દાળવડા બનાવવાનો સમય ન મળે, ત્યારે પણ ફટાફટ બની જશે આ મેથીના ગોટા

 • Share this:
  મેથીના ગોટા બનાવવાની સરળ રીત:

  મેથીના ગોટા બનાવવા માટેની સામગ્રી :

  2 કપ મેથીની ભાજી
  2 કપ ચણાનો જાડો લોટ
  1/2 કપ ઘઉંનો જાડો લોટ
  1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  1 કપ દહીં
  1/2 કપ કોથમીર
  5 ચમચી ખાંડ
  ચપટી ખાવાનો સોડા
  1 ચમચી તલ
  5-6 મરી
  ચપટી ધાણા
  ચપટી ગરમ મસાલો
  તેલ પ્રમાણસર
  મીઠું પ્રમાણસર

  મેથીના ગોટા બનાવવાની રીત : સૌ પ્રથમ એક બાઉલમાં ચણાના લોટ, ઘઉંનો લોટ, મેથીની ભાજી, કોથમીર અને બાકીના બધા મસાલા નાખો. મરી અને ધાણાને અધકચરા વાટી ઉમેરો. તેમાં દહીં નાખી જાડું ખીરું બનાવી લો. પછી તેમાં ખાંડ અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરો. પછી ગોટા ઉતારતી વખતે તેમાં ખાવાનો સોડા ખીરામાં નાખવું. તેની ઉપર ગરમ તેલ નાખી બરાબર હલાવી ગરમ તેલમાં ગોટા ઉતારવા. આ ગોટાને દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: