મેથીના થેપલા બનાવવા તેમાં આ લોટ ઉમેરી બનાવો વધુ સ્વાદિષ્ટ

 • Share this:
  થેપલા એટલે આપણા ગુજરાતીઓના જીવનની સૌથી પ્રિય વાનગીમાંથી એક છે.  તેમાં પણ મેથીના થેપલા અને સુકીભાજીના સ્વાદની તો વાત જ અનોખી છે, થેપલા જલ્દી બગડતા ના હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેને લઇ જવામાં આવે છે, તો ચાલો આજે આપણે મેથીના થેપલા બનાવતા શીખીએ,

  સામગ્રી:

  મેથીની ભાજી 1 વાટકી
  ઘઉંનો લોટ 2 વાટકી
  બાજરીનો લોટ 1 વાટકી
  લસણની પેસ્ટ 2 ચમચી
  ખાંડ 5 ચમચી
  મીઠું
  હળદર ચપચી
  જીરું 1 ચમચી
  તેલ 2 ચમચી લોટ બાંધવા
  પાણી જરૂર મુજબ

  મેથીના થેપલા બનાવવાની રીત:

  સૌ પ્રથમ મેથીને સમારીને વ્યવસ્થિત ધોઈને તેમાંથી પાણી નીતારી લો, ત્યાર બાદ એક લોટ બાંધવા માટે તાસ લઈ તેમાં મેથી લઈ તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, હળદર, મીઠું, લસણની પેસ્ટ, ખાંડ, તેલ, જીરું નાખી તેને બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ ધીમે ધીમે પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લો. હવે આ લોટમાંથી એકસરખા લુઆ તૈયાર કરી લો. તેને અટામણની મદદથી વણી લો. પછી તવો ગરમ કરવા મૂકી ધીમા તાપે થેપલાંને તેલ નાખી બંને બાજુથી તવાથી દબાવીને શેકી લો. આવી રીતે બધા થેપલા વણીને ધીમા તાપે શેકી તૈયાર કરો. બનાવેલા આ થેપલાંને ગરમા ગરમ સુકીભાજી સાથે પીરસો. આ થેપલા ચા સાથે અને નાસ્તામાં પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે.

  ડુંગળીના ભજીયા બનાવતી વખતે ઉમેરો આ એક ચીજ, થશે વધુ ક્રિસ્પી
  Published by:Bansari Shah
  First published: