Home /News /lifestyle /

Weight Loss: માંસ ખાતા લોકોએ ઝડપથી વજન ઘટાડવા શું કરવું? અહીં જાણો

Weight Loss: માંસ ખાતા લોકોએ ઝડપથી વજન ઘટાડવા શું કરવું? અહીં જાણો

દરેક માંસમાં અલગ અલગ પ્રકારના ગુણ રહેલા હોય છે (પ્રતિકાત્મક તસવીર)

Weight Loss Tips - આરોગ્ય નિષ્ણાંતો વજન ઓછું કરવા માટે ઓટ્સ, ફ્રુટ્સ અને દહીં જેવા ખાદ્યપદાર્થોનું સેવન કરવાની સલાહ આપે છે

યોગ્ય આહારપ્રણાલી અને શારીરિક એક્ટીવિટીની મદદથી જ વજન ઘટાડી (Weight Loss)શકાય છે. આરોગ્ય નિષ્ણાંતો વજન ઓછું કરવા માટે ઓટ્સ, ફ્રુટ્સ અને દહીં જેવા ખાદ્યપદાર્થોનું સેવન કરવાની સલાહ આપે છે. આ ખાદ્ય પદાર્થોથી વજન (Weight)ઓછું થાય છે. ઉપરાંત ચીકન, પોર્ક તથા અન્ય પ્રકારના માંસનું સેવન કરવાથી વજન ઓછું થાય છે. માંસમાં (Meat)ઉચ્ચ પ્રોટીન રહેલા હોવાના કારણે વ્યક્તિ તંદુરસ્ત રહે છે. જોકે, દરેક પ્રકારના માંસનું સેવન કરવાથી વજન ઓછું થતું નથી. દરેક માંસમાં અલગ અલગ પ્રકારના ગુણ રહેલા હોય છે. અહીંયા માંસના કેટલાક પ્રકાર વિશે જાણકારી આપવામાં આવી છે. આ માંસનું સેવન કરવાથી સરળતાથી વજન ઓછું થાય છે.

સેલ્મોન 

અન્ય ખાદ્ય પદાર્થોની સરખામણીએ સેલ્મોનમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા હોય છે. સેલ્મોનનું સેવન કરવાથી વધુ સમય સુધી ભૂખ લાગતી નથી, જેના કારણે તમે વધુ પડતું ભોજન કરવાનું ટાળો છો. સેલ્મોનનું સેવન કરવાથી મેટાબોલિઝમને પ્રોત્સાહન મળે છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે.

સ્કિનલેસ ચિકન

મોટાભાગના મટન પ્રોટીનથી ભરપૂર હોય છે, સ્કિનલેસ ચિકનના બ્રેસ્ટનું સેવન કરવાથી લીન પ્રોટીન મળે છે. આ પ્રોટીન વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ ચિકનમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે, જેનાથી વ્યક્તિ તંદુરસ્ત રહે છે. ચિકનનું સેવન કરતા પહેલા તેના પરથી સ્કિન દૂર કરી દેવી જોઈએ અને ચિકન થાઈના માંસનું સેવન ના કરવું જોઈએ.

આ પણ વાંચો - જિમમાં મહેનત કર્યા બાદ ખાવા-પીવામાં રાખો ખાસ ધ્યાન, નહીં તો મહેનત પર ફરી વળશે પાણી

પોર્ક

જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પોર્કનું સેવન કરવું જોઈએ. વજન ઓછું કરવા માટે પોર્ક ટેન્ડરલોઈન અને પોર્ક ચોપ એક સારો વિકલ્પ છે. પોર્કમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે અને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન પણ હોય છે. પોર્કનું મટન બનાવતા સમયે જે પણ ચરબી દેખાતી હોય તે કાઢી નાખવી જોઈએ.

વજન વધારતા મટન

પ્રોસેસ્ડ મટન

ચિકન નગેટ્સ, સોસેજ, સલામી અને બેકન જેવા પ્રોસેસ્ડ મટનનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. લીન મટનની સરખામણીએ આ મટનમાં કેલરી અને ચરબી વધુ હોય છે. આરોગ્ય નિષ્ણાંતો જણાવે છે કે, પ્રોસેસ્ડ મટનમાં સોડિયમ વધુ હોવાના કારણે હ્રદય રોગના જોખમમાં વધારો થાય છે.

ફ્રાઈડ મટન અને ફેટ્ટી કટ્સ

ચિકન અથવા મટનનું બ્રેડ ક્રમ્બ્સ સાથે સેવન કરવાથી આરોગ્ય પર ખરાબ અસર થાય છે. ફ્રાઈડ મટન અને ફેટ્ટી કટ્સનું સેવન કરવાથી ચરબી અને કેલરીમાં વધારો થાય છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે ફ્રાઈડ મટન અને ફેટ્ટી કટ્સનું સેવન ના કરવું જોઈએ. પોર્ક બેલી અને બેકનમાં સૌથી વધુ ચરબી હોય છે.
First published:

Tags: Weight loss, Weight loss Diet

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन