તણાવ તથા થાકથી રાહત મેળવવા ચંદનનો લેપ લગાવો, જાણો ચંદનના અન્ય ફાયદા

તસવીર- shutterstock

Sandalwood Can Help You Reduce Stress And Headache: વ્યસ્ત જીવનમાં થાક અને સ્ટ્રેસનો અનુભવ સામાન્ય વાત છે. જેના કારણે માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર અસર થાય છે. કેટલાક લોકોને માથાનો દુ:ખાવો થવા લાગે છે.

  • Share this:
Sandalwood Can Help You Reduce Stress And Headache: વ્યસ્ત જીવનમાં થાક અને સ્ટ્રેસનો અનુભવ સામાન્ય વાત છે. જેના કારણે માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર અસર થાય છે. કેટલાક લોકોને માથાનો દુ:ખાવો થવા લાગે છે. આ તમામ સમસ્યાઓથી બચવા માટે લોકો દવા અથવા ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરે છે. ચંદન આયુર્વેદિક ઔષધિ છે. ચંદનથી શરીર પ્રાકૃતિક રીતે રિલેક્સ થાય છે અને શરીરને ઠંડક આપે છે. તમે ચંદન પાઉડર (Chandan Powder) અથવા ચંદનના લેપનો ઉપયોગ કરી શકો છો.

ચંદન

ચંદનનો આયુર્વેદની વિશેષ ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચંદન પ્રાકૃતિક રીતે દુ:ખાવો દૂર કરતી ઔષધિ છે. જે તણાવ, થાક અને માથાના દુ:ખાવાથી રાહત આપે છે. આયુર્વેદ અનુસાર ચંદનના ઝાડ અલગ અલગ પ્રકારના હોય છે. દેશ વિદેશમાં ચંદનના અલગ અલગ પ્રકારના ઝાડ હોય છે. ઓડિશામાં ઉત્પાદિત થતા ચંદનને સર્વોત્તમ માનવામાં આવે છે.

ચંદનના લેપના ફાયદા

માથાના દુ:ખાવાથી રાહત

બે આઈબ્રોઝની વચ્ચે તંત્રિકાઓ રહેલી હોય છે, તેના પર ચંદનનો લેપ કરવાથી તંત્રિકાઓને ઠંડક મળે છે. વધુ પડતા તાપને કારણે જો તમને માથામાં દુ:ખાવો થઈ રહ્યો છે, તો તમને આ લેપની મદદથી માથાના દુ:ખાવાથી રાહત મળે છે.

થાક અને તણાવથી રાહત આપે છે

ચંદનની પ્રાકૃતિક સુગંધના કારણે સેરોટોનિન હોર્મોનમાં વધારો થાય છે. આ હોર્મોનમાં વધારો થતા શરીરમાં ઠંડક થાય છે. સેરોટોનિન હોર્મોન તણાવને ઓછો કરે છે. આ પરિસ્થિતિમાં ચંદનનો લેપ કરવાથી તણાવથી રાહત મળે છે.

ત્વચા માટે લાભદાયી

જો તમારા ચહેરા પર ખીલની સમસ્યા થઈ રહી છે, તો ચંદનનો ઉપયોગ કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે. ચંદનની લાકડીઓને ઘસીને મોઢા પર લગાવવાથી ખીલ તથા ત્વચાની અન્ય સમસ્યાથી રાહત મળે છે.

આ પણ વાંચો: Raksha Bandhan: મોઢું મીઠુ કરાવવા મીઠાઈના સ્થાને ટ્રાય કરો આ વસ્તુઓ

આ પ્રકારે ઉપયોગ કરો

જરૂરિયાત અનુસાર ચંદન પાઉડર લઈને તેમાં થોડુ કપૂર નાખો. હવે તેમાં ગુલાબજળ મિશ્ર કરી લો. ચંદનનો આ લેપ માથા પર લગાવવાથી માથાના દુ:ખાવાથી રાહત મળે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:kuldipsinh barot
First published: