Home /News /lifestyle /

Menstruation: માસિકના સમય દરમિયાન આ રીતે રાખો સ્વચ્છતાનુ ધ્યાન, અહીં છે તમામ વિગત

Menstruation: માસિકના સમય દરમિયાન આ રીતે રાખો સ્વચ્છતાનુ ધ્યાન, અહીં છે તમામ વિગત

માસિક સમયમાં કેવી રીતે રાખશો સ્વચ્છતાનું ધ્યાન

સ્ત્રીના જીવનમાં પીરિયડ્સના અંતને મેનોપોઝ (Menopause) તરીકે ઓળખવામાં આવે છે. મેનોપોઝ સામાન્ય રીતે 45 થી 55 વર્ષની વય વચ્ચે થતુ હોય છે. અંડાશય લાંબા સમય સુધી હોર્મોન્સનું ઉચ્ચ સ્તરનું ઉત્પાદન કરતું નથી ત્યારે મેનોપોઝ થાય છે. શરીરના સેક્સ હોર્મોનના સંતુલનમાં ફેરફાર માસિક ચક્રના અંતને અસર કરે છે

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  મહિલા તેના પીરિયડ્સ (periods) દરમિયાન સોશિયલ સ્ટિગ્મા સાથે ઘણી પીડામાંથી પસાર થાય છે. ઘણી વખત મોટાભાગની સ્ત્રીઓને તેમના જીવનમાં ખૂબ મોડા સુધી પણ પીરિયડ્સની નાજુકતા વિશે ખબર પણ હોતી નથી. પીરિયડ્સને સામાન્ય ભાષામાં માસિક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સ્ત્રીના સજ્જ ગર્ભાશયની દિવાલનુ આવરણ તૂટી જાય છે અને શરીરમાંથી બહાર આવે છે ત્યારે તેને માસિક તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાંથી નીકળતુ આ પ્રવાહી લોહી અને પેશીઓથી બનેલું હોય છે, જે ગર્ભાવસ્થા (pregnancy) માટે સ્ત્રીના શરીરને તૈયાર કરવામાં પણ મદદ કરે છે.

  પીરિયડ્સ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે

  સામાન્ય રીતે તરુણાવસ્થાના સમયે એટલે કે 12 થી 15 વર્ષની વયમાં માસિકની શરૂઆત થાય છે. પીરિયડ્સની શરૂઆત જીનેટિકલી ખૂબ પરિવર્તન લાવનાર હોય છે, તેથી કેટલીક છોકરીઓને 8 કે 10 વર્ષની નાની ઉંમરે પણ તેનો અનુભવ થાય છે. એ જ રીતે તેનો અંત તે મુજબ અસર કરે છે. સ્ત્રીના જીવનમાં પીરિયડ્સના અંતને મેનોપોઝ (Menopause) તરીકે ઓળખવામાં આવે છે. મેનોપોઝ સામાન્ય રીતે 45 થી 55 વર્ષની વય વચ્ચે થતુ હોય છે. અંડાશય લાંબા સમય સુધી હોર્મોન્સનું ઉચ્ચ સ્તરનું ઉત્પાદન કરતું નથી ત્યારે મેનોપોઝ થાય છે. શરીરના સેક્સ હોર્મોનના સંતુલનમાં ફેરફાર માસિક ચક્રના અંતને અસર કરે છે. માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા મહિલાઓના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. માસિક સમય દરમ્યાન સ્વચ્છતા જાળવવી અતિ મહત્વની છે.

  આ પણ વાંચો-આ 5 સરળ ઉપાય 100% ચરબી ઉતારવામાં મદદ કરશે, અજમાવી જુઓ એક વખત

  માસિકને કારણે થતી 7 આડઅસરો  માસિક વિશે 7 રસપ્રદ વાતો  • સરેરાશ એક મહિલાને તેના જીવનકાળમાં 400 થી 500 કરતાં વધુ પીરિયડ્સ આવે છે, જે લગભગ 7 વર્ષની આસપાસ હોય છે.

  • ટેમ્પોન 8ના પેકમાં વેચવામાં આવે છે. કારણ કે તે સ્ત્રી દ્વારા દરેક માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા ટેમ્પન્સની સરેરાશ સંખ્યા છે.

  • તમે જે વિચારો છો તેના કરતાં તમને ઘણું ઓછું રક્તસ્ત્રાવ થાય છે. દરેક સમયગાળા દરમિયાન સ્ત્રી માત્ર 60ml રક્ત ગુમાવે છે.

  • હોર્મોનલ બર્થ કંટ્રોલ લેતી વખતે શરીરને તમારા ગર્ભાશયના સિન્થેસીસને સ્થાને રાખવા માટે જરૂરી સિન્થેટિક પ્રોજેસ્ટેરોન મળતું નથી તેથી તે લેતી વખતે તમને જે "પીરિયડ" આવે છે, તે વાસ્તવિક પીરિયડ નથી.

  • ઓર્ગેઝન તમને ક્રેમ્પ્સમાં રાહત આપી શકે છે.

  • માસિક દરમ્યાન તમારા નેચુરલ સેન્ટ બદલાઈ જાય છે.

  • તણાવને કારણે માસિક ચક્ર વધુ પીડાદાયક બની શકે છે.


  સ્વસ્થ માસિક માટે આ છે 7 ટિપ્સ  1. નિયમિત અંતરાલે પેડ/ટેમ્પન/મેન્સ્ટ્રુઅલ કપ બદલવો

  2. તમારા ગુપ્તાંગોને પાણી વડે સ્વચ્છ કરો. માસિક દરમિયાન ગુપ્તાંગોને હૂંફાળા પાણીથી સાફ કરી શકાય છે.

  3. પેડ રેશિસથી સાવધાન રહો. હેવી ફ્લો દરમિયાન તમારુ પેડ તમને અસુવિધા આપી શકે છે, જેના કારણે તમારા શરીર પર રેશિશ કે નિશાન પડી શકે છે. આ સ્થિતી ટાળવા માટે અંગોને ડ્રાય રાખવાનો પ્રયાસ કરો.

  4. દરરોજ સ્નાન કરો ખાસ કરીને માસિકના સમય દરમિયાન સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખો. આવુ કરવાથી તમને સ્વચ્છતા મહેસૂસ થવાની સાથે દુ:ખાવા અને ક્રેમ્પ્સમાં પણ રાહતનો અનુભવ થશે.

  5. તમારા પીરિયડ સપ્લાયનો વધારાનો ડૅશ તમારી કૅરી બેગમાં રાખો. જેથી જરૂર પડ્યે તેને બદલી શકાય.

  6. બ્રિધેબલ ઈનર અને આઉટરવીયર પહેરવાને પ્રાધાન્ય આપો. માસિક દરમિયાન તામારા ગુપ્તાંગોમાં સફોકેશન અને અસુવિધા લાગી શકે છે. તેથી બને ત્યા સુધી સિન્થેટિક મટેરિયલને બદલે કોટનને પ્રાધાન્ય આપો.

  7. તમારી તારીખને ટ્રેક કરો. આવુ કરવાથી તમે પ્રીપેર્ડ રહેશો અને સ્વચ્છતાનુ ધ્યાન રાખી શકશો.


  અહી ઉલ્લેખનિય છે કે, માસિકમાં દરેક મહિલાના અનુભવ અલગ હોય છે. તેથી કોઈ એક ચોક્કસ ગાઈડલાઈન પકડી રાખવી થોડુ મુશ્કેલ હોઈ શકે છે.
  Published by:Margi Pandya
  First published:

  આગામી સમાચાર