Home /News /lifestyle /Byju's Young Genius: આ શનિવારે ભારતનાં યંગ જિનિયસ લિડિયન અને મેઘાલીને મળો

Byju's Young Genius: આ શનિવારે ભારતનાં યંગ જિનિયસ લિડિયન અને મેઘાલીને મળો

લિડિયન અને મેઘાલી ભારતનાં યંગ જિનિયસ

બાળકો ઘણાં એવાાં કામ કરે છે જેની કલ્પના વયસ્ક ન કરી શકે. તેમનું સાહસ ચટ્ટાન જેટલું મજબૂત અને પર્વતો જેટલો ઉંચો છે. આ સાહસની સરહાના કરતાં ન્યૂઝ 18એ 'બાયજૂ યંગ જીનિયસ' નામનાં એક વિશેષ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ બાળકો નાના હોઇ શકે છે, પણ તેમની પ્રતિભા ખુબ મોટી છે.

ચેન્નઇનાં લિડિયન નાથસ્વરમ, જેણે આટલી નાંની ઉંમરમાં સંગીતમાં રેકોર્ડ બનાવી દીધો છે. 15 વર્ષનો લિડિયન એક પિયાનોવાદક છે. તેણે ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં CBS ટીવી પર વર્લ્ડ્સ બેસ્ટ કોન્સર્ટમાં આવી પોતાનાં પિયાનો કૌશલનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રકારે લિડિયને દુનિયા ભરનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે શોનાં અંતિમ રાઉન્ડ જીત્યો અને ચેમ્પિયન બન્યો હતો.



લિડિયન, જેણે બે વર્ષની ઉંમરમાં સંગીતમાં રૂચિ દર્શાવવાની શરૂ કરી હતી. હાલમાં તે પિયાનો પ્લેયર છે. અને પિયાનો સહિત 14 અલગ અલગ વાદ્ય તે વગાડી શકે છે. તેણે વિભિન્ન દેશોમાં આયોજીત સંગીતનાં કાર્યક્રમોમાં ભાગ લઇ દુનિાયને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.



નાની ઉંમરમાં ઘણાં દેશોમાં તેણે એવોર્ડ્સ જીત્યા છે. લિડિયન, યુવા ઉપલબ્ધિ હાંસે કરનાર યુવાનો માટે એક આદર્શ છે. લિડિયને ભારતીય ફિલ્મોમાં પણ તેની અલગ ઓળખ બનાવી છે. તેણએ એક મલ્યામ ફિલ્મ માટે મ્યૂઝિક આપ્યું છે અને તે એક હિન્દી ફિલ્મમાં અભિનય કરી રહ્યો છે.



જ્યારે આવી જ એક પ્રતિભાશાળી દીકરી છે મેઘાલી જે પોતે પણ એક મ્યૂઝિશિયનછે. તે દેશની 'ગુગલ ગર્લ' તરીકે ઓળખાય છે.





મેઘાલી કહે છે કે, મારા પિતાની આભારી છું જેમનાં કારણે હું 'ગુગલ ગર્લ' તરીકે પ્રખ્યાત થઇ. તેમણે જીઓગ્રાફી મને વાયોલિનમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો છે. તેણે કહ્યું કે, મારે મ્યૂઝિકમાં પણ કેટલાંક પ્રાઇઝ જીત્યા છે. ' મેઘાલી કહે છે. તેણે સ્પેસ સાયનટિસ્ટ બનવું છે. મારે મારી આંખે સ્પેસ જોવું છે.





બાયજુ'સ યંગ જિનિયસનો પહેલો એપિસોડ 16 જાન્યુઆરીનાં ઓનએર થશે. શોનાં એપિસોડ તમામ 18 ચેનલ પર દર શનીવારે સાંજે 7.30 વાગ્યે ઓનએર થશે. જ્યારે રવિવારે સવારે તેનો રિપિટ ટેલિકાસ્ટ દર્શાવવમાં આવશે.
First published:

Tags: BYJUS Young Genius