ઝોયા અગ્રવાલે સૌથી લાંબા હવાઈમાર્ગ પર ઊડાન ભરીને રચ્યો હતો ઈતિહાસ, જાણો તેના જીવનની સંઘર્ષ કહાની

ઝોયાએ કહ્યું કે તે આઠ વર્ષની હતી ત્યારથી જ તેણે પાઇલટ બનવાનું નક્કી દીધું હતું. (Credit: Humans of Bombay/facebook)

ઝોયાએ અગ્રવાલે જણાવ્યું કે જ્યારે તે 8 વર્ષની હતી, ત્યારે તેને અનુભૂતિ થઇ કે તે પાઇલટ બનવા માંગે છે

  • Share this:
નવી દિલ્હી. એર ઈન્ડિયા (Air India)ની કેપ્ટન ઝોયા અગ્રવાલ (Zoya Agarwal)એ 9 જાન્યુઆરી, 2021ના રોજ સૌથી લાંબી ઊડાન ભરીને ઈતિહાસ રચ્યો છે. તેણે સાન ફ્રાન્સિસ્કો (San Francisco) એરપોર્ટથી બેંગ્લુરુ (Bengaluru) માટે ઊડાન ભરી આ ઇતિહાસ રચનારી મહિલા કોકપિટની કેપ્ટન હતી. ઝોયાએ હ્યુમન્સ ઓફ બોમ્બે (Humans of Bombay) સાથે તેના પાઇલટ બનવાની સફર વિશે વાત કરી હતી. ઝોયાએ જણાવ્યું કે જ્યારે તે 8 વર્ષની હતી, ત્યારે તેને અનુભૂતિ થઇ કે તે પાઇલટ બનવા માંગે છે. તે તેના ઘરના ટેરેસ પર જતી અને આકાશમાં જ્યારે એરોપ્લેનને જોતી, ત્યારે તે વિચારતી હતી કે જો તે એરોપ્લેન ઊડાવતી હોત તો તે પણ આકાશને આંબી શકતી હોત.

જોકે, તે એક મધ્યમવર્ગના પરિવારમાંથી આવતી હોવાથી તે પોતાના માતા-પિતા સાથે પાઇલટ બનવાની વાત શેર કરતા ખચકાતી હતી. જોકે, ઝોયા તેના મગજમાંથી પાયલટ બનાવની વાત કાઢી શકતી નહોતી. તેથી ધો.10 પાસ કર્યા બાદ તેણે તેના માતા-પિતાને પાયલટ બનવા અંગે જણાવ્યું. શરૂઆતમાં ઝોયાના માતા-પિતાએ આ વાતને લઈને કોઈપણ પ્રકારનો ઉત્સાહ ન દર્શાવ્યો, કારણ કે તેઓ પાઇલટની ટ્રેનિંગના ખર્ચા અંગે ચિંતિત હતા.

આ પણ વાંચો, Gold Price Today: ખુશખબરી! સોના-ચાંદી સસ્તા થયા, ફટાફટ જાણો આજના નવા ભાવ

છતાં, ઝોયાએ દ્રઢ નિર્ણય કર્યો અને ધો.11-12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો. ઘો.12માં સારુ પરિણામ મેળવ્યા બાદ ગ્રેજ્યુએશન માટે તેણે ફીઝિક્સ પસંદ કર્યું અને એવિએશન કોર્સ માટે પણ એપ્લાય કર્યું. આ કોર્સની ફી ચૂકવવા માટે તેણે તેની આખી બચત ખર્ચી નાંખી હતી.

ઝોયા કોલેજના ક્લાસ પણ અટેન્ડ કરતી હતી અને એવિએશન કોર્સમાં પણ જતી હતી, જે શહેરની બીજી બાજુએ આવેલું હતું.

ઝોયાએ ખૂબ જ ધ્યાન રાખ્યું કે તેના આ સપનાને કારણે તેના ભણતર પર કોઈ જ અસર ન થાય. ઝોયાએ કોલેજમાં ટોપ કર્યું અને તેનું સપનું પૂરુ કરવા માટે તેના પિતા પાસે મંજૂરી માંગી. તેને મંજૂરી મળી ગઈ અને કોર્સ માટે લોન લેવાનું પણ નક્કી કર્યું. ઝોયા ત્યાં પણ બધી જ આશાઓ પર ખરી ઊતરી હતી.


ઝોયાનો સંઘર્ષ હજુ સુધી પૂર્ણ નહોતો થયો. નોકરી મેળવવા માટે તેણે 2 વર્ષ રાહ જોવી પડી અને તેને એર ઈન્ડિયામાં નોકરી મળી. એર ઈન્ડિયામાં માત્ર 7 જ જગ્યાઓ ખાલી હતી અને તેના માટે 3000થી વધુ લોકોએ અરજી કરી હતી. આ નોકરી માટે ઝોયાએ 3000થી વધુ લોકો સાથે સ્પર્ધા કરવી પડી હતી. નોકરી માટેની પરીક્ષાના 4 દિવસ પહેલા ઝોયાના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો અને તે પિતાને આ પરિસ્થિતિમાં મુકીને જવા ઈચ્છતી નહોતી.

આ પણ વાંચો, મેરેજ એનિવર્સરી પર મહિલાને ગિફ્ટમાં મળ્યું એક કિલોગ્રામનું મંગળસૂત્ર? પતિએ જણાવ્યું વાયરસ વીડિયોનું સત્ય

ઝોયાના પિતાએ તેને પરીક્ષા આપવા જવા માટે મનાવી લીધી અને તે પરીક્ષા આપવા માટે મુંબઈ ગઈ. ઝોયાએ પરીક્ષામાં દરેક રાઉન્ડ ક્લિયર કર્યા અને એર ઈન્ડિયાની ફર્સ્ટ ઓફિસ રૂપે જોઈન થઈ. વર્ષ 2004માં તેનું સપનું પૂર્ણ થયું અને દુબઈ માટે તેણે પ્રથમ ઊડાન ભરી હતી.

ઝોયાએ આ વર્ષે ફ્લાઈટ AI176ની કમાન સંભાળીને સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ વચ્ચે સૌથી લાંબી ઊડાન ભરીને ઈતિહાસ રચ્યો છે. ઝોયાએ જણાવ્યું કે, “મેં દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગ પર મહિલા કોકપિટનું નેતૃત્વ કર્યું. 9 જાન્યુઆરી 2021ના રોજ ઓપોઝિટ પોલ પર ઊડાન ભરનાર હું દુનિયાની પહેલી મહિલા બની ગઈ છું.”

સફળતાપૂર્વક ઊડાન ભર્યા બાદ એર ઈન્ડિયા ટીમે બેંગ્લુરુ એરપોર્ટ પર ઝોયા અને ક્રૂ મેમ્બરનું તાળીઓ સાથે સ્વાગત કર્યું હતું.
First published: