Home /News /lifestyle /કોન્ડોમ પહેરતી વખતે મોટાભાગના પુરુષો કરે છે આવી ખતરનાક ભૂલો, જાણી લો નહીંતર...
કોન્ડોમ પહેરતી વખતે મોટાભાગના પુરુષો કરે છે આવી ખતરનાક ભૂલો, જાણી લો નહીંતર...
કોન્ડોમ પહેરતી વખતે મોટાભાગના પુરુષો કરે છે આવી ભૂલો
Relationship Tips : ઇન્ટીમેટ થતી વખતે પુરુષો કોન્ડોમ પહેરે છે. જેનાથી અનિચ્છનિય ગર્ભથી બચી શકાય. પરંતુ ઘણીવાર તેને પહેરવામાં ભૂલ થઇ જાય છે. જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ શકે છે.
Intimate Life : સેક્સુઅલ ટ્રાન્સમિટેડ ડિસિઝ અથવા અનિચ્છનીય પ્રેગમેન્સીથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. મહિલાઓ અને પુરુષો આજકાલ આ કોન્ડોમનો ઉપયોગ કરે છે. પરંતુ કોન્ડોમનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ, નહીંતર તે તમારા માટે ખતરો બની શકે છે. તેવામાં ચાલો તમને જણાવીએ કે પુરુષોએ કોન્ડોમ પહેરતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
દાંતથી ન ખોલો પેકેટ
કોન્ડોમનું પેકેટ ખોલવા માટે ક્યારેય તમારા દાંત અથવા નખનો ઉપયોગ ન કરો, કારણ કે તેનાથી કોન્ડોમનું લિક્વિડ તમારા મોઢામાં અથવા નખની અંદર જઇ શકે છે. આ ઉપરાંત તમારા દાંતથી કોન્ડોમનું પેકેટ ખોલવા જતાં તે ફાટી પણ શકે છે.
મોટાભાગે ઇન્ટીમેટ થતી વખતે પુરુષો ઉતાવળમાં કોન્ડોમ પહેરી લે છે અને તેને ચેક નથી કરતાં કે તે ફાટેલું છે કે નહીં. તેવામાં તેને યુઝ કરવાનો કોઇ અર્થ નથી. કારણ કે ફાટેલા કોન્ડોમથી સ્પર્મ સરળતાથી બહાર નીકળી જાય છે.
ઇન્ટીમેટ થતાં પહેલા ન પહેરો કોન્ડોમ
ઘણા પુરુષો એવા પણ હોય છે જે રોમાન્સ દરમિયાન જ કોન્ડોમ પહેરી લે છે. આવું કરવાથી સે-ક્સુઅલ ટ્રાન્સમિટેડ ડિસિઝ થવાનું જોખમ રહે છે. તેવામાં ક્યારેય સે-ક્સુઅલ એક્ટિવિટી દરમિયાન પહેલાથી જ કોન્ડોમ ન પહેરો. જ્યારે તેની જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો.
ઘણીવાર એવું થાય છે કે આપણે કોઇપણ પેકેટ ખોલીને સીધો તેનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે સૌથી પહેલા આપણે તેની એક્સપાયરી ડેટ ચેક કરવી જોઇએ કે ક્યાંક તેની ડેટ પસાર તો નથી થઇ ગઇ નહીંતર તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
ફરીથી ન કરો કોન્ડોમનો ઉપયોગ
ઘણીવાર એવું થાય છે કે પુરુષોને લાગે છે કે કોન્ડોમે ઇજેકુલેટ નથી કર્યુ, તો ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ આવી ભૂલ ન કરતા. તેનાથી મહિલા અને પુરુષ બંનેને ઇન્ફેક્શન થઇ શકે છે અને ફરીથી યુઝ કરવાથી કોન્ડોમ નબળુ પણ પડી જાય છે. જેનાથી તે ગમે ત્યારે ફાટી શકે છે અને અનિચ્છનિય ગર્ભ રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર