Home /News /lifestyle /યુઝ કરેલી દિવાસળી ફેંકશો નહીં, ફુલ છોડ માટે છે વરદાનરૂપ, આ રીતે ઉપયોગ કરશો તો પાંદડા લીલાછમ રહેશે
યુઝ કરેલી દિવાસળી ફેંકશો નહીં, ફુલ છોડ માટે છે વરદાનરૂપ, આ રીતે ઉપયોગ કરશો તો પાંદડા લીલાછમ રહેશે
દીવાસળી ફુલ છોડ માટે વરદાન રૂપ છે.
How to use matchs: ઘણાં બધા લોકોને ગાર્ડનિંગ કરવાનો શોખ હોય છે. ગાર્ડનિંગ કરવાથી ઘરની આખી રોનક જ બદલાઇ જાય છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે અનેક લોકો દીવાસળીનો યુઝ કરીને એને ફેંકી દેતા હોય છે, પરંતુ તમે હવેથી ફેંકતા નહીં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જ્યારે પણ દીવાસળી યુઝ કરો ત્યારે એને ફેંકવાની જગ્યાએ તમે ગાર્ડનમાં ફુલ-છોડ માટે યુઝ કરી શકો. દીવાસળી ફુલ છોડ માટે વરદાન રૂપ હોય છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. યુઝ કરેલી દીવાસળી હાઉસ પ્લાન્ટ માટે જ નહીં પરંતુ અનેક રીતે ફાયદાકારક છે. દીવાસળી તમે જ્યારે ફુલ છોડમાં મુકો છો ત્યારે એ જલદી ખરાબ થતા નથી. જો કે આ વાત જાણીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. દીવાસળીને મોટાભાગનાં લોકો બેકાર સમજીને એને ફેંકી દેતા હોય છે. પરંતુ હવે તમે પણ ફેંક્યા વગર આ રીતે એનો યુઝ કરજો.
દીવાસળી ફુલ છોડના ગ્રોથ માટે સૌથી બેસ્ટ સાબિત થઇ શકે છે. આ એક રીતે ખાતર તરીકે પણ કામ કરે છે. આ માટે તમે પણ હવે ફેંકતા નહીં અને ગાર્ડનમાં મુકજો.
તમને જણાવી દઇએ કે દીવાસળી બનાવવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય છે જે ફુલ છોડના ગ્રોથ વધારવામાં મદદ કરે છએ. આ સાથે જ ફુલ છોડને તાજા રાખવાનું કામ કરે છે. આ માટે દીવાસળીનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે.
દીવાસળીમાંથી મળતા પોષક તત્વો જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ ક્લોરોફિલ અને ઓક્સીજન છોડના ગ્રોથમાં મદદ કરે છે. જેના કારણે છોડનો ગ્રોથ ઝડપથી થાય છે.
તમને ખ્યાલ હશે તો ઘણા બધા ફુલ છોડ એવા હોય છે જેના પાન ખરી જતા હોય છે તેમજ સમય પર તમે એનું પૂરતું ધ્યાન રાખતા નથી તો એ સુકાઇ જાય છે. આમ, જો તમે દીવાસળીને પ્લાન્ટની આજુબાજુમાં મુકો છો તો એ ખરાબ થતા નથી અને સુકાતા પણ નથી.
જો કે આ જાણવું ખૂબ જરૂરી છે કે દીવાસળીનો ઉપયોગ કેવી રીતે કરવો. તો તમને જણાવી દઇએ કે 8 થી 10 દીવાસળી લો અને એને છોડની આસપાસ માટીમાં લગાવી દો. આમ કરવાથી છોડને પૂરતું પોષણ મળી રહે છે જેના કારણે એ સુકાતા નથી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર