીટલ સ્ક્રિન્સનો ચસ્કો, આંખો પર તોળાતું જોખમ

રાત્રે ન પીશો ઠંડુ દૂધ

રાત્રે ગરમ દૂધ હજી પણ એક હદ સુધી સારું માની શકાય છે. પણ જો તમને ઠંડુ દૂધ પીધા પછી સૂવાની આદત હોય તો તે તમારા સ્વાસ્થ માટે બિલકુલ સારું નથી.

પાચનતંત્રની તકલીફ

ઘણા ન્યુટ્રિશનિસ્ટ એવું પણ માને છે કે, રાત્રે દૂધ પીવાથી પાચનની સમસ્યા સર્જાય છે. જો તમારું પેટ સાફ નથી થતું અથવા ખોરાક પચવામાં સમસ્યા છે, તો રાત્રે દૂધ પીવાનું ચોક્કસથી ટાળવું જોઈએ.

આ પણ વાંચો - Weight loss: વજન ઘટાડવા માટે શું ખાવું? ચણાનો લોટ કે સોજી? જાણો બન્નેની ન્યૂટ્રિશનલ વેલ્યૂ અને ફાયદા

વજન વધવાની શક્યતા

જો તમે રાત્રે દૂધ પીતા હોવ તો તમારું વજન વધવાનું જોખમ પણ વધી શકે છે. એક ગ્લાસ દૂધમાં લગભગ 120 કેલરી હોય છે અને દૂધ પીધા પછી સૂવાને કારણે કેલેરી પણ બર્ન થતી નથી.

Disclaimer:. લેખમાં ઉલ્લેખિત ટીપ્સ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈપણ ટિપ્સ કે સૂચન અનુસરતા પહેલા તબીબી સલાહ ચોક્કસથી લેવી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Good Health, Lifestyle, Milk

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन