Home /News /lifestyle /

જાતીય સબંધ સુધારવા માટે પુરુષોએ અપનાવવી જોઈએ આ સરળ ટિપ્સ

જાતીય સબંધ સુધારવા માટે પુરુષોએ અપનાવવી જોઈએ આ સરળ ટિપ્સ

જાતીય સબંધ સુધારવા માટે પુરુષોએ અપનાવવી જોઈએ આ સરળ ટિપ્સ

Tips to increase physical strength for men: તમારા આહારમાં ફેરફાર કરવા ઉપરાંત, પ્રજનન કાર્યમાં સુધારો કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. કાઇન્ડલીના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. સંજય કાલરાએ એચટી લાઇફસ્ટાઇલ સાથેની મુલાકાતમાં, પુરુષોને તેમના જાતીય અને પ્રજનન કાર્યને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવા માટે કેટલીક ટીપ્સ શેર કરી છે

વધુ જુઓ ...
  પિતા બનવું એ વિશ્વની સૌથી સુંદર લાગણીઓમાંની એક છે. જોકે, ઘણા યુગલો તે પામવા માટે સંઘર્ષ કરે છે. આનું કારણ સ્ત્રી અને પુરૂષો બંનેમાં વંધ્યત્વ (infertility) ની વધતી સમસ્યા છે. જ્યારે હોર્મોનલ ફેરફારો, ઉંમર, સ્થૂળતા વગેરે જેવા ઘણા પરિબળો સ્ત્રીની પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે, જ્યારે પુરૂષ માટે વંધ્યત્વ, ડાયાબિટીસ, અતિશય દારૂ પીવું, ધૂમ્રપાન વગેરે જેવા રોગોનું પરિણામ હોઈ શકે છે. હકીકતમાં જીવનશૈલીમાં કેટલાક ફેરફારો પણ જાતીય કામગીરી અને પ્રજનનક્ષમતામાં ફાળો આપે છે (sexual function and fertility). તમારા આહાર અને રોજિંદા દિનચર્યામાં થોડો ફેરફાર કરવાથી તમને બેડમાં વધુ સારું પરફોર્મ કરવામાં મદદ મળી શકે છે.

  તમારા જાતીય અને સેક્સ્યુયલ પર્ફોર્મન્સને સુધારવા માટે તમારે તમારા આહારમાં કઈ વસ્તુઓ ઉમેરવી?  (which food increase sex power)


  - ડુંગળી અને લસણ તમને શ્વાસમાં દુર્ગંધ લાવી શકે છે તે હકીકત હોવા છતાં, આ રક્ત પરિભ્રમણને વધારવામાં અત્યંત મદદરૂપ છે.

  આ પણ વાંચો: ગર્ભાવસ્થા દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય? જાણો વધુ પડતું પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા

  - કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેઓ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જરૂરી છે અને જાતીય કામગીરી સુધારવામાં મદદ કરી શકે છે.

  - મરચાં અને મરી લોહીના પ્રવાહને વધારવામાં પણ મદદ કરે છે કારણ કે તેઓ હાયપરટેન્શન અને બળતરા ઘટાડે છે.

  તમારા આહારમાં ફેરફાર કરવા ઉપરાંત, પ્રજનન કાર્યમાં સુધારો કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. કાઇન્ડલીના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. સંજય કાલરાએ એચટી લાઇફસ્ટાઇલ સાથેની મુલાકાતમાં, પુરુષોને તેમના જાતીય અને પ્રજનન કાર્યને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવા માટે કેટલીક ટીપ્સ શેર કરી છે

  તણાવ ટાળો : જ્યારે વ્યક્તિ ઘણા તણાવમાં હોય છે ત્યારે બ્લડ પ્રેશર વધે છે, અને હૃદયના ધબકારા નકારાત્મક રીતે વધે છે, જે શુક્રાણુની ગુણવત્તા અને જાતીય ઇચ્છાને ઘટાડે છે.

  ઊંઘની પેટર્ન : આરોગ્ય નિષ્ણાંત જણાવે છે કે સારી ઊંઘ સાથે એકંદરે સ્વસ્થ જીવનશૈલી જાતીય ઈચ્છા અને શુક્રાણુની ગુણવત્તાને સુધારવામાં મદદ કરી શકે છે.

  ખરાબ ટેવોને ના કહો : હેલ્થલાઇન મુજબ, રેડ વાઇન લોહીના પરિભ્રમણને સુધારે છે, પરંતુ વધુ પડતા આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન તમારા જાતીય કાર્યપર પ્રતિકૂળકૂ અસર કરી શકે છે. નિયમિતપણે આલ્કોહોલનું સેવન અનેધૂમ્રપાન કરવાથી પુરૂષોની પ્રજનન ક્ષમતા પર સીધી અસર કરે છે અને શુક્રાણુઓની ગુણવત્તામાં ઘટાડો થાય છે.

  શારીરિક રીતે સક્રિય રહો : શારીરિક રીતે સક્રિય રહેવાથી જાતીય કામગીરી વધારવામાં મદદ મળે છે. દરરોજ વ્યાયામ કરવાથી વ્યક્તિનું વજન નિયંત્રિત થાય છે, અને તેની પ્રજનન ક્ષમતા પણ વધે છે.

  આ પણ વાંચો: Monsoon Health Tips: ચોમાસાની મૌસમના આનંદની સાથે સાથે આ વાતોનો પણ રાખો ખાસ ખ્યાલ, જાણો મોનસૂન હેલ્થ ટિપ્સ

  ડૉક્ટરની મુલાકાત લો : ઈરેક્ટાઈલ ડિસફંક્શન અથવા અન્ય કોઈ નિદાન થયેલા રોગના કિસ્સામાં એવી ભલામણ કરવામાં આવે છે કે તમે તમારા ડૉક્ટર સાથે નિઃસંકોચ વાત કરો અને જરૂરી સારવાર લો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Fitness, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन