Home /News /lifestyle /ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ છે આ 3 ઔષધિય પાન, ખાલી પેટે ચાવવાથી થશે આ ગજબ ફાયદા

ડાયાબિટીસ માટે રામબાણ ઈલાજ છે આ 3 ઔષધિય પાન, ખાલી પેટે ચાવવાથી થશે આ ગજબ ફાયદા

જો લાઈફસ્ટાઈલમાં સુધારો કરવામાં આવે તો બ્લડ શુગરને દૂર કરી શકાય છે.

ડાયાબિટીસ જીવનશૈલીને લગતી બીમારી છે અને આ સ્થિતિમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. પરંતુ જો લાઈફસ્ટાઈલમાં સુધારો કરવામાં આવે તો બ્લડ શુગરને દૂર કરી શકાય છે. એનસીબીઆઇના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો કેટલાક ઔષધીય પાંદડા (leaves to Control blood sugar) ચાવવામાં આવે તો ઇન્સ્યુલિન (Insulin)નું ઉત્પાદન વધારીને બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે.

વધુ જુઓ ...
    વિશ્વની 5 ટકા વસ્તી ડાયાબિટીસ (Diabetes)થી પીડાઈ રહી છે. આવું અમે નથી કહી રહ્યા પણ એનસીબીઆઈ (NCBI)ના રિપોર્ટમાં સામે આવ્યું છે. ડાયાબિટીસ એક ખૂબ જટિલ સ્વાસ્થ્ય સ્થિતિ (Health Problems) છે, જેમાં હૃદય, બીપી, કિડની, આંખ વગેરેને લગતા રોગો થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડેટા અનુસાર, વિશ્વમાં લગભગ 42.2 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. આ સાથે દર વર્ષે લગભગ 15 લાખ લોકો ડાયાબિટીસના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૃત્યુ પામે છે. આ મામલે ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

    હાલમાં લગભગ 80 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અને એક અંદાજ મુજબ, વર્ષ 2045 સુધીમાં ભારતમાં 130 મિલિયનથી વધુ લોકોને ડાયાબિટીસ (Diabetes Patient in India)નો રોગ થશે. તેથી જ ભારત ડાયાબિટીસની રાજધાની કહેવાઈ રહ્યું છે.

    આ પણ વાંચો:  માત્ર 15 દિવસમાં ગરદનની કાળાશ @ ઘરે દૂર કરો: આ નુસખો છે અસરકારક

    આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીસ જીવનશૈલીને લગતી બીમારી છે અને આ સ્થિતિમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. પરંતુ જો લાઈફસ્ટાઈલમાં સુધારો કરવામાં આવે તો બ્લડ શુગરને દૂર કરી શકાય છે. એનસીબીઆઇના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો કેટલાક ઔષધીય પાંદડા (leaves to Control blood sugar) ચાવવામાં આવે તો ઇન્સ્યુલિન (Insulin)નું ઉત્પાદન વધારીને બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે.

    આ છે 3 પાંદડાનું કરો સેવન


    એલોવેરાના પાન - ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને એલોવેરા વિશે જાણકારી ન હોય. એલોવેરાને ભારતમાં એક અનોખો ઔષધીય છોડ માનવામાં આવે છે. આ વાત હવે એનસીબીઆઇ એટલે કે યુએસ નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશનના રિસર્ચમાં પણ સાબિત થઇ ચૂકી છે. એનસીબીઆઇના રિપોર્ટ અનુસાર, એલોવેરામાં હાઇપોગ્લાયસેમિક ગુણ હોય છે. એટલે કે તેમાં બ્લડ શુગરને ઘટાડવાની ક્ષમતા હોય છે. સવારે ખાલી પેટે એલોવેરાના પાન ખાવાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધી શકે છે, જે બ્લડ શુગરને આપમેળે કંટ્રોલ કરી શકે છે.

    આ પણ વાંચો:  દૂધનો ગ્લાસ જોતાની સાથે જ બાળક નખરા કરે છે? તો આ રીતે ટેસ્ટી બનાવો અને પીવડાવો

    સીતાફળના પાન – સીતાફળ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે, પરંતુ તેના પાંદડા પણ ખૂબ ફાયદાકારક છે. એનસીબીઆઇના સંશોધન અનુસાર, સીતાફળના પાનમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. સીતાફળના પાનમાં ફોટોકોન્સ્ટ્રક્ટિવ ગુણ હોય છે, જેના કારણે તે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનની માત્રા વધારવામાં મદદ કરે છે. આ સાથે તે હાઈપોગ્લાયસેમિક ક્ષમતા સાથે બ્લડ શુગરને ઓછું કરે છે.

    લીમડાના પાન- લીમડો સામાન્ય રીતે એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે, પરંતુ એનસીબીઆઇના રિસર્ચમાં એ સાબિત થયું છે કે લીમડાના પાન પણ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે. વહેલી સવારે લીમડાના પાન ચાવવાથી લોહીમાં શુગરનું પ્રમાણ વધતું નથી અને સ્વાદુપિંડ તેનું કામ યોગ્ય રીતે કરે છે, જેના કારણે સરળ પ્રક્રિયા દ્વારા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. લીમડાના પાંદડામાં ઘણા સંયોજનો મળી આવ્યા છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
    First published:

    Tags: Ayurvedic health tips, Diabetes care, Diabetics, Health Tips