Home /News /lifestyle /માસિકધર્મ દરમિયાન હું પ્રેગનેન્ટ થઈ શકું? પિરિયડ્સમાં મહિલાઓને મૂંઝવતા 8 પ્રશ્નોના જવાબ અહીં જાણો

માસિકધર્મ દરમિયાન હું પ્રેગનેન્ટ થઈ શકું? પિરિયડ્સમાં મહિલાઓને મૂંઝવતા 8 પ્રશ્નોના જવાબ અહીં જાણો

પિરિયડ્સમાં મહિલાઓને મૂંઝવતા 8 પ્રશ્નોના જવાબ અહીં જાણો

Weird period questions: જે મહિલાઓને ઘણા વર્ષોથી પીરિયડ્સ આવે છે તેમને પણ ઘણી વખત પોતાના શરીર વિશે ખબર નથી હોતી. આપણા શરીરમાં એવી ઘણી વસ્તુઓ છે જેને લઈને આપણે કન્ફ્યૂઝ થઈ જઈએ છીએ. જેથી મનમાં વિવિધ સવાલ ઉઠે છે. આજે અહીંયા માસિકધર્મ વિશે એવા 8 પ્રશ્નો (Questions During Periods) વિશે જણાવવામાં આવ્યું છે, જે અંગે પૂછવામાં તમને સંકોચ થતો હશે. પરંતુ આ પ્રશ્નો વિશે તમને જાણકારી હોવી જરૂરી છે.

વધુ જુઓ ...
  Menstrual Questions: પીરિયડ્સ (Periods) વિશે ઘણી ગેરમાન્યતાઓ છે અને મોટાભાગના લોકો તેના વિશે જાગૃત પણ નથી. જે મહિલાઓને ઘણા વર્ષોથી પીરિયડ્સ આવે છે તેમને પણ ઘણી વખત પોતાના શરીર વિશે ખબર નથી હોતી. આપણા શરીરમાં એવી ઘણી વસ્તુઓ છે જેને લઈને આપણે કન્ફ્યૂઝ થઈ જઈએ છીએ. જેથી મનમાં વિવિધ સવાલ ઉઠે છે. આજે અહીંયા માસિકધર્મ વિશે એવા 8 પ્રશ્નો (Questions During Periods) વિશે જણાવવામાં આવ્યું છે, જે અંગે પૂછવામાં તમને સંકોચ થતો હશે. પરંતુ આ પ્રશ્નો વિશે તમને જાણકારી હોવી જરૂરી છે.

  માસિકધર્મને મેન્સ્ટ્રુએશન શા માટે કહેવામાં આવે છે?


  આ શબ્દ લેટિન શબ્દ menses પરથી આવ્યો છે. જેનો અર્થ માસિક એટલે કે, મહિનો થાય છે. ત્યારથી જ માસિકધર્મને મેન્સ્ટ્રુએશન કહેવામાં આવે છે.

  માસિકધર્મ સમયે વારંવાર શૌચ કરવા શા માટે જવું પડે છે?


  માસિકધર્મ સમયે વારંવાર શૌચ કરવા જવું પડે છે. માસિકધર્મ દરમિયાન શરીરમાં ફ્લો બદલાઈ જાય છે. આ કારણોસર નિયમિત કરતા માસિકધર્મ સમયે વારંવાર શૌચ કરવા જવું પડે છે. તે સમયે મળ ઢીલું થઈ જાય છે, આ કારણોસર મળત્યાગ કરવાની સંભાવના વધુ રહે છે. શરીરમાં રહેલ પ્રોસ્ટાગ્લેડિન્સને કારણે માંસપેશીઓને આરામ મળે છે. પ્રોસ્ટાગ્લેડિન્સ લેબર પ્રોસેસનો એક ભાગ છે, જે શરીરમાંથી વધારાના મળને બહાર કાઢવામાં મધદ કરે છે.

  આ પણ વાંચો: વધારે ચપટી મીઠું પણ સાબિત થઈ શકે છે જીવલેણ, જાણો રોજ કેટલું લેવું જોઈએ નમક

  શું PMS રિઅલ હોય છે?


  માસિકધર્મ શરૂ થાય તે પહેલા મૂડ સ્વિંગ થવો તે એક સામાન્ય બાબત છે. નોર્મલ દિવસોમાં આ પ્રકારે મૂડ સ્વિંગ નથી થતો પરંતુ માસિકધર્મ દરમિયાન કંઈ જ ગમતું નથી, તમામ બાબતોથી પરેશાની થવા લાગે છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રી પાસે રોજ કરતા ઓછી ક્ષમતા હોય છે.

  એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, મહિલાઓ હોર્મોનમાં ફેરફાર માટે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. જેના કારણે મહિલામાં ઉદાસીનતા, ચિડીયાપણું અને તણાવ પણ આવી શકે છે. 56 ટકા મામલાઓમાં મહિલાઓમાં જેનેટીક્સ રૂપે આ લક્ષણો જોવા મળે છે.

  માસિકચક્ર અલગ અલગ શા માટે હોય છે?


  તમામ મહિલાઓમાં માસિક અલગ અલગ જોવા મળે છે. કેટલીક મહિલાઓને એક અઠવાડિયા સુધી સતત માસિક આવે છે, તો કેટલીક મહિલાઓને માત્ર બે દિવસ અને થોડુ માસિક આવે છે. આ પ્રકારે શા માટે થાય છે. આ અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

  તમામ મહિલાઓમાં અલગ અલગ માસિકચક્ર જોવા મળે છે. જો તમને સાત દિવસ અથવા સાત દિવસ કરતા વધુ દિવસ સુધી સતત સામાન્ય કરતા વધુ માસિક આવે છે તો તે કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ અંગે ડોકટર પાસે તપાસ કરાવવી જોઈએ.

  શું હું પ્રેગનેન્ટ છું?


  જો તમે તમારું એક પિરિયડ મિસ કરી દો છો તો તમને કદાચ મનમાં સવાલ થતો હશે કે શું હું પ્રેગનેન્ટ છું? તેનો જવાબ હા પણ હોઈ શકે છે અને ના પણ હોઈ શકે છે. ઈન્ફેક્શન, પોષણની માત્રા, ટ્રાવેલ અથવા તણાવને કારણે મહિલાઓ પોતાના માસિકધર્મને મિસ કરી શકે છે. જો પિરિયડ મિસ થઈ જાય અને પ્રેગનેન્સી રિપોર્ટ નેગેટીવ આવે તો તમારે ડોકટરની સલાહ લેવી જોઈએ. જો માસિકધર્મ અનિયમિત હોય તો તે સંકેત આપે છે કે, તમારે ડોકટરની સલાહની જરૂર છે.

  માસિકધર્મ દરમિયાન હું પ્રેગનેન્ટ થઈ શકું?


  હાં તમે માસિકધર્મ દરમિયાન પ્રેગનેન્ટ થઈ શકો છો. તમામ મહિલાનું માસિકચક્ર અલગ અલગ હોય છે. જો તમે માસિકધર્મ દરમિયાન ઓવ્યુલેટ કરો તો તમે ગર્ભવતી થઈ શકો છો. તમે માસિકધર્મના ચોથા દિવસે યૌન સંબંધ બનાવો છો, તો તમે છઠ્ઠા દિવસે ઓવ્યુલેટ કરો છો. પ્રજનન માર્ગમાં શુક્રાણુ પાંચ દિવસ સુધી જીવિત રહી શકે છે.

  શું મિસકરેજ થઈ ગયું હશે?


  જો તમે સેક્સ્યુઅલી એક્ટીવ મહિલા છો તો તમે ગર્ભવતી થઈ શકો છો અને કદાચ તમને ઘણી વાર ખબર પણ નહીં પડી હોય. 25 ટકા કેસમાં મહિલાઓની સારવાર ચાલતી હોય તે દરમિયાન મિસકરેજ થાય છે. અનેક મહિલાઓને ખબર પણ નથી હોતી કે ગર્ભવતી છે અને તેમનું મિસકરેજ થઈ જાય છે. મિસકરેજના લક્ષણો વિશે વધુ જાણકારી મેળવો. જો તમને એવું લાગી રહ્યું છે કે, તમને મિસકરેજ થવાના ચાન્સીસ છે, તો તમારે તમારા ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

  આ પણ વાંચો: Chest Pain: શું તમને પણ થાય છે છાતીની વચ્ચોવચ દુખાવો? તો આ હોય શકે છે કારણ!

  શું પિરિયડ પેન્ટી ખરેખર કામ કરે છે?


  આ સવાલનો જવાબ હા છે. અનેક વ્યક્તિઓ પિરિયડ પેન્ટીનો ઉપયોગ કરે છે અને તેમણે પિરિયડ પેન્ટી અંગે સારા પ્રતિભાવ આપ્યા છે. એબ્ઝોર્બન્ટ પેન્ટી, મેન્સ્ટ્રુએલ કપ અને રિયુઝેબલ પેડ પિરિયડને વધુ શોષે છે.

  માસિકધર્મ એટલે શું (What is Menstruation?)

  માસિકધર્મમાં શું સમસ્યા થાય છે (What is the problem in menstruation?)

  PMS રિઅલ શું છે (What is PMS Real?)
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन