માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતતા લાવવા માટે પુરુષો ઇન્સ્ટાગ્રામ પર તેમની બોડી ઈમેજ અને ઈનસિક્યોરિટી કરે છે શેર

CALM એક આપઘાત રોકતી સંસ્થા છે. પુરુષો જે શારીરિક સમસ્યાનો સામનો કરે છે અને તેની માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે, તે વિશે જાગૃતતા લાવવા માટે તેમણે ઇન્સ્ટાગ્રામ સાથે ભાગીદારી કરી છે.

CALM એક આપઘાત રોકતી સંસ્થા છે. પુરુષો જે શારીરિક સમસ્યાનો સામનો કરે છે અને તેની માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે, તે વિશે જાગૃતતા લાવવા માટે તેમણે ઇન્સ્ટાગ્રામ સાથે ભાગીદારી કરી છે.

  • Share this:
પુરુષોમાં શરીરની સકારાત્મકતા વિશે ચર્ચા કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને ચેરિટી કેમ્પેઈન અગેઈનસ્ટ લિવિંગ મિઝરેબલીએ (CALM) એકબીજા સાથે હાથ મિલાવ્યો છે. CALM એક આપઘાત રોકતી સંસ્થા છે. પુરુષો જે શારીરિક સમસ્યાનો સામનો કરે છે અને તેની માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે, તે વિશે જાગૃતતા લાવવા માટે તેમણે ઇન્સ્ટાગ્રામ સાથે ભાગીદારી કરી છે.

CALM અને ઇન્સ્ટાગ્રામની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે યુ.કે.માં 16થી40 વર્ષના પુરુષો તેમના શરીરના દેખાવને લઈને પરેશાન છે. 48% પુરુષોની શારીરિક સમસ્યાને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે.

2000 પુરુષો પર એક સર્વે કરવામાં આવ્યો હતો, જે મુજબ 16થી 40 વર્ષના પુરુષોને તેમના દેખાવ અંગે હંમેશા નકારાત્મક વિચાર આવે છે. 21% પુરુષોએ જણાવ્યું કે તે આ બાબત વિશે કોઈ સાથે વાત કરવા ઈચ્છતા નથી. ત્યારે 26% પુરુષોએ જણાવ્યુ કે તેમને પોતાનો દેખાવ પસંદ છે.

22 વર્ષનો સ્પેંસર કૂપર 48% પુરુષોમાંથી એક છે, તેને પોતાના શરીર અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી. તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ લાઈવ અને ફેસબુક લાઈવ પર દરેક વ્યક્તિ વર્કઆઉટ કરતી હતી, પરંતુ જ્યારે તેમણે વર્કઆઉટ કરવાની કોશિશ કરી તો તેમને રિઅલાઈઝ થયું કે આ કામ તેમનું નથી. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ફીટ લાગી રહી હતી.

સ્પેંસરે જણાવ્યું કે પુરુષો આ બાબત વિશે વાત કરતા નથી, જેથી તેમના માનસિક સ્વાસ્થ્યને અસર થાય છે.

CALM અને ઇન્સ્ટાગ્રામ CALM બોડી ટોક્સ નામની ઈન્ટરવ્યૂ સીરિઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જેથી પુરુષોમાં થતા શારીરિક મુદ્દાઓ વિશે વાત કરી શકાય અને પોઝિટીવ વિચાર લાવી શકાય.
View this post on Instagram


A post shared by CALM (@calmzone)


જેમી લૈંગ, લિયોન મેકેન્ઝી, રસેલ કેન અને સ્ટીવ બ્લેન પણ આ ડાયલોગનો એક ભાગ છે, જેમાં પુરુષો તેમના શરીર વિશે શું ફીલ કરે છે તે વાત કરવામાં આવશે.

બ્લેન આ અંગે ખુલીને વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે તેમને ટીનએજમાં કેવી બાબતોનો સામનો કરવો પડતો હતો અને 20ના દાયકાના અંતમાં વાળ ખરવા લાગ્યા હતા, જેથી તેમને પોતાનાથી નફરત થવા લાગી હતી.

લૈંગે તેના વાળ ખરવા અને શારીરિક સમસ્યાના મુદ્દાઓ વિશે વાત કરી. મહિલાઓ સોશિયલ મીડિયા પર તેના શારીરિક બદલાવ અંગે વાત કરી રહી છે. સોશિયલ મીડિયા પર એવું દર્શાવવામાં આવે છે કે પુરુષ ‘બફ અને રિપ્ડ મસલ્સ’ ધરાવતો હોવો જોઈએ.

ઇન્સ્ટાગ્રામના સીઈઓ સિમોન ગુનિંગે જણાવ્યું કે આ પ્લેટફોર્મ કિશોર બાળકોના સ્વાસ્થ્ય અને તેના શરીરના દેખાવ વિશે દબાણ કરવામાં સમસ્યાનો એક ભાગ બની રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર આ મુદ્દાને લઈને તેની બોડી ઈમેજ અંગે કામ કરવામાં આવશે.
First published: