એક અભ્યાસમાં દાવો, આ કારણથી પુરુષો કોરોના મહામારીમાં પણ માસ્ક નથી પહેરતા

News18 Gujarati
Updated: May 15, 2020, 3:20 PM IST
એક અભ્યાસમાં દાવો, આ કારણથી પુરુષો કોરોના મહામારીમાં પણ માસ્ક નથી પહેરતા
પ્રતિકાત્મક તસવીર

લેખક Valerio Capraro અને Helene Barceloના કહેવા પ્રમાણે પુરુષો એવું માની રહ્યા છે કે, તેમને મહિલાઓની સરખામણીમાં કોરોના બીમારી લાગવાનું જોખમ ઓછું છે.

  • Share this:
નવી દિલ્હી : દુનિયા આખી હાલ કોરોના વાયરસ (Coronavirus Pandemic)ની મહામારીનો સામનો કરી રહી છે. કોરોનાની હાલ કોઈ જ દવા ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને માસ્ક (Faceb Mask) પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે પુરુષો (Men) અન્યની સરખામણીમાં માસ્ક પહેરવાનું ઓછું પસંદ પડે છે. આનું મુખ્ય કારણ એવું છે કે તેઓ માસ્કને "નબળાઇનું પ્રતિક" (Sign of Weakness )માને છે.

મીડલસેક્સ યુનિવર્સિટી લંડન (Middlesex University London) અને મેથેમેટિકલ સાઇન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેર્કલી, કેલિફોર્નિયા (Mathematical Science Research Institute in Berkeley, California) તરફથી અધિકૃત કરવામાં આવેલા એક અભ્યાસમાં આવો દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસના જણાવ્યા પ્રમાણે જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિર્ણયે મહિલાઓની સરખામણીમાં પુરુષો પર વધારે અસર કરી છે.

આ પણ વાંચો :  મોદી સરકારે કોરોનાની વેક્સીન માટે PM CARES ફંડમાંથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા

અભ્યાસમાં એવું પણ માલુમ પડ્યું હતું કે અમેરિકન પુરુષો મહિલાઓની સરખાણમીમાં માસ્ક પહેરવાનું ઓછું પસંદ કરે છે. એવા દેશો કે જ્યાં માસ્ક પહેરવું હજુ સુધી ફરજિયાત નથી ત્યાં પણ પુરુષો માસ્ક પહેરવાનું ઓછું પસંદ કરે છે.

લેખક Valerio Capraro અને Helene Barceloના કહેવા પ્રમાણે પુરુષો એવું માની રહ્યા છે કે, તેમને મહિલાઓની સરખામણીમાં આ બીમારી લાગવાનું જોખમ ઓછું છે.

જોકે, કોવિડ 19ના આંકડા પુરુષોના દાવા કરતા કંઈક અલગ જ કહે છે. અમુક નિષ્ણાતોએ તો દાવો કર્યો છે કે કોરોનાની બીમારી લાગ્યા બાદ મહિલાઓ કરતા પુરુષોનું મોત થવાની શક્યતા બે ગણી રહેલી છે. તેનું એક કારણ એ પણ છે કે મનુષ્યના લોહીમાં વધારે પ્રમાણમાં એન્ઝાઇમ (એક પ્રકારનું પ્રોટિન) જેના કારણે તેના સેલ ઝડપથી કોરોનાથી સંક્રમિત થાય છે.Capraro અને Barceloએ પોતાના સંશોધન પેપરમાં લખ્યું છે કે, પુરુષોએ એ વાત સ્વીકારી છે કે જાહેરમાં માસ્ક પહેરવાની તેમને શરૂમ આવે છે. આ યોગ્ય નથી. આ નબળાઈની નિશાની છે.
First published: May 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading