Home /News /lifestyle /

Omicron and antiviral medicine: શું કોરોનાની દવા Omicron પર કામ કરશે? કંપનીએ કર્યો આ દાવો

Omicron and antiviral medicine: શું કોરોનાની દવા Omicron પર કામ કરશે? કંપનીએ કર્યો આ દાવો

અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની મર્કએ દાવો કર્યો છે કે તેણે કોવિડ-19 વિરુદ્ધ જે દવા તૈયાર કરી છે તે ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટ પર પણ અસરકારક રહેશે. (image: Shutterstock)

અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની મર્ક (Merck & Co)એ દાવો કર્યો છે કે તેણે કોવિડ-19 વિરુદ્ધ જે દવા તૈયાર કરી છે તે ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટ પર પણ અસરકારક રહેશે. નોંધનીય છે કે, મર્ક કંપનીએ કોવિડ-19 સામે એન્ટિવાયરલ દવા મોલનુપિરાવીર (Molnupiravir) વિકસાવી છે.

વધુ જુઓ ...
  Omicron variant and antiviral medicine: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron variant)ને લઈને દુનિયાભરમાં ભયનો માહોલ પેદા થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓમિક્રોન પર વેક્સીનની અસર નહિવત છે. આ દરમ્યાન અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની મર્ક (Merck & Co)એ દાવો કર્યો છે કે તેણે કોવિડ-19 વિરુદ્ધ જે દવા તૈયાર કરી છે તે ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટ પર પણ અસરકારક રહેશે. નોંધનીય છે કે, મર્ક કંપનીએ કોવિડ-19 સામે એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીર (Molnupiravir) વિકસાવી છે. આ દવાને હજુ યુએસ રેગ્યુલેટરની મંજૂરી મળવાની બાકી છે.

  મર્કને આશા છે કે તેની દવા ઓમિક્રોન વેરિઅન્ટ પર પણ અસરકારક રહેશે. મર્કનું માનવું છે કે આ દવા જો કે, એ જવાબદાર પ્રોટીનને પોતાનો નિશાનો નથી બનાવતી જેણે લીધે ઓમિક્રોનનું મ્યુટેશન થાય છે, તેમ છતાં આ દવા ઓમિક્રોન સામે અસરકારક હોવી જોઈએ.

  નવી દવાને ટૂંક સમયમાં અમેરિકામાં મંજૂરી મળશે

  ડેઈલીમેઈલના અહેવાલ મુજબ, વર્તમાન ટ્રાયલના આધારે જાણવા મળ્યું છે કે આ દવા વાયરસથી થતા મૃત્યુને 30 ટકા ઘટાડી દે છે. પરંતુ કેટલાક રસી અને દવા નિર્માતા કંપનીઓને ડર છે કે તેમનું ઉત્પાદન ઓમિક્રોન પર અસરકારક નહીં હોય. કારણ કે ઓમિક્રોન ખૂબ જ ઝડપથી પોતાની જાતને મ્યુટેટ કરે છે અથવા પોતાનું સ્વરૂપ બદલી નાખે છે.

  આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકામાં એક જ દિવસમાં ઓમિક્રોનના બમણા કેસ, લોકડાઉન લગાવવું પડ્યું

  જો કે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (US Food and Drug Administration)એ દવાના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા અંગે હજુ નિર્ણય લેવાનો બાકી છે. એફડીએના પ્રતિનિધિ દેરિયા હાઝુદા માને છે કે કોરોનાના તમામ પ્રકારો સામે દવાની સમાન અસર હોવી જોઈએ. ટૂંક સમયમાં આ દવા કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ થશે.

  આ પણ વાંચો: Omicron વેરિઅન્ટ સામે અન્ય રસીઓ કરતાં Covaxin વધુ અસરકારક બની શકે છે, જાણો કઈ રીતે

  માલનુપિરાવિર ડેલ્ટા વેરિઅન્ટ્સ પર અસરકારક

  દેરિયા હાઝુદાએ જણાવ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ્સમાં, મોલનુપિરાવિરે ડેલ્ટા વેરિઅન્ટ પર સારી અસર દર્શાવી છે. હાલમાં ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ખતરનાક છે. મોડર્નાના સીઈઓ સ્ટેફન બેન્સેલએ જણાવ્યું હતું કે તેમની કંપનીની વેક્સીન શરીરમાં ઓમિક્રોન સામે પૂરતી એન્ટિબોડીઝ વિકસાવી શકતી નથી. ભય વધારે એટલા માટે છે કારણ કે ઓમિક્રોન વેરિઅન્ટ અન્ય વાઈરસના પ્રકારો કરતા ઘણા બધા મ્યુટેશનને જન્મ આપે છે. પરંતુ મર્કે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઓમિક્રોનનું મ્યુટેશન પણ દવાની અસરના માર્ગમાં આવશે નહીં.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Coronavirus, Health News, Life Style News, Omicron, Omicron variant

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन